16 ડિસેમ્બર 2021થી કમુરતા શરૂ થઈ ગયા છે. આ માસ હિન્દૂ ધર્મ અને જ્યોતિષમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. કારણ કે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા શુભ સમય કે મુહૂર્ત જરૂર જોવામાં આવે છે. સાથે જ સૂર્યની ચાલ પણ જોવાય છે કારણ કે સૂર્ય જ્યારે ધન અને મીન રાશિમાં આવે છે ત્યારે ખરમાસ એટલે કે કમુરતા આવી જાય છે. એટલે આ માસમાં શુભ કાર્યો કરવાની મનાઈ છે.
તો ચાલો જાણી લઈએ કમુરતા સંબંધિત 20 ખાસ નિયમો જેનું પાલન કરવું આવશ્યક છે.
1.ખરમાસ એટલે કે કમુરતા 16 ડિસેમ્બર 2021થી 14 જાન્યુઆરી 2022 સુધી રહેશે. એટલે આ સમયમાં સગાઈ, લગ્ન, ગૃહપ્રવેશ, ઘર નિર્માણ, નવા વેપારની શરૂઆત અને કોઈપણ પ્રકારનું માંગલિક કાર્ય ન કરો.
2. કમુરતાના સમયમાં સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરીને રોજ ઉગતા સૂર્યને અર્ધ્ય આપો. એ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે લાભદાયી રહેશે અને એવું કરવાથી શુભ ફળ મળશે.
3. આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે ગૌશાળામાં જઈને ગાય માતાને ગોળ, લીલા ચણા ખવડાવો અને તેમની પૂજા કરો.
4. જો દરરોજ ગૌશાળામાં જવું શક્ય ન હોય તો ઘરમાં મૂર્તિ કે ફોટો મૂકીને ગાયની પૂજા કરો.
5. કમુરતામાં તમે જેટલા અસહાય અને ગરીબની મદદ કરશો તેટલો વધુ ફાયદો તમને મળશે, કારણ કે કમુરતા એક જ એવો મહિનો છે જેમાં દાન અને પુણ્ય કરવાનું સૌથી વધુ ફળ મળે છે.
6. રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનથી નિવૃત થઈને શ્રી વિષ્ણુને કેસર ભેળવીને દુધથી અભિષેક કરો અને ઓછામાં ઓછા 11 વાર વિષ્ણુ મંત્ર – ‘ॐ नमो भगवते वासुदेवाय नमःની તુલસીની માળાનો જપ કરો’
7. આ મહિનામાં આવતી તમામ એકાદશીઓનું વ્રત કરીને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો અને તેમને તુલસીના પાન સાથે ખીરનો પ્રસાદ ચઢાવો.
8. હિન્દુ ધર્મમાં આ માસને શુભ માનવામાં આવતો નથી. તેથી, હિંદુ ધર્મના વિશિષ્ટ વ્યક્તિગત સંસ્કારો પણ પ્રતિબંધિત છે, જેમ કે નામકરણ, યજ્ઞોપવીત, શુભ લગ્ન અને કોઈપણ ધાર્મિક સંસ્કાર ન કરવા.
9. જેમની કુંડળીમાં સૂર્ય કમજોર સ્થિતિમાં હોય એમને સૂર્યદેવનું પૂજન, અર્ધ્ય, ઉપાસના વગેરે આ સમય દરમિયાન અવશ્ય કરવા જોઈએ.
10. કમુરતાના સમયમાં શ્રી વિષ્ણુનું પૂજન કરીને તીર્થસ્થાન પર જઈને સ્નાન દાન કરવાનું પણ ખાસ મહત્વ છે.
11.આ મહિનામાં નવી વસ્તુઓ, નવું ઘર, પ્લોટ કે નવી કાર કે ઇલેક્ટ્રોનિક સામાનની ખરીદી ન કરવી જોઈએ.
12. નોકરી કે કાર્યક્ષેત્રની ઉન્નતિ માટે કમુરતાની નવમી તિથિ નાની કન્યાઓને ભોજન કરાવો, આ પુણ્ય ફળદાયી કાર્ય હશે.
13. આ સમયમાં ખરાબ કે કુવિચારોનો ત્યાગ કરો, ખરાબ આદત અને નશાની લત છોડી દો, દુરાચાર વગેરેનો પણ ત્યાગ કરીને ધાર્મિક કાર્યોમાં મન લગાવો.
14. આ મહિનામાં રોજ સૂર્યદેવની ઉપાસના કરીને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.
15. આ મહિનાની સાંજના સમયે સૂર્યદેવની આરાધના કરવાથી જીવનભર ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે, જ્યારે જીવનમાં અન્ન, પાણી વગેરેની કમી રહેતી નથી.
16. જે લોકો કીર્તિ અને પ્રસિદ્ધિની ઈચ્છા રાખે છે તેમના સારા સ્વાસ્થ્ય, શિક્ષણ, સંતાન અને કારકિર્દીમાં સફળતા માટે દરરોજ સવારે ઉગતા લાલ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો.
17. આ મહિનામાં પોતાના ઇષ્ટદેવની પૂજા અર્ચના અને સેવા કરવા તેમજ દાન પુણ્ય કરવાથી પુણ્ય મળે છે.
18. આ મહિનામાં પીપળાના વૃક્ષનું પૂજન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે કારણ કે પીપળામાં ભગવાન શ્રી વિષ્ણુ વાસ કરે છે.