ભારતના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક એટલે મુકેશ અંબાણી. તેઓ ભલે ખૂબ જ નામ કમાયા હોય, પરંતુ તેઓ એક ફેમીલી મેન પણ છે. પોતાના પરિવાર સાથે તેમણે અપાર લગાવ છે. એમાંય જ્યારથી તેઓ દાદા બન્યા છે ત્યારથી તેઓ ખૂબ જ ખુશ છે. આમ તો બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર સોશિયલ મીડિયા અને લાઇમલાઈટથી દુર જ રહે છે પણ તો ય એમની એક વાયરલ તસ્વીર ચર્ચામાં આવી જાય છે.
તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ વર્ષ 1985માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા. અને એમના આકાશ, ઈશા અને અનંત અંબાણી નામના ત્રણ બાળકો પણ છે. જ્યાં મુકેશ અંબાણી તેમની સાદગી માટે જાણીતા છે, ત્યાં તેમના પત્ની અને બિઝનેસ વુમન નીતા અંબાણી તેમના ગ્લેમરસ લુક અને લાઇફસ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. સાથે જ તેમના બાળકો પણ સતત ચર્ચામાં રહે છે.
વર્ષ 2018માં મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ બિઝનેસમેન આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. તો તેમના પુત્ર આકાશ અંબાણીની વાત કરીએ તો એમને વર્ષ 2019માં હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા. લગ્ન પછી વર્ષ 2020માં શ્લોકા અને આકાશના ઘરે પારણું બંધાયું અને તેઓએ એક પુત્રનું સ્વાગત કર્યુ. જેનું નામ પૃથ્વી આકાશ અંબાણી છે. પૃથ્વી સમગ્ર અંબાણી પરિવારની આંખોનો તારો છે. અને એમાંય તેના દાદા મુકેશ અંબાણીનો તો જાણે એ જીવ બની ગયો છે.
અંબાણી પરિવારના એક ફેન પેજએ એક તસવીર શેર કરી છે.જેમાં મુકેશ અંબાણી તેમના પૌત્ર પૃથ્વી સાથે દેખાઈ રહ્યા છે.. ફોટોમાં મુકેશ અંબાણી પૃથ્વીને ગાલ પર કિસ કરતા જોવા મળે છે. આ તસ્વીરમાં પૃથ્વી એકદમ ક્યુટ લાગી રહ્યો છે. આ તસ્વીરમાં દાદા-પૌત્ર વચ્ચેનું બોન્ડિંગ ઉડીને આખે વળગે એવું છે
પણ આ કઈ પહેલીવાર નથી કે દાદા પૌત્રની તસ્વીર વાયરલ થઈ હોય, આ અગાઉ 16 એપ્રિલ 2022ના રોજ અંબાણી પરિવારના ફેન પેજ પરથી દાદા-પૌત્રની એક તસવીર શેર કરવામાં આવી હતી. ફોટામાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણી ખુરશી પર બેસીને ચાની ચુસ્કી લઈ રહ્યા છે અને પૌત્ર પૃથ્વી તેમને પ્રેમથી જોઈ રહ્યો છે.
મુકેશ અંબાણીનો પૌત્ર પૃથ્વી 10 ડિસેમ્બર, 2021ના રોજ એક વર્ષનો થયો હતો અને આ ખાસ પ્રસંગ અંબાણી પરિવારે ગ્રાન્ડ સેલિબ્રેશન કર્યું હતું. અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં તેમના પૈતૃક ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેની ઘણી ઝલક સામે આવી હતી. જો કે, એક તસવીરે બધાના દિલ જીતી લીધા હતા.
એ સમય દરમ્યાન ઈશા અંબાણીના ફેન પેજ પરથી શેર કરવામાં આવેલ ફોટામાં કોકિલાબેન, મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ, ઈશા, શ્લોકા અને પ્રિન્સ પૃથ્વી અંબાણી જોવા મળ્યા હતા. આ વાયરલ તસ્વીરમાં પિતા આકાશ અને પુત્ર પૃથ્વી સિવાય, દરેક વ્યક્તિ સફેદ રંગના ટી-શર્ટમાં વાદળી રંગમાં ‘1’ અને તેના પર પૃથ્વીનું નામ લખેલું દેખાઈ રહ્યું હતું.