ટીવી સિરિયલ અનુપમામાં શાહ પરિવાર અને અનુજ કપાડીયા વચ્ચે તનાતની જોવા મળી રહી છે. જ્યારથી વનરાજે બધાની સામે અનુપમાંનું અપમાન કર્યું છે ત્યારથી અનુજ કપાડીયા નિરાંતે નથી સુઈ શક્યો. એવામાં એ ઈચ્છે છે કે અનુપમાં થોડા દિવસ માટે તો થોડા દિવસ માટે પણ શાહ પરિવારથી દુર રહે. હવે અનપમાં તો અનુપમાં છે. અને એ ક્યાંથી પોતાના પરિવારથી દુર રહી શકે? એવામાં અનુપમાં અને અનુજ વચ્ચે થોડા ક્ષણનું અંતર આવી જાય છે પણ બીજી જ ક્ષણે બન્ને બધું સમજીને આગળ વધે છે.
અત્યાર સુધીમાં તમે અનુપમાંમાં જોયું કે બરખા એ જોઈને પરેશાન થઈ જશે. એને લાગી રહ્યું હતું કે અનુજ અને અનુપમાં વચ્ચે બહેસ ક્યારેય ખતમ નહિ થાય. સાથે પાખી અને રાખી દવે પર પણ મેકર્સે ખૂબ જ ફોકસ કર્યું છે તો ચાલો જાણી લઈએ અનુપમાંના અપકમિંગ એપિસોડમાં શુ શુ થવાનું છે
અધિક પોતાની બહેન બરખાને પ્લાનીંગમાં મદદ કરવાનો છે. એ અનુપમાંની લાડકી દીકરી પાખીને પોતાની ઝાળમાં ફસાવી શાહ હાઉસના સભ્યોને નીચું દેખાડવાનો છે. એવામાં હવે એ પાખીને ફોન કરીને એને ચીયર અપ કરવાનું નાટક કરશે. પાખી પહેલેથી જ અધિકને પસંદ કરે છે અને એવામાં એને હવે આ બધું ગમવા લાગશે. અધિક વાતને આગળ વધારવા પાખીને કોફી ડેટ પર આવવાનું કહેશે. પાખીની ખુશીનું કોઈ ઠેકાણું નથી રહ્યું અને એ ડેટ પર જવા માટે પણ તૈયાર થઈ જશે. આ બાજુ અનુપમાંને ખબર પડી ગઈ છે કે અધિક અને પાખી વચ્ચે કંઈને કઈ જરૂર ચાલી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે સમય રહેતા અનુપમાં બધું સંભાળી લેશે જે નહિ. કે પછી બધું બરબાદ થયા પછી અનુપમાં અને વનરાજને આ વાતનો અણસાર આવશે
અનુપમાંમાં હવે તમે જોશો કે રાખી દવે પાછી આવી ગઈ છે. અને આવતાની સાથે જ એ બાને મહેણાં મારશે. બાપુજીની સામે જ રાખી દવે અને બા વચ્ચે જીભાજોડી થશે. અનુપમાં બાકીના લોકો સાથે શાહ હાઉસ પહોંચશે અને બાપુજીને પોતું કરતા જોઈ એનું દિલ કપાઈ જશે. બીજી તરફ રાખી દવે એક જ વાત પર અડી જશે કે એની દીકરી કિંજલનું બેબી શાવર એના જ ઘરમાં થશે શાહ હાઉસમાં નહિ.