છેલ્લા ઘણા સમયથી કાગવડના ખોડલધામના ચેરમેન નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. એવમાં હવે પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી પર રોક લાગતા જ નરેશ પટેલ પણ રાજકારણમાં પ્રવેશ નહિ કરે એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે પણ હવે આ તમામ અટકળોનો અંત લાવતા હોય એમ નરેશ પટેલે ટૂંક સમયમાં જ રાજકારણમાં જોડાવા અંગે સંકેત આપ્યા છે.
કાગવડના ખોડલધામમાં જુદા-જુદા ત્રણ ટ્રસ્ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હાજર રહ્યા હતા. આ બેઠકમાં નરેશ પટેલે મીડિયા સાથે અનેક બાબતો અંગે વાતચીત કરી હતી. નરેશ પેટલે આ વાતચીતમાં પોતાના રાજકારણમાં જોડવાથી લઈને પ્રશાંત કિશોર સહિતના તમામ મુદ્દાઓ જણાવ્યું હતું.
નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જુદા જુદા ટ્રસ્ટની આજે મળેલી બેઠકમાં કોઈ જ પ્રકારની રાજકીય ચર્ચા કરવામાં આવી નથી. કન્વીનરની જે બેઠક મળી હતી એમાં ફક્ત સંગઠન લક્ષી વાતો જ કરવામાં આવી હતી
હાલ નરેશ પટેલના રાજકીય પ્રવેશની અટકળો ચાલી રહી છે એવામાં કન્વીનરની મહત્વની બેઠકમાં આંતરિક સર્વે કરવામા આવ્યો છે. એવી માહિતી મળી રહી છે કે આ બેઠકમાં જેમાં કન્વીનરના સમૂહે નરેશ પટેલને રાજકીય પ્રવેશ કરો તેવું કહ્યું છે. આગામી દિવસોમાં જિલ્લા-તાલુકા કન્વીનરની બેઠક બોલાવશે પણ હાલ જે બેઠક મળી એ બેઠકમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાય તેવો સંકેત ચોક્કસથી મળ્યો છે
નરેશ પટેલે કાગવડના ખોડલધામની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, હું ટૂંક સમયમાં જ મારો નિર્ણય જાહેર કરી દઈશ. મારે પણ હવે આ મામલે લાબું ખેંચવું નથી. આ સાથે જ એમને એમ પણ જણાવ્યું હતું કે આ મહિનાના અંતમાં હું રાજકારણમાં જોડાવાનો સમય જણાવીશ. તેમણે કહ્યું કે, બહેનો અને યુવાઓ ઈચ્છે કે હું રાજકારણમાં જોડાઉં પરંતુ વડીલોની ઈચ્છા છે કે હું રાજકારણમાં ન જોડાઉ.
તમને જણાવી દઈએ કે પ્રશાંત કિશોરવા કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવાની ઓફર ઠુકરાવી દીધી છે એ બાદથી ત નરેશ પટેલ પણ હવે કોંગ્રેસમાં નહીં જોડાય તેવી ચર્ચાઓને વેગ મળ્યો હતો. જો કે આજે નરેશ પટેલે એ વાતની સ્પષ્ટતા કરી દીધી છે કે કે પ્રશાંત કિશોરના નિર્ણયની અસર તેમની પર નહીં પડે.
નરેશ પટેલે કહ્યું કે પ્રશાંત કિશોર મારા ખૂબ જ સારા મિત્ર છે અને જો હું રાજકારણમા જોડાઈશ તો તે ચોક્કસ મારી સાથે ઊભા જ રહેશે. આ ઉપરાંત તેમને એ પણ જણાવ્યું કે કોંગ્રેસમાં ન જોડાવવું એ એમનો અંગત નિર્ણય છે અને પ્રશાંત કિશોરે ફક્ત કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવાની ના પાડી છે, એમને રાજકારણથી દુર જવાની વાત કરી જ નથી
નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશને લઈને ફક્ત વાતો કરી રહ્યા છે પણ હજી એમને આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી કે નથી કોઈ તારીખ જાહેર કરી છે એવામાં નરેશ પટેલે જે નિવેદન આપ્યું છે કે યુવાનો અને બહેનો ઈચ્છે છે કે હું રાજનીતિમાં આગળ વધુ પણ વડીલો નથી ઇચ્છતા કે હું રાજકારણમાં પ્રવેશ કરું. આ ઉપરાંત તેમને એમ પણ કહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં એ ફાઈનલ તારીખ આપી દેશે