સોમવારનો દિવસ ભગવાન ભોલેનાથને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવની વિધિ વિધાન પ્રમાણે પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની પૂજા કરવાથી માતા પાર્વતી પણ તેમના પર પ્રસન્ન થાય છે. આ દિવસે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે મહિલાઓ વિધિ વિધાનથી પૂજા કરે છે અને વ્રત રાખે છે. આ સિવાય મોટાભાગની અવિવાહિત છોકરીઓ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે વ્રત રાખે છે. કહેવાય છે કે ભગવાન ભોલેનાથ એક એવા દેવતા છે જે ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.
ભગવાન શિવ માત્ર પાણી અને બીલીપત્રથી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને ઇચ્છિત વરદાન આપે છે. આ સિવાય કહેવાય છે કે સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ. ચાલો જાણીએ કેટલાક સરળ ઉપાય જેનાથી ભગવાન શિવ તમારા પર પ્રસન્ન થશે, અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે.
શાસ્ત્રો અનુસાર સોમવારે દહીં, સફેદ વસ્ત્ર, દૂધ અને ખાંડનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન ભોલેનાથ તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને ઇચ્છિત વરદાન આપે છે.
જો તમને પૈસાની કમી કે પછી ગરીબી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમારે સોમવારે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
આ સિવાય જો કોઈ વ્યક્તિ પિતૃ દોષથી પ્રભાવિત હોય, જેના કારણે પ્રગતિ ન થઈ રહી હોય અને તે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય તો તેણે સોમવારે સાંજે કાચા ચોખા સાથે કાળા તલ મિક્ષ કરીને દાન કરવું જોઈએ. આ ઉપાયથી ઘરમાં ધન અને અનાજનો ભંડાર પણ ભરાઈ જશે.
જો કોઈ વ્યક્તિનો ચંદ્ર નબળો છે તો તે વ્યક્તિએ ચંદ્ર દોષનો પ્રભાવ ઓછો કરવા માટે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. તેમજ કપાળ પર ચંદનનું તિલક લગાવીને ઘરની બહાર નીકળવું જોઈએ.
સોમવારના દિવસે ભગવાન ભોલેનાથને અક્ષત, ચંદન, ધતુરા, દૂધ, આળક, ગંગાજળ અને બીલીપત્ર વગેરે ચડાવવું જોઈએ. આનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પોતાના શુભ આશીર્વાદ આપે છે.
ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે સોમવારના દિવસે શિવને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો પ્રસાદ ચઢાવો અને ત્યાર બાદ તેમની આરતી કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.