સાસુ ને અમીર વહુ ની લાલચ પડી મોંઘી! આ વાત સાંભળી ને તમારા વિચાર બદલી જશે.
દીકરા પ્રતીક ને સારી નોકરી મળી ગઈ કે તરત આડોશી પાડોશી અને સબંધીઓ ની સલાહો સવિતાબેનને મળવા લાગી. “જુઓ આજકાલ ના છોકરાઓ નો કોઈ ભરોસો નથી.. કોઈ બીજા ધર્મ ની છોકરી ને પરણી લાવે એ પહેલા તમારી પસંદ ની છોકરી જોવાનું શરૂ કરી દો”
આ દુવિધા વચ્ચે નાત માં સબંધ ગોતવાનું શરૂ કરી દીધું હતું સવિતાબેન એ.. પણ એમની એક શર્ત હતી કે છોકરી પૈસાદાર ખાનદાન ની જ હોવી જોઈએ..
સવિતાબેન ની શોધ સફળ થઈ.. એક સબંધી એ એમને પ્રીતી નું માગું બતાવ્યું.
“જો બેટા પ્રતીક ! પ્રીતી ખુબજ સુંદર અને પૈસાદાર ઘરની છોકરી છે.. એના માતા પિતા લગ્નમાં દિલ ખોલી ને ખર્ચો કરશે. એક ની એક જ દીકરી છે એમની. તે એન્જીનીયરીંગ કરી એમ.બી.એ. કર્યું છે.. ઓફિસ માં ૯ થી ૫ ની નોકરી કરે છે. જો તું પ્રીતી સાથે લગ્ન કરીશ તો તારા સસરા.. એના પૈસા થી તારા માટે નવો બિઝનેસ ઊભો કરી દેશે.
નહિતર તારા પપ્પા ની જેમ આખી જિંદગી નોકરી જ કરતો રહીશ.. તારા પપ્પાને સરકારી નોકરી હતી. પણ મજાલ છે કે એક રૂપિયા ની પણ હેરાફેરી કરી હોય.. એમના નીચે કામ કરતા લોકોએ મોટા મોટા બંગલા બનાવી લીધા.. પણ આ રાજા હરિશ્ચંદ્ર હજુ સુધી નાના એવા ફ્લેટ માં જ છે..
આખી જિંદગી એડજેસ્ટ કરવામાં જ નીકળી ગઈ..” સવિતાબહેને એના દીકરા પ્રતીક ને સમજાવતા કહ્યું.
“પણ માં જીંદગી મા પૈસા જ મહત્વ ના નથી હોતા. મારે આગળ વધવા માટે કોઈના સહારા ની જરૂર નથી, મને મારી મહેનત અને તમારા લોકોના આશીર્વાદ પર પૂરો ભરોસો છે અને આમ પણ મને લગ્ન ની કોઈ ઉતાવળ નથી, હજુ તો નોકરી મળી જ છે.”પ્રતીકે કહ્યું
“મે વિચાર્યુ હતું કે દીકરો મોટો થઈ ગયો છે એમબીએ કરી ને મોટો બિઝનેસ કરશે..પણ આ તો એના પપ્પા ની જેમ ઈમાનદારી પકડી ને બેઠો છે.” સવિતાબેન ચીઢાઇ ને બોલ્યા..
“અરે સવિતા ! પૈસા માટે થી દીકરા નો સબંધ ગમે ત્યાં નહી કરતી. મારી બહેન શીલા ની નણંદ ની દીકરી જાનવી કેમ રહેશે પ્રતીક માટે.. સારી, સંસ્કારી, ગુણવાન અને ભણેલી ગણેલી દીકરી છે” સવિતાબેન ના પતિ આલોકભાઈ બોલ્યા
“અરે, તમે તો રહેવા જ દયો એ ગરીબો પાસે થી કાઈ નહી મળે, પ્રતીક ની સગાઈ ત્યાં નહી કરીયે.
એકવાર પ્રીતી અને એના પરિવાર ને મળી તો લે બેટા.. જો તને છોકરી વ્યવહાર માં બરાબર લાગશે તો જ સબંધ ની વાત આગળ ચલાવશું” સવિતાબહેને પ્રતીક ને સમજાવતા કહ્યું
“ઠીક છે માં ! કાલે જઈ ને છોકરી અને એના પરિવાર ને મળી લઈએ” બીજા દિવસે બધા છોકરી જોવા પહોચી ગયા.
પ્રીતી દેખાવ મા ખૂબ જ સુંદર હતી. એના પરિવારે એમની ખૂબ આગતા સ્વાગતા કરી. સવિતાબેન ની ખુશી નો તો કોઈ પાર ન હતો, એ તો ઘણું બધું દહેજ અને મોંઘી મોંઘી ગિફ્ટ મળવાના સપનામાં ખોવાય ગયા.
