ખજૂરભાઈને કોઈ ઓળખાણની જરૂર નથી એ તો આપણે સૌ જાણીએ જ છે. દરરોજ જરૂરિયાતમંદ અને ગરીબની મદદ માટે દોડી જાય છે. અત્યાર સુધી એમને લોકોની મદદ માટે પોતાના કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે
તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ખજુરભાઈએ ૨૧૦ કરતા પણ વધુ લોકો માટે નવા ઘર બનાવી આપ્યા છે. કોઈ વ્યક્તિને તકલીફ હોય એવી ખજુરભાઈને જયારે ખબર પડે છે કે તરત જ તેઓ એમની મદદ માટે દોડી જાય છે
હાલ પણ એવો જ કિસ્સો સામે આવ્યો છે, એક વ્યક્તિ કે જેમનાથી કામ નથી થતું ને એટલે એ ઘરે જ બેસી રહે છે અને એમની બે દીકરીઓ ભણવા માગે છે પણ ઘરની પરિસ્થિતિના કારણે ભણી શકતી નથી, આ વાતની જ્યારે ખજૂર ભાઈને ખબર પડી ત્યારે એ એમની મદદ માટે આગળ આવ્યા હતા.
બાબરાની પાસે આવેલા વલારડી ગામા ઝીણાભાઈ પટેલ નામના વ્યક્તિ રહે છે. તેઓ વર્ષોથી ચાલી નથી શકતા અને એમની બંને દીકરીઓ તેમના પિતાની સેવા કરી રહી છે. એમની આ બેઉ દીકરીઓ ભણવા માંગે છે પણ પરિસ્થિતિને જોઈ અભ્યાસ નથી કરતી. તો ખજુરભાઈ સીધા તેમને મળવા માટે પહોંચી ગયાં હતા.
તમને જણાવી દઈએ કે આજે બંને દીકરીઓ આખો દિવસ સ્ટોન લગાવવાનું કામ કરે છે. અને એમાંથી દિવસના ૭૦ રૂપિયા કમાય છે. ઘણી વાર એવી પરિસ્થિતિ સર્જાય છે ઘરમાં ખાવા માટે પણ મોટી તકલીફ પડે છે. દીકરીઓનું એવું કહે છે કે તેમને ભણવું તો છે પણ મોટી મુશ્કેલીઓ પડે છે અને ઘણા દિવસો ભૂખ્યા પણ સુઈ જવું પડે છે.
દીકરીઓની આ વાત સાંભળી ખજૂરભાઈને ખૂબ જ દુઃખ થયું અને એમને દિકરીઓની તકલીફ દૂર કરવાની બધી જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી