છૂટાછેડા લેતા પહેલા આ વાર્તા ખાસ જોઈ લેજો. દરેક પતિ પત્ની આ વાર્તા ખાંસ વાંચે.
કોર્ટમાં છુટાછેડાનો કેસ બે વર્ષ સુધી ચાલ્યોઅને આખરે આજે છેલ્લો દિવસ હતો પતિ-પત્ની વચ્ચે છુટાછેડાનો……
છૂટાછેડાનું કારણ ખૂબ જ મામૂલી, પરંતુ મામૂલી કારણનેવધારી વધારીને સગા વ્હાલાઓએ રાય નો પહાડ બનાવી નાખ્યો.
થયું એવું બે વર્ષ પહેલા પતિ અને પત્ની વચ્ચે કોઈક નાની એવી વાત માટે ઝઘડો થયો, ધીરે ધીરે ઝઘડાએ મોટું રૂપ ધારણ કર્યુ.
પતિએ પત્નીને બે તમાચા મારી દીધા અને પત્નીએ પણ ગુસ્સામાં ને ગુસ્સામાં પતિ તરફ પોતાનું સેન્ડલ ફેક્યું,
પતિ ના માથાના ભાગે જરાક એવું વાગ્યું.
બંને ધારેત તો મામલો ત્યારે ને ત્યારેજ એકબીજાની માફી માંગી ને શાંત પાડી શકેત,પરંતુ પતિએ સેન્ડલ વાળી વાત ને પોતાનું ઘોર અપમાન ગણી લીધું,સગાવહાલાઓ એ મામલાને વધુ રગડોળ્યો.
આવી હલકટ પત્નીથી તો પરિવાર નું નાક કપાઈ ગયું , ને આવી છે ને તેવી છે ને વગેરે વગેરે વધારી ચડાવીને વાતો થવા લાગી.
કેટલાકે તો એવી સલાહો આપી કે આવી સ્ત્રીને તો ઘરમાં બે મિનિટ પણ ના રખાય, એને તરત જ છૂટાછેડા આપી દેવાય.
ખરાબ વાતો ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ ઉછળે છે,બન્ને તરફ એક બીજા ઉપર ખૂબ આરોપો ઉછાળવામાં આવ્યા એવું લાગી રહ્યું હતું જાણે બન્ને પક્ષના લોકો આરોપોના વોલીબોલ ની રમત રમી રહ્યા હતા.
છોકરાવાળાએ છોકરીવાળા વિશે અને છોકરીવાળાએ છોકરા વાળા વિશે ઘણી ઉટપટાંગ વાતો કહી.
અદાલતમાં કેસ દર્જ થયો, પતિએ પત્નીના કેરેક્ટર લેસ હોવા પર અને પત્નીએ દહેજ ઉત્પીડનનો મામલો દર્જ કરાવ્યો.
છ વર્ષના સફળ લગ્નજીવન અને એક નાની બાળકીના માતા-પિતા થયા બાદ આજે બંને વચ્ચે છૂટાછેડા થવાના હતા.
પતિ-પત્ની બન્નેના હાથમાં તલાક પેપર ની કોપીઓ હતી,
બંને ચૂપ હતા, શાંત હતા.
બે વર્ષથી બંને અલગ-અલગ રહેતા હતા,
અદાલત ની તારીખ પડતી ત્યારે જ બંનેને મળવાનું થતું,
બંને એકબીજાની સામું જુએ એટલે નફરતની નજરેજ જુએ,
બંને ની અંદર બદલાની ભાવના હતી,
બંનેની સાથે સગાસંબંધીઓ આવતા જેમના મનમાં બહારથી દેખાતી હમ-દર્દી ના રૂપમાં વિસ્ફોટક પદાર્થ છુપાયેલા રહેતા.
બંનેના વકીલ સાથે જ રહેતા અને કોર્ટમાં શું બોલવું એના વિશે બંનેને ગોખવતા, 2 વર્ષ આવું બધું ચાલ્યુ, અને છેલ્લે એ જ થયું, છૂટાછેડા ની છેલ્લી તારીખ.
અદાલતના ફેસલા માં 15 મિનિટની વાર હતી,
બન્નેના પરિવારો કેન્ટીનમાં બેઠા.
નસીબજોગે પતિ-પત્ની એક જ ટેબલ પર બેઠા.
સ્ત્રીએ કહ્યું “કોંગ્રેચ્યુલેશન્સ, આખરે તમે જે ઇચ્છતા હતા તે જ થયું”.
પુરુષે કહ્યું “તને પણ બધાઈ હો, તને પણ તલાક મળી ગયો ને, તું જીતી ગઈ”.
