મહેન્દ્ર સિંહ ધોની ભારતના સૌથી મહાનતમ કેપટનમાં સામેલ છે. એમને લાંબા સમય સુધી ટિમ ઇન્ડિયાની કમાંન સાંભળી. કેપટનશિપ છોડ્યા બાદ પણ ધોની ભારત માટે રમ્યા અને વિરાટ સાથે મળીને ભારતીય ક્રિકેટને સંભાળી. આ બન્ને ખેલાડીઓએ મેદાનમાં ભારતને મેચ જીતાડવાથી લઈને યુવા ખેલાડીઓના સિલેક્શન અને બીસીસીઆઈની સામે ખેલાડીઓની સમસ્યા મુકવા સુધીની દરેક વાતમાં ભાગીદારી કરી. એવી જ એક બાબત વિશે વિનોદરાયે પોતાની બુકમાં ખુલાસો કર્યો છે. એમને જણાવ્યું કે ધોની અને વિરાટે 2017માં જ વર્કલોડની સમસ્યા જણાવી દીધી હતી પણ હજી સુધી એનું સમાધાન નથી થયું
વિનોદ રાય તેમના પુસ્તક “Not Just A Night Watchman: My Innings in the BCCI” માં ઘણા કિસ્સાની ચર્ચા કરવામાં આવી છે. એમાં વિરાટ અને ધોની સાથેની આ મુલાકાતનો એક કિસ્સો પણ છે, જેમાં બંને ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાને લગતી ઘણી સમસ્યાઓ વિશે જણાવ્યું હતું.
વિનોદ રાયે તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે આ મીટિંગ 31 ઓક્ટોબર 2017ના રોજ નવી દિલ્હીની ITC મૌર્ય હોટલમાં થઈ હતી. આ દરમિયાન બંને ખેલાડીઓએ વર્કલોડનો મુદ્દો ઉઠાવ્યો હતો. 2016માં ભારતીય ખેલાડીઓએ 232 દિવસ સુધી મેચ રમી હતી. આ પછી આઈપીએલમાં પણ બે મહિના સુધી ક્રિકેટ રહી હતી. આ સિવાય ખેલાડીઓના કોન્ટ્રાક્ટ, વળતર અને તેમના પરિવારના વિદેશ પ્રવાસમાં રહેવા અંગે ચર્ચા થઈ હતી. વિનોદ રાયે એમ પણ કહ્યું છે કે ભારતીય ખેલાડીઓનો પગાર ઘણો વધારે છે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર સમસ્યાઓ હતી જેનું સમાધાન કરવામાં આવ્યું છે.
વિરાટ અને ધોની સાથેની મિટિંગ બાદ વિનોદ રાયના નેતૃત્વમાં બીસીસીઆઈએ ઘણા ફેરફારો કર્યા હતા. વાર્ષિક કરારને ચાર ભાગો A+, A, B અને Cમાં વહેંચવામાં આવ્યો હતો. A+ કેટેગરીના ખેલાડીઓને 8 કરોડ રૂપિયા, A કેટેગરીમાં 7 કરોડ રૂપિયા, B કેટેગરીમાં 5 કરોડ રૂપિયા અને C કેટેગરીમાં 3 કરોડ રૂપિયા ફી ચૂકવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. BCCI નાણા સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ દરખાસ્તોનો સારો પ્રતિસાદ આપ્યો હતો, પરંતુ કેટલીક બાબતો અટકી જવાને કારણે તાત્કાલિક નિર્ણય લઈ શકાયો ન હતો.
મહિલા ક્રિકેટ ખેલાડીઓને પણ આનો ફાયદો મળ્યો અને BCCIએ પૂર્વ મહિલા ક્રિકેટરોના પેન્શનમાં વધારો કર્યો. પહેલા આ પેન્શન 15,000 રૂપિયા પ્રતિ માસ હતું, જે વધારીને 22,500 રૂપિયા કરવામાં આવ્યું છે