બાહુબલી સેવક તરીકે પ્રખ્યાત અનિલ ગોચીકર આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડર છે. તેમની એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, જ્યારે તેઓ તેમના મોટા ભાઈથી પ્રભાવિત થઈને પુરીમાં તેમના ઘરે પાછા ફર્યા, ત્યારે તેમને બોડી બિલ્ડિંગની લત લાગી ગઈ.
તમને જણાવી દઈએ કે ભગવાન જગન્નાથના બાહુબલી બોડીગાર્ડનું નામ અનિલ ગોચીકર છે. સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિયતા મેળવનાર ગોચીકર બાળપણથી જ અખાડામાં ભાગ લેતો આવ્યો છે. બોડી બિલ્ડિંગમાં પોતાનું સ્થાન બનાવવા ઉપરાંત તેને ઘણા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ગોચીકરનો પરિવાર પેઢીઓથી ભગવાન જગન્નાથના અંગત સુરક્ષા દળનો હિસ્સો રહ્યો છે.
અનિલ તેના મોટા ભાઈ દામોદર પાસે બોડી બિલ્ડિંગ શીખ્યો હતો. દામોદર પણ બોડી બિલ્ડર હતો પરંતુ પિતાના અવસાન બાદ તેણે બોડી બિલ્ડીંગ છોડી દેવી પડી હતી. તેના પિતા પુરી મંદિરમાં પૂજારી હતા. અનિલ દરરોજ માટીના વાસણમાં રાંધેલો ખોરાક ગ્રહણ કરે છે. તે શુદ્ધ શાકાહારી છે. અનિલે કહ્યું કે, હું મહાપ્રભુની સેવા કરતા પરિવારમાંથી આવું છું. મારા સિવાય મારા મોટા ભાઈ અને પરિવારના બીજા ઘણા સભ્યો પણ શ્રીમંદિરમાં સેવક છે. માતા-પિતા પણ મહાપ્રભુના સેવક હતા.
સાત વાર મિસ્ટર ઓડિશા અને ત્રણ વાર ઇસ્ટર્ન ઇન્ડિયા ચેમ્પિયન બનવાની સાથે એમની ઉપલબ્ધીઓ શરૂ થાય છે. તમને જણાવી દઈએ કે ગોચીકર ચાર વાર મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ જીતી ચુક્યા છે. વર્ષ 2014માં વર્લ્ડ ચેમ્પિયનશીપમા એમને બ્રોન્ઝ મેડલ પોતાનાં નામે કર્યું હતું. એ સિવાય વર્ષ 2016માં દુબઈમાં થયેલી બોડીબિલ્ડર્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ હાસિલ કરી એમને ભારતનું નામ રોશન કર્યું હતું.
ગોચીકરનું આવું શરીર જોઈને તમારા મનમાં ક્યાંક વિચાર આવ્યો જ હશે કે આવું શરીર માત્ર માંસાહારી ખોરાક કે ઈંડા ખાવાથી જ બની શકે છે. તમારી ગેરસમજને તોડીને અમે તમને જણાવી દઈએ કે ગોચીકર શુદ્ધ શાકાહારી છે. પરંતુ તેઓ માને છે કે જો તમે શાકાહારી છો તો તમારે સારું શરીર બનાવવા માટે માંસાહારી વ્યક્તિ કરતાં વધુ કસરત કરવી પડશે.ગોચીકર શુદ્ધ શાકાહારી છે અને દારૂ, સિગારેટ અથવા કોઈપણ તમાકુ ઉત્પાદનોથી દૂર રહે છે. તેમના આહારમાં પ્રોટીન માટે કઠોળ, સોયાબીન, બ્રોકોલી વગેરે, ચરબી માટે દેશી ઘીનો સમાવેશ થાય છે. તેઓ કહે છે કે જો તમે શાકાહારી છો, તો તમારે માંસાહારી કરતાં વધુ કસરત કરવી પડશે.
અનિલ ગોચીકર કહે છે કે જો તમે ભગવાનની સેવામાં કંઈપણ યોગદાન ન આપો તો આ શરીર કોઈ કામનું નથી. બાહુબલી બોડીગાર્ડ્સને ભગવાનની શક્તિમાં અતૂટ વિશ્વાસ છે. કોવિડ-19 દરમિયાન, ગોચીકર ગ્રાન્ડ રોડ પર રથ ખેંચતા જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમને સોશિયલ મીડિયા દ્વારા લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.