આપણે રોજબરોજ અકસ્માતના ઘણા બનાવો વિશે સાંભળીએ જ છીએ. જેમાં કઈ કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી દે છે. આવી જ એક દુઃખદ ઘટના પાટણના ચાણસ્મા હાઇવે પર બની છે. જ્યાં એક દીકરી કોલેજની પરીક્ષા આપીને ઘરે જઈ રહી હતી ત્યારવા એની સાથે થયું એવું કે દીકરી ઘરે જ પહોંચી જ ન શકી.
તમને જણાવી દઈએ કે અકસ્માતનો ભોગ બનેલી દીકરીનું નામ બીજલ પ્રજાપતિ હતું અને તે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી.બીજલ પરીક્ષા આપવા માટે ચાણસ્મા-રૂપપુર હાઇવે પર આવેલી પોતાની કોજેલમાં પેપર આપવા માટે ગઈ હતી.
બીજલ પોતાનું પેપર પૂરું કરીને ઘરે જવા નીકળતી હતી એ સમયે હાઇવે પર આવતાની સાથે જ એક ઇકો કારે બીજલની એક્ટિવાને ટક્કર મારી હતી અને એ સાથે જ બીજલ એક્ટિવા સાથે દૂર ફંગોળાઈ ગઈ હતી અને ઘટનાસ્થળે જ એનું મૃત્યુ થઈ ગયું હતું
આ ઘટના બન્યા બાદ લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે ભેગી થઈ ગઈ હતી. બીજલના પરિવારના લોકોને ઘટનાની જાણકારી મળતાની સાથે જ તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોતાની લાડકવાયી દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો
તમને જણાવી દઈએ કે પરીક્ષા દરમિયાન આ બીજલનું છેલ્લું પેપર હતું અને એ પછી તેની કોલેજ પુરી થઇ રહી હતી અને કોજેલના છેલ્લા પેપરના દિવસે જ દીકરીનું મૃત્યુ થઇ જતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી.પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને ઇકો કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી.અને ઘટનાની પ્રાથમિક તાપસ હાથ ધરી હતી.
બીજલના માતા પિતાએ દીકરીના લગ્નના ઘણા સપના જોયા હતા પણ એમની લાડકી દીકરીનીના લગ્ન થાય તેની પહેલા જ એનું મૃત્યુ થઇ જતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.