સ્ત્રીએ કહ્યું “તલાક શું જીત નું પ્રતિક છે?”
પુરુષે કહ્યું “તું જ કેને?”
પુરુષના પૂછવા પર સ્ત્રીએ કોઈ જવાબ ના આપ્યો, અને ચૂપચાપ બેસી રહી.“થોડીકવાર પછી બોલી, તમે પણ મને ચરિત્રહીન કહી હતી, સારું થયું ને ચરિત્રહીન સ્ત્રીથી તમારો પીછો છૂટ્યો.”
પુરુષે કહ્યું,” એ મારી ભૂલ હતી, મારે એવું નહોતું કેહવું જોઈએ. તારો સ્વભાવ ખૂબ જ ઉજ્જવળ છે, મારાથી તારા વિશે આવી ગંદી વાત ખબર નહીં પણ કેવી રીતે બોલાય ગઈ. મને ખૂબ જ અફસોસ છે.” સ્ત્રી ચૂપ રહી,એક વખત પુરુષ સામે જોયું.
થોડી વાર ચૂપ રહ્યા પછી પુરુષ એ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું,“તે પણ મને દહેજનો લોભી કહ્યું હતું”.
મેં તો તારી પાસે ક્યારેય કંઈ માંગ્યું જ નથી.
ખોટું કહ્યું હતું, એ મારી ભૂલ હતી હું કંઈક બીજો આરોપ લગાવે પરંતુ……
પ્લાસ્ટિકના કપમાં ચા આવીપત્નીએ વાત કરતાં કરતાં જ ચા ઉઠાવવા ગઈ તો થોડીક ચા હાથ ઉપર પડી અને મોંમાંથી“સ્સી”….નો અવાજ આવ્યો.
પુરુષના મોઢેથી પણ “ઓહહ”…..નો અવાજ આવ્યો.
સ્ત્રી પુરુષની સામે જોયું પુરુષ સ્ત્રીની સામે જોઇ જ રહ્યો હતો.
“તારો કમર દર્દ કેવો છે હવે?”
“એવો ને એવો ક્યારેક વિક્સ તો ક્યારેક મુવ.” સ્ત્રીઓ એ પોતાની વાત પૂરી કરી.
“પણ તું કસરત ય નથી કરતી” પુરુષે કહ્યું ને સ્ત્રી જરાકએવી હંસી.
“તમારા અસ્થમાના શું હાલ છે? ફરીથી અટૈક તો નથી આવતા ને?”સ્ત્રી એ પૂછ્યું.
“અસ્થમા….. ડોક્ટર સુરેશે કહ્યું છે આમ તો તમે નોર્મલજ છો પણ વધુ પડતા મેન્ટલ ટેન્શન ના લીધે પ્રોબ્લેમ થાય છે.”
“પંપ તો સાથે રાખો છો ને?” સ્ત્રીએ ચિંતિત અવાજે પૂછ્યું.
“હા… આમ તો રાખું છું પણ આજે જ ભૂલી ગયો.” પુરુષે કહ્યું.
“હમ્મ…..એટલે જ આજે શ્વાસ થોડોક લડખડાઈ રહ્યો છે તમારો.” સ્ત્રીએ હમદર્દ અવાજ સાથે કહ્યું.
“હા,કઈક એના કારણે અને કંઈક…..” પુરુષ બોલતાં બોલતાં અટકી ગયો.
“કંઈક, કંઈક આ બધા ટેન્શનના કારણે.” સ્ત્રી એ વાત પૂરી કરી.
પુરુષ થોડો સમય વિચારતો રહ્યો અને પછી કહ્યું.
“કોર્ટના આદેશ અનુસાર તને ચાર લાખ રૂપિયા આપવાના થશે અને ૬૦૦૦ દર મહિને પણ….”
“હા… તો?” સ્ત્રી એ પૂછ્યું.
“ચાર લાખ રૂપિયા તો અત્યારે મારી પાસે નથી પરંતુ બરોડામાં એક આપણો ફ્લેટ છે એ હું તારા નામે કરી દઈશ” પુરુષે પોતાના મનની વાત પૂરી કરી.
“અરે…. બરોડા વાળા ફ્લેટની કિંમત તો વીસ લાખ રૂપિયા છે. મને તો ફક્ત ચાર લાખ આપવાના છે.” સ્ત્રી સ્પષ્ટ કર્યું.
“આપણી દીકરી મોટી થશે,100ખર્ચાઓ આવશે.” પુરુષે કહ્યું.
“પણ એ તો તમે દર મહિને છ હજાર રૂપિયા આપવાના જ છો ને અને હું પણ પાછી નોકરીએ લાગી જઈશ.” સ્ત્રીએ કહ્યું.
