સુરતના મહેશભાઈ સવાણીને કોઈ ન ઓળખતું હોય એ તો વળી કઈ રીતે બને. સુરતના જાણીતા સમાજ સેવક અને બિઝનેસમેન મહેશ સવાણી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે.
પોતાની લાઈફ સાથે જોડાયેલી બધી જ માહિતી તેઓ ફેસબુક દ્વારા આપણા સુધી પહોંચાડતા રહે છે, એવામાં હવે હાલમાં જ એમને એમના પૌત્રના જન્મદિવસની ઉજવણીના કેટલાક ફોટા અપલોડ કર્યા છે
મહેશભાઈ સવાણીએ પોતાના દીકરા મિતુલ સવાણીના પુત્ર વિવાનનો જન્મદિવસ તેમના પરિવારના લોકો સાથે ખૂબ જ સાદાઈથી ઉજવ્યો હતો પણ એનું ડેકોરેશન ખૂબ જ સુંદર અને ભવ્ય છે. આ ફોટા જો તમે એકવાર જોશો તો જોતા જ રહી જશો.
મહેશભાઈ સવાણીએ પૌત્રના જન્મદિવસની તસ્વીરો સાથે પોતાના પૌત્રની તસ્વીરો તેમજ તેમની સાથે વિતાવેલી આનંદદાયક પળ કેદ કરવામાં આવી હોય એવી તસ્વીરો પણ શેર કરી છે જેને તમે જોઈ શકો છો.
મહેશભાઈ સવાણીના પરિવારની તસવીરોમાં તમે જોઈ શકો છો કે, મહેશભાઈએ તેમના બંને દીકરાઓ મોહિત અને મિતુલ તેમજ તેમની ધર્મપત્ની અને તેમની બંને પુત્રવધુઓ સાથેની ખૂબ જ યાદગાર તસ્વીરો અપલોડ કરી છે.
પરિવાર ઉપરાંત મહેશભાઇના સગા સંબંધીઓ પણ આ તસવીરોમાં જોવા મળે છે. આ તસ્વીરો જોઈને તમને પણ ખ્યાલ આવી જ ગયો હશે કે ખરેખર મહેશ સવાણીએ પોતાના પૌત્રનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો છે.
હાલમાં સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ મહેશ ભાઈ સવાણી તેમના મિત્રો સાથે ઉનાળાનું વેકશન માણવા માટે મનાલી ગયા હતા અને ત્યાંના ફોટા પણ એમને ફેસબુક પર શેર કર્યા હતા
મહેશભાઈ એ પોસ્ટ કરેલી વેકેશનની તસવીરોમાં મહેશભાઈ મોજીલા અંદાજમાં જોવા મળ્યા હતા, ત્યારે આ જન્મદિવસની તસ્વીરોમાં તેમના પૌત્ર સાથે બાળક બનીને રમી રહ્યા છે.