તમે એ વાત પર જરૂર ધ્યાન આપ્યું હશે કે જ્યારે સવારની શરૃઆત સારી થાય છે તો આખો દિવસ સારો જાય છે. આપનો દિવસ આપના માટે શુભ થાય અને વિચારેલા કાર્યો સફળ થાય એ માટે ભારતીય ઋષિ મુનિઓએ કર દર્શનમ સંસ્કાર આપણને આપ્યા છે. શાસ્ત્રોમાં પણ સવારે ઉઠતાની સાથે જ પથારીમાં સૌથી પહેલા બેસીને બન્ને હાથની હથેળીના દર્શન કરવાનું વિધાન દર્શાવવામાં આવ્યું છે.
ઉંઘ ઉડતા જ પથારીમાં બેસીને જ બંને હથેળીઓના દર્શન કરવાથી વ્યક્તિની ગ્રહ દશા સુધરે છે જેનાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે તેમજ તમારી અંદર સકારાત્મક ઉર્જા વધે છે અને તમારા બધા કાર્યો પૂર્ણ થાય છે. માન્યતા છે કે હાથના આગળના ભાગમાં દેવી લક્ષ્મી, મધ્યમાં માતા સરસ્વતી અને હાથના મૂળ ભાગમાં પરમ બ્રહ્મ પરમેશ્વર શ્રી ગોવિંદ નિવાસ કરે છે.
શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે કે બન્ને હાથમાં ઘણા તીર્થ હોય છે, ચારે આંગળીઓના આગળના ભાગમાં દેવતીર્થ, તર્જનીના મૂળ ભાગમાં પિતૃતીર્થ, કનિષ્ઠાના મૂળ ભાગમાં પ્રજાપતિતીર્થ અને અંગૂઠાના મૂળ ભાગમાં બ્રહ્નતીર્થ માનવામાં આવે છે. એ જ રીતે જમણા હાથની હાથની વચ્ચે અગ્નિતીર્થ અને ડાબા હાથની વચ્ચે સોમતીર્થ અને આંગળીઓના બધા ટેરવામાં ઋષિતીર્થ છે. એમના દર્શન પણ કલ્યાણકારી માનવામાં આવે છે. સવારે ઉઠીને હથેળીના દર્શનથી આ બધાના દર્શન થાય છે.
શુ છે મંત્ર
જ્યારે તમે સવારે ઉઠો છો તો તમારી હથેળીને ભેગી કરીને પુસ્તકની જેમ ખોલો અને આ શ્લોક બોલીને હથેળીના દર્શન કરો.
એટલે કે મારા હાથમાં અગ્રભાગમાં ભગવતી લક્ષમી નિવાસ કરે છે. મધ્ય ભાગમાં વિદ્યાદાત્રી સરસ્વતી અને મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે. એટલે સવારે હું એમના દર્શન કરું છું. આ શ્લોકમાં ધનની દેવી લક્ષ્મી, વિદ્યાની દેવી સરસ્વતી અને અપાર શક્તિના દાતા, સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવામાં આવે છે જેથી જીવનમાં ધન, વિદ્યા અને ભગવત કૃપાની પ્રાપ્તિ થઈ શકે.
હથેળીઓના દર્શનનો મૂળ ભાવ એ જ છે કે આપણે આપણા કર્મો પર વિશ્વાસ કરીએ. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે અમે એવા કર્મ કરીએ જેનાથી જીવનમાં ધન, સુખ અને જ્ઞાન મેળવી શકીએ. આપના હાથથી કોઈ ખોટું કામ ન થાય તેમજ બીજાની મદદ માટે હંમેશા હાથ આગળ વધે.
કર દર્શનની બીજી બાજુ એ પણ છે કે આપણી વૃત્તિઓ ભાગવત ચિંતન તરફ પ્રવૃત થાય, એવું કરવાથી શુદ્ધ સાત્વિક કાર્ય કરવાની પ્રેરણા મળે છે, સાથે જ બીજા પર આધાર રાખવાને બદલે પોતાની મહેનતથી આજીવિકા કમાવવાની ભાવના પણ જન્મે છે.જ્યારે વ્યક્તિ સંપૂર્ણ વિશ્વાસ સાથે પોતાના હાથને જુએ છે તો એને વિશ્વાસ થઈ જાય છે કે એના શુભ કર્મોમાં દેવતાઓ પણ મદદ કરશે અને એ દરેક કાર્ય કરવા માટે પોઝિટિવ પગલું ભરે છે