ખેડા ગામમાં રહેતા રામપ્રસાદને પાંચ દીકરીઓ અને એમાં સૌથી મોટી શીલાના લગ્ન વર્ષ 1980માં ઓઢવના રામપ્રકાશ સાથે થયા હતા. જીવનના તમામ વમળોને પાર કરી ગયેલી શીલા દેવીએ એવી રીતે પોતાની પારિવારિક જવાબદારી નિભાવી, એવી સમજણ દાખવી અને મહેનત કરી કે એન માટે ગમે તેટલા વખાણ ય ઓછા પડે.
શીલાદેવીના કનસીબે લગ્નની પ્રથમ વર્ષગાંઠ પછી જ તે વિધવા બની હતી. એ પછી તો એમના ફરી લગ્ન કરાવવાની તૈયારીઓ પણ થઈ ગઈ હતી પરંતુ એ જ સમયે મોટા ભાઈ કૈલાશનું બિમારીને કારણે મૃત્યુ થઈ ગયું. એ બાદ શીલાદેવીએ પોતાના વિશે વિચારવાનું બંધ કરી દીધું.
ભાઈના મૃત્યુ પછી શિલાદેવીએ તેના પિતાને ખેતીમાં મદદ કરવાનું શરૂ કર્યું. શીલાદેવીએ ખૂબ મહેનત કરી ને ચાર બહેનો અને નાના ભાઈ વિનોદના લગ્ન કરાવ્યા. વર્ષ ૧૯૯૬માં શીલાદેવી પર ફરી આભ તૂટ્યું, એના પિતાનું અવસાન થયું અને થોડા સમય પછી માતાનું અવસાન થયું. શીલાદેવી ક્યારેય શાળાએ નથી ગયા, , પણ જીવને ઘણા પાઠ શીખવ્યા
પોતાના જીવન વિશે શીલાદેવી જણાવે છે કે વર્ષ ૧૯૯૭ માં તેણે એક ભેંસ ઉછેરી હતી. તેને સાયકલ ચલાવતા આવડતી હતી, તેથી તેણી અમનપુર શહેરમાં સાઇકલ પર જઈને દૂધ વેચવાનું શરૂ કર્યું. જ્યારે શિલાદેવીને દૂધની માંગ વધી ત્યારે તેમને વધુ ભેંસ ઉછેરવાનું શરૂ કર્યું. હવે તેમની પાસે પાંચ ભેંસ છે.
હાલ શીલાદેવીની ભેંસો થકી દરરોજ સરેરાશ ૪૦ લિટર દૂધનું ઉત્પાદન થાય છે. આજે શીલાદેવીની ઉંમર 65 વર્ષની છે પણ જવાબદારીઓ તમને થાકવા દેતી નથી.
જ્યારે શીલાદેવીને એમની ઉંમર અંગે પૂછવામાં આવ્યું ત્યારે એમને કહ્યું કે ભાઈ વિનોદને છ દીકરીઓ છે,જેમાંથી મોટી દીકરી સોનમ વિધવા છે અને અહીં જ અમારી સાથે રહે છે. સોનમને છ દીકરીઓ છે. આ બધાનું ધ્યાન રાખવામાં મને ક્યારેય થાક લાગતો નથી.
તમને જણાવી દઈએ કે શીલાદેવી એમના સમગ્ર વિસ્તારમાં શીલા બુઆ તરીકે ઓળખાય છે