રાજ્યમાં ગયા વર્ષે આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે સૌથી વધારે નુકસાન કેરીના પાકને થયું હતું. જેના કારણે કેરીનું ઉત્પાદન આ વર્ષે ખૂબ જ ઓછું થયું છે. આ બધા કારણોને લીધે ગયા વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવ બમણા થઈ ગયેલા જોવા મળશે.
તમને જણાવી દઈએ કે જામનગરની બજારમાં કેસર કેરીનું આગમન એક મહિના મોડું થશે.કેરીના ભાવ બમણા થઈ જવાને લીધે મધ્યમ વર્ગના લોકો માટે કેરી આ વર્ષે જાણે સપનું બનીને રહી ગઈ છે. કેરીનું આગમન સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં જ બજારમાં થઇ જતું હોય છે. પરંતુ આ વર્ષે દર વર્ષ કરતા કેરીનું આગમન મોડું થઈ શકે તેવું લાગી રહ્યું છે.
માર્કેટમાં હાલમાં રત્નાગીરી, બેંગલોર સહિતની કેરીઓ મળી રહે છે. ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે મોટાભાગના આંબામાં આવેલા 60 ટકા મોર ખરી ગયા હતા.
અલગ-અલગ જાતની કેરીના ભાવની વાત કરીએ તો, 1 કિલો રત્નાગીરી કેરીનો ભાવ 300 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો બેંગલોર કેરીનો ભાવ 150 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો લાલબાગ કેરીનો ભાવ 150 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો બદામ કેરીનો ભાવ 120 રૂપિયા ચાલી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવ બમણા જોવા મળી છે. આ વર્ષે 10 કિલો કેસર કેરીનો 800 થી 1000 રૂપિયા ચાલી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે 10 કિલો કેસર કેરીનો ભાવ ગયા વર્ષે 500 થી 700 રૂપિયા ચાલતો હતો. માઠા સમાચાર એ છે કે હજુ પણ આગામી દિવસોમાં કેરીનો ભાવ વધી શકે છે. જો ચાલુ વર્ષમાં પણ સીઝન દરમિયાન કમોસમી વરસાદ પડયો હતો કેરીના ભાવમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતાઓ છે