રિટાયરમેન્ટ પછી જિંદગી આરામથી વીતી શકે એ માટે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક રોકાણ કરે છે. જો તમે ઈચ્છો છો કે વૃદ્ધાવસ્થા આરામથી પસાર થાય, તો તમારે નોકરીની શરૂઆતથી જ રિટાયરમેન્ટનું પ્લાનિંગ શરૂ કરી દેવું જોઈએ. જો કે, સરકાર દેશના વરિષ્ઠ નાગરિકોને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી સારી યોજનાઓ પણ ચલાવી રહી છે, જેમાં રોકાણ કરીને સારું વળતર મળી શકે છે. દરમિયાન, કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકો માટે વધુ એક શાનદાર યોજના શરૂ કરી છે, જેનું નામ છે ‘પીએમ વય વંદના યોજના’.આ અંતર્ગત તમે વાર્ષિક 1.11 લાખ રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો. આવી સ્થિતિમાં, જો તમે પણ પીએમ વય વંદના યોજનામાં રોકાણ કરવા માંગો છો, તો સૌ પ્રથમ તેના વિશે સારી રીતે જાણો, જેથી પછીથી કોઈ સમસ્યા ન થાય. તો ચાલો જાણીએ આ સ્કીમમાં રોકાણ કરવાની રીત અને તેના શું ફાયદા છે…
કોને મળશે લાભ?
60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો પીએમ વય વંદના યોજનામાં રોકાણ કરી શકે છે. તેની કામગીરીની જવાબદારી જીવન વીમા નિગમ (LIC)ને સોંપવામાં આવી છે. તો વ્યક્તિ આ યોજનામાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે
પીએમ વય વંદનામાં કઈ રીતે કરશો રોકાણ?
પીએમ વય વંદના યોજનામાં રોકાણ સંબંધિત કોઈપણ માહિતી માટે, તમે 022-67819281 અથવા 022-67819290 ડાયલ કરી શકો છો. આ સિવાય તમે ટોલ ફ્રી નંબર- 1800-227-717 પણ ડાયલ કરી શકો છો.
કેટલું મળશે પેંશન
આ યોજના હેઠળ, તમારે 1000 રૂપિયાના માસિક પેન્શન માટે ઓછામાં ઓછા 1.62 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. ત્રિમાસિક પેન્શન માટે 1.61 લાખ રૂપિયા, અર્ધવાર્ષિક પેન્શન માટે 1.59 લાખ રૂપિયા અને વાર્ષિક પેન્શન માટે ઓછામાં ઓછા 1.56 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે..
ક્યાં દસ્તાવેજની પડશે જરૂર
આ યોજનામાં રોકાણ કરવા માટે, તમારી પાસે પાન કાર્ડની નકલ, સરનામાના પુરાવાની નકલ અને બેંક પાસબુકની નકલ હોવી આવશ્યક છે.
પીએમ વય વંદના યોજનામાં રોકાણ કરતા પહેલા જાણી લો જરૂરી વાતો
આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને કોઈપણ ટેક્સ રિબેટનો લાભ નહીં મળે.
આમાં રોકાણ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષની હોવી જોઈએ.
તમે આમાં 31 માર્ચ, 2023 સુધી જ રોકાણ કરી શકો છો.
આમાં રોકાણના આધારે, વરિષ્ઠ નાગરિક યોજનાઓમાં દર મહિને રૂ. 1,000 થી રૂ. 9,250 સુધીનું રોકાણ કરવામાં આવે છે.
-આ પ્લાનને GSTના દાયરાની બહાર રાખવામાં આવ્યો છે