જ્યારે પણ આપણા શરીરમાં કોઈ પોષકતત્વોની કમી થવા લાગે છે તો આપણું શરીર કોઈને કોઈ રૂપે સંકેત આપે છે. શરીરમાં સોજા આવવા, વારંવાર બીમાર પડવું, રોગપ્રતિકારક શક્તિ કમજોર થવી, થાક લાગવો વગેરે. પણ ભૂલથી પણ આ લક્ષણોને ન અવગણો. આ સંકેત શરીરમાં પ્રોટીનની કમીના પણ હોઈ શકે છે.
સારા સ્વાસ્થ્ય માટે આપણા ભોજનમાં પ્રોટીનનું હોવું ખૂબ જ જરૂરી છે. પ્રોટીન શરીરમાં સ્વસ્થ સ્કિન, માંસપેશીઓ અને હોર્મોનના નિર્માણ માટે જરૂરી છે. પ્રોટીનની કમી થવાથી શરીરમાં ઘણી બીમારીઓ પ્રવેશે છે પણ એના લક્ષણો પહેલેથી જ શરીરમાં દેખાવાના શરૂ થઈ જાય છે. ચાલો જાણી લઈએ એ લક્ષણો વિશે..
- વાળ તૂટવા :
હેલ્ધી વાળના ગ્રોથ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે, પરંતુ શરીરમાં પ્રોટીનની કમીને કારણે વાળની કુદરતી ચમક ઓછી થવા લાગે છે, તેમાં શુષ્કતા વધવા લાગે છે અને વાળ તૂટવા લાગે છે. - વારંવાર ભૂખ લાગવી :
ભોજનમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન લેવાથી ઝડપથી ભૂખ લાગે છે. વારંવાર ખાવાની ક્રેવિંગ થાય છે, જેનાથી વજન વધે છે. વારંવાર ભૂખ ન લાગે તે માટે ખોરાકમાં પ્રોટીનની માત્રા વધારવી જરૂરી છે. - ફેટી લીવર/લીવરમાં ફેટ જમા થવું :
બોડીમાં પ્રોટીનની કમીને કારણે ફેટી લિવરની સમસ્યા શરૂ થાય છે, જેનાથી લિવરમાં બળતરા, લિવરમાં જખમ અથવા લિવર ફેલ થવાનું રિસ્ક વધી જાય છે. સ્થૂળતાથી પીડિત લોકો અને વધુ આલ્કોહોલનું સેવન કરનાર લોકોને ફેટી લિવરની સમસ્યા થવાની શક્યતા વધુ હોય છે - શરીરમાં સોજા:
શરીરમાં સોજો આવવાનું એક કારણ પ્રોટીનની કમી હોઈ શકે છે. મેડિકલ ભાષામાં તેને એડીમા કહે છે. જ્યારે પણ તમને શરીરના કોઈપણ ભાગમાં સોજો લાગે તો તરત જ ડોકટરની સલાહ લો. - નખ નબળા પડવા :
પ્રોટીનની કમીને કારણે નખની કુદરતી સુંદરતા ઘટવા લાગે છે. નખ સમયાંતરે તૂટતા રહે છે. તેમનામાં આંતરિક સંક્રમણ વધવા લાગે છે, જેના કારણે તેઓ કાળા અને નબળા દેખાવા લાગે છે. - માંસપેશીઓમાં દુખાવો :
માંસપેશીઓના નિર્માણમાં પ્રોટીન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખોરાકમાં પ્રોટીનની કમીને કારણે માંસપેશીઓમાં દુખાવો અને તાણ અનુભવાય છે. આ સાથે, માંસપેશીઓ તેમની જરૂરિયાત પૂરી કરવા માટે હાડકામાંથી પ્રોટીનને શોષવા લાગે છે, જેના કારણે હાડકાં નબળા પડી જાય છે. - હાડકા તૂટવા :
જો તમે આહારમાં યોગ્ય અને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન લો તો માંસપેશીઓમાં દુખાવો તો થાય જ છે, પરંતુ હાડકાં પર પણ તેની ખરાબ અસર પડે છે. પ્રોટીનની કમી સાંધામાં હાજર પ્રવાહીનું નિર્માણ ઘટાડે છે. આના કારણે શરીરનું લચીલાપણું ઘટી જાય છે, આ સિવાય હાડકાં નબળાં થવા લાગે છે અને તેમના તૂટવાનું જોખમ ખૂબ જ વધી જાય છે. - સંક્રમણ થવાનું જોખમ :
રોગપ્રતિકારક શક્તિ પર પણ પ્રોટીનની કમીની ખરાબ અસર કરે છે. જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે શરીરમાં વારંવાર ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે શરીરમાં પ્રોટીનની ઉણપને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે - બાળકોના શારીરિક વિકાસમાં અવરોધ :
જે બાળકોમાં પ્રોટીનની કમી હોય છે તેમને તેમના શારીરિક વિકાસમાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. ખોરાકમાં પ્રોટીનની કમીને કારણે બાળકો કુપોષણ અને અન્ય અનેક રોગોનો ભોગ બને છે. ઘણા સંશોધનો દ્વારા એ પણ સાબિત થયું છે કે પ્રોટીનની કમી ધરાવતાં બાળકોમાં હેલ્ધી ગ્રોથ થતો નથી. - વારંવાર બીમાર પડવું :
જે લોકોમાં પ્રોટીનની કમી હોય છે તેઓ હંમેશા થાક અનુભવે છે. તેઓ ઈન્ફેક્શન અને અન્ય બીમારીઓનો શિકાર બને છે, જેના કારણે વ્યક્તિ વારંવાર બીમાર પડવા લાગે છે. - પ્રોટીનની કમીથી થતી બીમારીઓ
સંક્રામક રોગો અને બેક્ટેરિયાથી થતા રોગો
બાળકોની ઊંચાઈ વધતી અટકવી
શ્વાસ લેવામાં તકલીફ
શરીરમાં ઓછું એનર્જી લેવલ
જ્યારે શરીરમાં ઉર્જાનો અભાવ હોય છે, ત્યારે લોહીનું પરિભ્રમણ અવરોધાય છે અને નવા કોષોના નિર્માણમાં વિલંબ થાય છે, જેના કારણે ઘા મોડો રૂઝાય છે. - પ્રોટીનની કમી દૂર કરવા માટે ખાઓ આ વસ્તુઓ
ડેરી ઉત્પાદનો જેમ કે દૂધ, દહીં, ચીઝ, કુટીર ચીઝ વગેરે.
ઈંડા
ડ્રાઇફ્રૂટ્સ
પીનટ બટર
ફણગાવેલા મગ (સપરાઉટ્સ)
સીફૂડ અને માછલી
કઠોળ
આખા અનાજ, જેમ કે ક્વિનોઆ, ઓટમીલ
સૂર્યમુખી અને તલના બીજ
બાજરીનો રોટલો અને સોયાબીનના લોટની રોટલી
ઓટ્સ, રાગી, કઠોળ, ચોલાઈ વગેરે.