ભગવાન શિવને લોકો પોતાના આરાધ્ય દેવ માને છે. હિન્દૂ ધર્મમાં ભગવાન શિવ શંકરને બધા દેવોમાં સૌથી ઊંચું સ્થાન પ્રાપ્ત છે, એટલે એ દેવાધિદેવ મહાદેવ કહેવાય છે. એમની કૃપાથી મોટામાં મોટું સંકટ પણ દૂર થાય છે. ભગવાન શિવ શંકરને મનુષ્ય તો શું દેવી દેવતા, સુર અસુર બધા જ પૂજે છે. માનવામાં આવે છે કે ભગવાન શિવ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જતા દેવતા છે. એ ફક્ત ભાવના ભૂખ્યા છે. જો કોઈ ભક્ત શ્રધ્ધા પૂવર્ક એમને ફક્ત એક લોટો જળ પણ અર્પિત કરી દે તો પણ એ પ્રસન્ન થઈ જાય છે. એટલે એમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. જ્યોતિષ અનુસાર કહેવામાં આવે છે શિવ પૂજનમાં જો તમે અમુક ખાસ ઉપય કરો છો તો શિવજીની કૃપા જળવાઈ રહે છે. તો ચાલો જાણી લઈએ શિવજીને પ્રસન્ન કરવાના ઉપાય વિશે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના લગ્નમાં અડચણો આવતી હોય તો શિવલિંગ પર કેસર ભેળવીને દૂધ ચઢાવવું જોઈએ. દેવી પાર્વતીની પણ પૂજા કરવી જોઈએ. આનાથી જલ્દી સારા સંબંધો આવવા લાગશે.
નિયમિત રીતે માછલીને લોટની ગોળીઓ ખવડાવો. આ દરમિયાન ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરો. સોમવારથી આ ઉપાય શરૂ કરો અને ત્યાર બાદ દરરોજ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી ખરાબ સમય દૂર થઈ શકે છે.
21 બિલીપત્ર પર ચંદનથી ૐ નમઃ શિવાય લખીને શિવલિંગ પર ચડાવો. એનાથી શિવજી પ્રસન્ન થાય છે અને એમની કૃપા ભક્તો પર જળવાઈ રહે છે. એ સિવાય શિવજીના વાહન નંદી એટલે કે બળદને લીલો ચારો ખવડાવો. એનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તકલીફો ખતમ થાય છે
તાંબાના લોટામાં જળ લઈને કાળા તલ ભેળવો અને શિવલિંગ પર ચડાવો. સાથે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. માન્યતા છે કે એનાથી શનિના દોષ દૂર થાય છે. જ્યોતિષ અનુસાર ઘરમાં પારસ શિવલિંગ લાવો અને એની રોજ પૂજા લરો. એનાથી તમારી આવક.
વધવાના યોગ બની શકે છે
જયોતિષ શાસ્ત્ર અનુસાર લોટથી 11 શિવલિંગ બનાવો. 11 વાર એનો જળાભિષેક કરો. એ ઉપાયથી સંતાન પ્રાપ્તિના યોગ બને છે. શિવલિંગ પર શુદ્ધ ઘી ચડાવો. પછી જળ ચડાવો.