સુરત શહેરના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાને ઓળખનાર બધાને જ ખબર છે કે તેઓ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત છે. એટલું જ નહીં તેઓ પોતાની સાદગી માટે જાણીતા છે. કહેવાય છે ને કે દરેક સફળ માણસની એક સ્ટ્રગલ સ્ટોરી હોય છે તો સવજીભાઇ પણ જ્યારે સુરત શહેર આવ્યા ત્યારે જાહોજલાલી સાથે નહોતા જ આવ્યા, તેઓએ સુરતમાં પગ મૂક્યો ત્યારે તેમની પાસે ફક્ત ટિકિટના જ પૈસા હતા. અને નસીબ જુઓ આજે તેઓ સુરતના સૌથી ધનવાન વ્યક્તિઓમાંથી એક છે
આજે એ જે પણ કઈ સ્થાને છે એ માટે તેમને અથાક મહેનત કરી છે. આજે પણ તેઓ સંયુક્ત પરિવારમાં જ રહે છે અને આ જ એમના પરિવારની સૌથી મોટી ખાસિયત છે
પોતાના નાના ભાઈ માટે સવજીભાઈએ હાલમાં જ મુંબઈમાં રૂ.185 કરોડનો સી ફેશ આલીશાન બંગલો લીધો છે, તો ચાલો જાણી લઈએ એમના આ બાંગ્લા વિશે
સવજીભાઈના નાના ભાઈ ઘનશ્યામ ભાઈ હરિકૃષ્ણ ડાયમંડ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે અને તેમણે આ આલિશાન બંગલો બસ એ જ કારણે લીધો છે કે છેલ્લા કેટલાય સમયથી તેઓ આવા ઘરની શોધમાં હતા. અને આખરે મુંબઈમાં આ ઘર એમને પસંદ આવ્યું જે એમની ઓફિસથી પણ ખૂબ જ નજીક છે.
આ બંગલાનું નામ પનહાર બંગલો છે જે 19886 સ્કવેર ફૂટમાં ફેલાયેલો છે જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 6 ફ્લોર છે.1349 સ્કવેર ફૂટની જમીનના 47 કરોડ અને સ્ટેમ્પ ડ્યુટીના 2.56 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે એ સિવાય 36.5 કરોડની લોન બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સને પેમેન્ટ કરવામાં આવી છે
ઘનશ્યામ ધોળકિયાના નામથી રજિસ્ટર્ડ થયેલ આ 6 માળના બંગલામાં 15 એપાર્ટમેન્ટ છે. સૌથી ખાસ વાત કે આ ઘર જેટલું બહારથી ભવ્ય દેખાય છે, એટલું જ અંદરથી પણ છે.