થોડા સમય પહેલા સુરતમાં બનેલા ગ્રીષ્મા હત્યાકાંડ બાદ તેના આરોપી ફેનિલ પર કેસ ચાલાવવામાં આવ્યો હતો અને હવે એનો ચુકાદો આવી ગયો છે અને ફેનીલ ગોયણીને ફાંસીની સજા આપવામાં આવી છે પણ જ્યાં સુધી એને ફાંસીએ લટકાવવામાં ન આવે ત્યાં સુધી એને ક્યાં રાખવામાં આવશે એવો પ્રશ્ન લોકોના મનમાં ઉઠી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે હવે હત્યારા ફેનિલને લાજપોર જેલ લઈ જવામાં આવ્યો છે અને ત્યાં તેને પાકા કામના કેદી તરીકેનો નંબર પણ ફાળવવામાં આવ્યો છે. તેને લાજપોર જેલમાથી કેદીના કપડાં આપવામાં આવ્યા છે અને નંબર 2231 ફાળવવામાં આવ્યો છે.
12 ફેબ્રુઆરી 2022ના રોજ સુરતના પાસોદરામાં બધાની સામે જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરીયાની હત્યાના કેસના આરોપી ફેનીલ ગોયાણી પર કેસ ચાલ્યા બાદ હવે તેને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. નવાઈની વાત એ છે કેસનો ચુકાદા આવ્યો એ પહેલા જ્યારે ફેનીલ કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેના ચહેરા પર સહેજ પણ ડર કે અફસોસ દેખાયો નહોતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા.
જજ વિમલ કે વ્યાસે મનુસ્મૃતિ ના શ્લોક થી ચુકાદાની શરૂઆત કરતા કહ્યું હતું કે દંડ દેવો સરળ નથી. પણ આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે. અને એ પછી ફેનીલને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. જેલના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ફાંસીની સજા બાદ પણ ફેનીલને જાણે કોઈ જાતનો અફસોસ ન હોય એમ જેલમાં તેણે સાંજનું ભોજન લીધું હતું.
તમને જણાવી દઈએ કે ફેનીલને હવે ફાંસીના માંચડે લટકાવવામાં ન આવે ત્યાં સુધી લાજપોર જેલમાં રાખવામાં આવશે. જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યારે કોર્ટમાંથી ફેનીલને ફાંસીની સજા ફટકારવામાં આવી ત્યારે ફેનીલ થોડીવાર માટે થોડો નર્વસ દેખાયો હતો. જોકે મોડી સાંજે જેલના રોજના સિડયુલ પ્રમાણે તેને ભોજન અપાયું હતું ને એ ફેનીલે જમી લીધું હતું. ભોજનના મેનુમાં ફેનિલને દાળ,ભાત,શાક, રોટલી આપવામાં આવ્યું હતું.
ફેનીલને ફાંસીની સજા થઈ એ બાદ ગ્રીષ્માના પરિવારે હાશકારો અનુભવ્યો હતો અને એમને ગ્રીષ્માની યાદમાં રામધૂન પણ કરાવી હતી. આ રામધુનમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.
તમને જણાવી દઈએ કે ગ્રીષ્માં હત્યા કેસમાં ઘટના બની એના ફક્ત 81 દિવસમાં જ પરિવારને ન્યાય આપી દેવામાં આવ્યો છે. ફેનીલ જેવા આરોપીને જો આવી કડક સજા ફટકારવામાં આવે તો ચોક્કસપણે ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવી હિંમત કરતા ડરશે.