સવજી ભાઈ ધોળકિયા કે જેઓ સુરતના ડાયંમડ કિંગ તરીકે જાણીતા છે એ પોતાનાં વ્યક્તિત્વ અને સાદગીનાં લીધે આખા ગુજરાતમાં લોકપ્રિય છે. ખાસ કરીને હાલમાં સવજીભાઈને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ કેન્દ્ર સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડથી સન્માની કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે સવજી ભાઈ ગુજરાતનાં સૌથી ધનિક વ્યક્તિઓમાં સ્થાન ધરાવે છે, તેમ છતાં પણ તેઓને કોઈ જાતનું અભિમાન નથી અને તેઓ ખૂબ જ સરળ સ્વભાવના છે. એટલું જ નહીં તેમનું જીવન પણ ખૂબ જ સાદગી ભર્યું છે. તો ચાલો સવજીભાઈ ડાયમંડ કિંગ કઈ રીતે બન્યા એ અમે તમને જણાવી દઈએ.
આમ તો દરેકે દરેક ધનવાન માણસે સફળતા મેળવવા માટે ઘણા સંઘર્ષ અને ગરીબીમાંથી પસાર થવું પડે છે અને સવજીભાઈનું જીવન પણ આવું જ રહ્યું છે. સવજી ધોળકિયાનો જન્મ ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા એક ગામમાં થયો હતો. સવજીભાઈને ભણવામાં જરાય રસ ન હતો એટલે સવજીભાઈએ 13 વર્ષની વયે શાળા છોડી દીધી હતી, 1977માં જ્યારે તેઓ સુરત આવ્યા ત્યારે તેમની પાસે ટિકિટ ભાડાના માત્ર 12.5 રૂપિયા હતા અને આજે તેઓ અબજો રૂપિયાની સંપત્તિ ધરાવે છે.
જો તમે પણ જીવનમાં ધનવાન બનવા માંગતા હોય તો એ પહેલાં તમારે પોતાની જાતને ઘસવી પડે છે, ઘણી તકલીફો સહન કરવી પડે છે. મજૂરોની જેમ તનતોડ મહેનત કરવી પડે છે. સવજીભાઈએ પણ શરૂઆતમાં એમના કાકાના હીરાના બિઝનેસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, તેઓ 10 વર્ષ સુધી ડાયમંડ પોલીશીંગમાં સખત મહેનત કર્યા પછી વર્ષ 1992માં તેમની કંપની શરૂ કરી. વર્ષ 2014મ એમની કંપનીનું ટર્નઓવર 400 કરોડનું હતું
હાલમાં સવજી ધોળકિયાની કંપની યુએસ, બેલ્જિયમ, યુએઈ, હોંગકોંગ અને ચીનમાં આનુષંગિકો ઉપરાંત મુંબઈથી સીધા જ 50 થી વધુ દેશોમાં તૈયાર હીરાની નિકાસ કરે છે. સવજીભાઈની કંપનીમાં કુલ 5,500 કર્મચારીઓની સંખ્યા છે અને કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 6,000 કરોડ છે.
સવજીભાઈને સામાજિક કાર્ય માટે એવોર્ડ મળ્યો છે. તેઓએ તેમના ગામમાં અને સમાજ માટે અનેક સામાજિક કાર્યો કર્યા છે. પોતાના કર્મચારીઓને ફ્લેટસ અને મર્શિડીઝ કાર ગિફ્ટમાં આપીને સવજીભાઈ ચર્ચામાં રહ્યા હતા. વર્ષ 2016માં સવજી ધોળકિયાએ દિવાળી પર તેમના કર્મચારીઓને 400 ફ્લેટ અને 1260 કાર ભેટમાં આપી હતી.
વર્ષ 2021મ સવજી ધોળકિયાએ મુંબઈના વર્લી સી ફેસ ખાતે 185 કરોડ રૂપિયાનો રહેણાંક બંગલો ખરીદ્યો હતો. સવજીભાઈ હાલમાં ખૂબ જ વૈભવશાળી જીવન વિતાવી રહયા છે ને સાથે જ સેવા કાર્ય પણ કરી રહ્યા છે.