“અમે અમારી દીકરીને લગ્ન મા એક બંગલો અને કાર ગિફ્ટ આપશું.” પ્રીતી ના પપ્પા આદિત્યજી એ કહ્યું
આ સાંભળી સવિતાબેન તો ઉડવા લાગ્યા.
“પરંતુ નવા ઘર ની શું જરૂર છે.. અમારી પાસે પહેલા થી જ પોતાનું ઘર અને ગાડી છે” પ્રતીક આશ્વર્ય થી બોલ્યો
“મને ખબર છે તમારું સાધારણ અને નાનું એવું ઘર છે.. પરંતુ આ નવા બંગલા માં ફકત તમે અને પ્રીતી રહેશો..તમે બંન્ને તમારી જિંદગી તમારી મરજી પ્રમાણે જીવો.. મારી દીકરી તમારા માતા પિતા ની સાથે એડજેસ્ટ નહી કરી શકે. એક જ ઘરમાં સાથે રહેવાથી દેખીતું જ છે કે સાસુ વહુ વચ્ચે તુ તુ…મે મે..તો થાય જ. મારી દીકરી ને રોક ટોક પસંદ નથી. આઝાદ વિચાર અને મુક્ત વાતાવરણ માં મોટી થઈ છે.. એને એની જિંદગી માં કોઈની દખલગીરી પસંદ નથી.
હું તમને મારી કંપની મા ઉંચી પોસ્ટ પર જોબ ઑફર કરુ છું અથવા તમારા માટે બિઝનેસ માં પૈસા રોકવા પણ તૈયાર છું પણ શર્ત એ છે કે પ્રીતી તમારા માતા પિતા સાથે નહી રહે” પ્રીતિ ના પપ્પા આદિત્ય જી બોલ્યા
“જી મારા પપ્પા બિલકુલ બરાબર કહે છે.. કોઈ જવાબદારી,બંધન કે રોક ટોક વગર સાવ આરામ થી..શાંતિ થી રહેશું આપણે આ બંગલા માં.. હું તમારા માતા પિતા ની સેવા નહી કરી શકું.” પ્રીતી બોલી
સવિતાબેનને લાગ્યું જાણે એમના શરીર નું નુર કોઈએ હણી લીધું હોય..
એટલા માં પ્રતીક તરત ઊભો થઈ હાથ જોડી ને બોલ્યો..”અંકલ જી, પૈસા ની લાલચ તો મને જીંદગી માં ક્યારેય હતી જ નહિ.. હું જે કંઈ પણ પ્રગતિ કરીશ એ મારી મહેનત થી કરીશ. લગ્ન માટે મારા મમ્મી પપ્પા ને છોડી દવ એવો નાલાયક દીકરો નથી હું.. મારા મમ્મી પપ્પા ના ગઢપણ નો સહારો છું હું..
તમારા લોકોના વિચારો પર મને શરમ આવે છે. હું આવા હલકા વિચાર ધરાવતી છોકરી સાથે કદાપિ લગ્ન ન કરી શકું.. માફ કરજો.. મને તો સબંધો માં સંપીને રહેવું પસંદ છે અને તમને લોકોને તો મારા માતા પિતા થી જ વાંધો છે..આમ બોલી ને પ્રતીક અને એના માતા પિતા ત્યાંથી નીકળી જાય છે.
સવિતાબેન આંખો માં આંસુ સાથે ભગવાનનો આભાર માનતા હતા કે એમણે દીકરાની બુધ્ધિને પૈસા ની લાલચમાં ભ્રષ્ટ ન થવા દીધી..
ઘરે પહોંચી ને પ્રતીકે મમ્મી ને કહ્યું “માં ! તમારી વહુમાં ચરિત્ર,ગુણ અને સંસ્કાર જોજો.. રૂપ અને પૈસા પર ના જાતા.”
આજે સવિતાબેનની પૈસા માટેની બધી ખોટી ધારણાઓ દૂર થઈ ગઈ. એ સમજી ગયા કે પરિવારને એકતા ના સૂત્ર માં બાંધી શકે એવી છોકરી જ એના પ્રતીક ની દુલ્હન બની શકે.
સવિતાબેન એના પતિ ની માફી માંગતા બોલ્યા “તમારી ઈમાનદારી અને સંસ્કારો નું જ પરિણામ છે કે આજે પ્રતીક પૈસા ની ઝાકમઝોળ માં ના આવ્યો. નહિતર આજે આપણો દીકરો આપણા થી કાયમ માટે દૂર થઈ જાત.