હાલના સમયમાં પૈસાનું મહત્વ વધતું જ જાય છે. નાની મોટી દરેક જરૂરિયાત પૂરી કરવા પૈસા એ સૌથી અગત્યની જરૂરિયાત છે. આપણે બધા જ નાણાંનું મૂલ્ય ખૂબ જ સારી રીતે જાણીએ છીએ. પણ એક સમય હતો જ્યારે ભારતને સોનાની ચકલી કહેવામાં આવતું હતું કારણ કે ભારતના રાજાઓ પાસે ઘણી બધી સંપત્તિ અને કિંમતી ઝવેરાત હતા
જેમ જેમ સમય વીત્યો એમ બધું બદલાતું ગયું, કહેવાય છે કે પૈસા એ હાથનો મેલ છે. એટલે જો પૈસાને સાચવવામાં ન આવે તો માણસને પાયમાલ થઈ જતા વાર નથી લાગતી. આજે આપણે એવા જ એક પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમની પાસે એટલી બધી સંપત્તિ હતી કે તેઓ હાલના દેશ અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી કરતા પણ વધુ ધનવાન હતા પણ આજે એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે
આજે આપણે હૈદરાબાદના છેલ્લા નિઝામ તેવા ઉસ્માન અલી ખાન વિશે વાત કરવાની છે. જો વાત નિઝામના અંગત જીવન અંગે કરીએ તો તેમનો જન્મ 6 એપ્રિલ, 1886 ના રોજ થયો હતો તેમના પિતાનું નામ મહેબૂબ અલી ખાન હતું. તમને જણાવી દઈએ કે 20 મી સદીમા તેમની પાસે આશરે 200 કરોડના સોના ચાંદાના ઘરેણાં હતા અને એ સિવાય 400 કરોડની અન્ય ઝવેરાત પણ હતી.
આપણા બધાને જ ખબર છે એમ હાલમાં વિશ્વ ની સૌથી મોંઘી અને સુરક્ષિત કાર પૈકી એક રોલ્સ રોયસની કિંમત ખૂબ જ ઉંચી છે. હાલ પણ અમુક લોકો જ આ મોંઘી ગાડી ખરીદી શકે છે પણ નિઝામ ઉસ્માન અલી ખાન પાસે વર્ષ 1912 માં 50 જેટલી રોલ્સ રોયસ કાર હતી.
એક અહેવાલ અનુસાર વર્ષ 1940માં તેમની પાસે 2.36 અબજ ડોલરની સંપત્તિ હતી. બીજી એક રસપ્રદ વાત એ છે કે નિઝામ 1340 કરોડના હીરાને એમના પેપર વેઈટ તરીકે રાખતા હતા. નિઝામ પોતાની સંપતિ ને કારણે આખા ભારત માં અલગ અલગ અનેક નામથી ઓળખાતા હતા. જેમકે રુસ્તમ -એ- દરમિયાન ઉપરાંત એરિસ્ટોટલ -એ- ઝમાન, મમલુક અને નિઝામ દૌલા, નવાબ મીર સર ઉસ્માન અલી ખાન બહાદુર વગેરે જેવા નામોથી ઓળખાતા હતા.
આટલી જાહોજલાલી હોવા છતાં આજે તેમનો પરિવાર ઘણો કંગાળ થઈ ગયો છે અને તેમની પાસે પોતાના કોર્ટ કેશ લડવા માટે પણ પૈસા નથી. એક સમયે ભારતની અર્થતંત્ર કરતા પણ વધુ પૈસા ધરાવતા નિઝામના પરિવાર નો હાલ આમ બેહાલ કઈ રીતે થયો. 29 ફેબ્રુઆરી, 1967 ના રોજ ઉસ્માન અલી ખાનનું મૃત્યુ થયું હતું. એ દરમિયાન નિઝામે પોતાની સંપતિના વારિસ તરીકે પોતાના પુત્રોને બદલે મુકરામ જહાંને પોતાનો વરસાદાર બનાવ્યો હતો.
તમને સવાલ થશે કે આ મુકરામ જહાંને કોણ છે તે અંગે તો જણાવી દઈએ કે મુરકમની મા તુર્કી હતી. જ્યારે મુરકમના લગ્ન પૂર્વ મિસ તુર્કી ની યુવતિ સાથે થયા હતા જણાવી દઈએ કે અગાઉ મુરકમ ઑસ્ટ્રેલિયામાં રહેતો હતો જ્યારે હાલ તે ઇસતંબુલમાં રહે છે