દરેક વ્યક્તિ પોતાની રીતે એના દીકરા કે દીકરીના લગ્નને ધામધૂમથી ઉજવવાનો પ્રયત્ન કરે છે. લગ્નમાં અન્ય ઘણા રીતરિવાજો પણ હોય છે. અને એના જ કારણે લગ્નપ્રસંગ દિપી ઉઠે છે.
એમાંય વળી મામેરાના પ્રસંગની તો વાત જ નિરાલી છે. આ પ્રસંગમાં ભાઈ પોતાની બહેનના બાળકોના લગ્નના મામેરા ભરે છે. અને આ એક એવો પ્રસંગ છે જેમાં દરેક મામા એની ભાણી કે ભાણાને યથાશક્તિ મજબ ભેટ આપે છે. એવામાં હાલ એક ખૂબ જ અનોખા મામેરાની ચર્ચા ચારે તરફ થઈ રહી છે
હાલમાં જ એવા સમાચાર વહેતા થયા છે કે, એક મામાએ ભાણકીના લગ્ન મામેરામા 51 લાખ રુપીયા અને 25 તોલા સોનુ આપ્યું છે. અને મામાએ કરેલા આ મામેરાની લગ્ન મા સૌ કોઈ જોતા જ રહી ગયા. આપણને ભાગ્યે જ આવું મામેરું જોવા કે સાંભળવા મળે છે. તો ચાલો જાણી લઈએ આ અનોખી ઘટના ક્યાં ગામમાં બની છે. આ અનોખા મામેરા નાગોરના લાડનું ગામમાં ભરવા આવ્યા છે.
એક મામાં કે જેઓ ખેડૂત છે એમને તેમની 2 ભત્રીજીના લગ્નના મામેરા લગભગ 51 લાખ રૂપિયામાં ભર્યા. જ્યારે મામા તેમની ભાણીઓન મામેરા માટે થાળીમાં નોટો અને જ્વેલરી લાવ્યા તો બધાને આ જોઈને ખૂબ જ નવાઈ લાગી. ભાઈનો આવો પ્રેમ જોઈને બહેનની આંખમાં તો આંસુ આવી ગયા. એટલું જ નહીં, ભાઈઓએ બહેનને 500-500 રૂપિયાની નોટોથી શણગારેલી ઓઢણી પણ પહેરાવી હતી.
નાગોરમાં રહેત સીતા દેવીની બે દીકરીઓ પ્રિયંકા અને સ્વાતીના લગ્ન થયા હતા. ભાઈ મગનરામે કહ્યું હતું કે તેમની બહેન સીતા દેવી 5 ભાઈઓની એકની એક બહેન છે. મોટા ભાઈ રામ નિવાસનું ત્રણ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. તેમની ઈચ્છા હતી કે જ્યારે પણ બહેનના મામેરા થાય ત્યારે તે સૌથી અમૂલ્ય હોવા જોઈએ. મામેરામાં કોઈ પણ પ્રકારની કમી ન આવી જોઈએ.રાજોદના રહેવાસી ચાર ભાઈઓ સુખદેવ, મગનરામ, જગદીશ, જેનારામ અને ભત્રીજો સહદેવ રેવાર મામેરા લઈને પહોંચ્યા.
લગ્ન દરમિયાન સ્વજનો અને પંચ પટેલની હાજરીમાં મામેરા ભરવામાં આવ્યા હતા. મોટા ભાઈની ઈચ્છા સારું મામેરું કરવાની હતી અને એ માટે તે 30 વર્ષથી પૈસા જમા કરી રહ્યા છે. શરૂઆતથી જ પરિવાર ઈચ્છતો હતો કે બે ભાણીની માયરા હર્ષોલ્લાસથી ભરેલી રહે.તેના પર ચારેય મામા થાળીમાં 51,11,000 રૂપિયા અને, 25 તોલા સોનું તેમજ 1 કિલો ચાંદીના દાગીના લઈને પહોંચ્યા હતા. આ ઉપરાંત બહેનના સાસરિયાઓને પણ સોના-ચાંદીના ઘરેણા ભેટ તરીકે આપવામાં આવ્યા હતા.