દીકરીના લગ્નનો ભાર સામાન્ય પરિસ્થિતિ ધરાવનાર પિતા પરથી ઓછો થાય અને એ સાથે જ સમાજમાં એકતાનું એક ઉત્તમ પ્રતીક સાબિત થાય એ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.
આજના હવે દરેક જ્ઞાતિ અને ધર્મના સમૂહ લગ્ન સિવાય અનેક એવા કાર્યક્રમોનું સમૂહમાં આયોજન કરવામાં આવે છે, આજે આપણે એક એવા સમૂહ લગ્નની વાત કરીશું, જેમાં દીકરીઓને સમૂહ લગ્ન દરમિયાન કરીયાવરમાં એવી વસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે કે જેને જોઈને તમને પણ નવાઈ લાગશે.
તમે જોયું જ હશે કે દીકરીને સમૂહ લગ્ન દરમિયાન દકરિયાવરમાં ચમચી થી લઈને જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ આપવામાં આવે છે, આ ઉપરાંત સોના અને ચાંદીની ભેટ પણ આપવામાં આવે છે, પરતું હાલમાં જ ગુજરાતનાં પાટણમાં યોજાયેલ સમૂહલગ્નમાં દીકરીઓને કરીયાવારમાં એવી વસ્તુઓ આપવામાં આવી છે, જે દરેક સાસરિયા એ સ્વીકારવી જ જોઈએ.
દીકરીઓને કરિયાવરના નામે દહેજનો અત્યાચાર કરવામાં આવે છે એ વાતથી આપણે કોઈ અજાણ નથી. હાલમાં પાટણમાં જે સમૂહ લગ્ન યોજાયા એ સૌ કોઈ માટે પ્રેરણા રૂપ બન્યા છે.
વાત જાણે એમ છે કે,યુવા આગેવાન દરબાર મંગાજી પનાજી દ્વારા પાટણ તાલુકાના ડેર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં સામેલ થઈ નવદંપતિઓએ સુખી દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી.
35 નવ દંપતિઓએ આ સમૂહલગ્નમાં 35 પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. નવદંપતિને આશીર્વાદ આપવા સામાજિક આગેવાનો, સંતો-મહંતો અને રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા. ડેર ખાતે સમૂહલગ્નનું આયોજન કરનાર ઉદ્યોગપતિ મંગાજી દરબારે પણ એમની દીકરીના લગ્ન સમૂહલગ્નમાં જ કરાવી સમાજને એક પ્રેરણાત્મક દાખલો પૂરો પાડ્યો
આ સમૂહલગ્નની ખાસ વાત એ કે તેના આયોજક દ્વારા દીકરીઓને કરિયાવર રૂપે હિન્દુ સંસ્કૃતિના મહાન ગ્રંથ ભગવદ્ ગીતાનું પુસ્તક અને તુલસીના ક્યારા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. સમાજમાંથી કુરિવાજો અને ખોટા ખર્ચ બંધ થાય અને સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે. તેમક વ્યસન મુક્ત બને તેવાં આશયથી પોતાની દીકરીને પણ આ સમૂહ લગ્નમાં સપ્તપદીના સાત ફેરા ફેરવીને સમાજમાં આગેવાનો દ્વારા સંદેશ પાઠવવામાં આવેલ હતો.