કિંજલ દવેના નામથી ભાગ્યે જ કોઈ વ્યક્તિ પરિચિત ન હોય, એમના અવાજનો જોર એવું છે કે ભલભલાનું દિલ જીતી લે છે. કિંજલ દવેના ગીતોને લઈને તો એ સતત ચર્ચામાં હોય જ છે પણ એમની પર્સનલ લાઈફને લઈને પણ ગાયિકા ઘણીવાર ચર્ચામાં આવી જાય છે. બધાને ખબર જ છે કે કિંજલ દવેની સગાઈ પવન જોશી સાથે થઇ છે. કિંજલ દવેના ફેન્સ આ બંનેની જોડીને ભરપૂર પ્રેમ પણ આપી રહ્યા છે.
હવે હાલમાં જ કિંજલ દવે અને પવન જોશીએ પોતાના ચાર વર્ષના આ સાથની ઉજવણી ખુબ જ સુંદર રીતે કરી છે. કિંજલ દવેના ભાવિ પતિ પવન જોશીએ એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર કિંજલ દવે સાથે કોલાબ કરીને એક વીડિયો શેર કર્યો છે, જે હાલ સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.
બંનેએ સગાઈના ચાર વર્ષ પુરા કર્યા છે ત્યારે આ વીડિયોમાં પવન જોશી કિંજલ દવેનો એક અનોખા અંદાજમાં આભાર વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે, વીડિયોમાં બંને અત્યાર સુધી જ્યાં રજાઓ વિતાવવા માટે ગયા હતા તે જગ્યાની સુવર્ણ યાદો બતાવવામાં આવી છે
આ વાયરલ વીડિયોમાં પવન અને કિંજલનો રોમાન્ટિક અંદાજ પણ જોવા મળી રહ્યો છે. આ વિડીયોમાં પવને અંગ્રેજીમાં કિંજલનો આભાર માની રહ્યો છે તો બેકગ્રાઉન્ડમાં “મસ્ત મગન” ગીત વાગતું સંભળાઈ રહ્યું છે. આ વિડીયો જોયા બાદ એમના ફેન્સ પણ તેમની સગાઇના ચાર વર્ષ પૂર્ણ થવાની શુભકામનાઓ આપી રહ્યા છે.
આ વિડીયો પોસ્ટ કરવાની સાથે પવન જોશીએ ખુબ જ સરસ મજાનું કેપશન પણ લખ્યું છે કે, અને હું તમને પસંદ કરીશ, સો જીવનકાળમાં, સો વિશ્વમાં, વાસ્તવિકતાના કોઈપણ સંસ્કરણમાં, હું તમને શોધીશ અને હું તમને પસંદ કરીશ.” @thekinjaldave હાસ્ય પ્રેમ અને આનંદ સાથે 5મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ #4yearsoftogetherness સગાઈની વર્ષગાંઠની શુભેચ્છાઓ પ્રેમ !
આ સિવાય આ અવસર પર કિંજલ દવેએ પણ એક તસવીર શેર કરી છે જેમાં તે પવન જોશીના ખભા ઉપર માથું ઢાળીને બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીર સાથે કિંજલ દવેએ કેપશનમાં લખ્યું છે “અનંતની પેલે પાર”. કિંજલની આ તસવીરો ઉપર પણ એમના ફેન્સ ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે અને આ કપલના ખૂબ જ વખાણ કરી રહયા છે