સ્ત્રી ના અવાજમાં જુના સંબંધો જેવી જ હમદર્દી હતી.
પુરુષ સ્ત્રી ને જોતો જ રહી ગયો.
મનમાં વિચારે છે,” કેટલી સહૃદય અને સુંદર લાગી રહી હતી સામે બેઠેલી સ્ત્રી જે એક સમયે પોતાના જીવનનો અભિન્ન અંગ હતી.”
મારું કેટલું ધ્યાન રાખતી,સ્ટીમ લેવા માટે પાણી ઉકાળીને જગમાં ભરી દેતી, ટાઈમે દવા આપતી, આખું ઘર ખૂબ જ વ્યવસ્થિત રાખતી, કોઈ પણ વસ્તુની કમી ન રહેવા દેતી.
દર મહિને પોતાના પર્સનલ ખર્ચાઓમાં કંજૂસી કરતી અને એ પૈસા મારા દવાખાનાના બીલ માં ભરતી, બીજાની બીમારીઓનો કોણ એટલો ખ્યાલ રાખે છે? આ રાખતી”. અનેઆટ આટલું કર્યા પછી પણ ક્યારેય કોઈપણ જાતનું અભિમાન કે ઘમંડ ના રાખતી, અને બદલામાં મેં શું આપ્યું? સગાવહાલાઓ ના કહેવાથી બિચારી પર ચરિત્રહીન નોટેગ લગાવી દીધો મારી આવી હરકત પર મને મારી જાત પર ધિક્કાર છે.
બંને ચૂપ હતા.
દુનિયાના તમામ અવાજો થી મુક્ત.“ખામોશ“.
ભીની આંખોએ બંને એક-બીજાને જોતા જ રહ્યા.
“મારે તને એક વાત કહેવી છે” અવાજમાં થોડીઝિઝક સાથે પતિએ કહ્યું.
સજળ આંખો સાથે પત્નીએ કહ્યું,“કહો “.
“ડર લાગે છે કહેતા” પતિએ કહ્યું.
“ડરો નહીં….કહો, બની શકે તમારા મનની વાત મારા મનની વાત સાથે મેળ ખાતી હોય” સ્ત્રીએ કહ્યું.
“તું મને ખૂબ યાદ આવે છે” પુરુષે કહ્યું .
“તમે પણ” સ્ત્રીએ કહ્યું .
“હું તને હજુ પણ એટલો જ પ્રેમ કરું છું”.
“હું પણ “.
બંનેની આંખો આંસુઓથી ઉભરાઇ આવી.
બંનેના અવાજ જ્જ્ળાતી અને ચહેરા માસૂમ.
“શું આપણે આપણા જીવનને એક નવો મોડ ના આપી શકીએ?” પુરુષ એ પૂછ્યું.
“નવો મોડ? કેવોનવો મોડ” સ્ત્રીને પૂછ્યું.
“આપણેબંને ફરીથી એક સાથે રહીએ, પતિ પત્ની બનીને, ખૂબ સારા જીવનસાથી બનીને, એક ચાન્સ આપીએ આપણા લગ્નજીવનને.” પુરુષ પોતાની વાત પૂરી કરી.
“અને આ કાગળિયા?”સ્ત્રીએ ડાઈવોર્સ પેપર બતાવતા કહ્યું.
“ફાડી નાખીએ”પુરુષે કહ્યું .
અને બંને પોતાના હાથમાં રહેલા ડાઈવોર્સ પેપર ફાડી નાખે છે એકબીજાના હાથમાં હાથ નાખી મુસ્કુરાહટ સાથે ઘર તરફ પ્રયાણ કરે છે.
બંને પક્ષના સગા વાલા જોઈને હેરાન-પરેશાન થઈ ગયા.
બંને પતિ-પત્ની ઘરે પહોંચી ગયા. એ જ ઘરે જે પેલા મકાન હતું, બંનેના સાથ થી ઘર બન્યું, બંનેના મતભેદથી પાછું મકાન બન્યું અને હવે છેલ્લે બંનેની સમજણથી પાછું ઘર બની જશે.
મિત્રો, છૂટાછેડા શબ્દ સાંભળવામાં સામાન્ય લાગે પણ જ્યારે એક સફળ લગ્નજીવન ચાલતું હોય તેવા દંપતી અમુક મતભેદોના કારણે, સગા વ્હાલાઓને ભરમાણી માં આવી ને આવા પગલાં લે છે ત્યારે પતિ-પત્ની અને સાથે સાથે બાળકોના એકસાથે જીવન બરબાદ થાય છે.
બની શકે તો એકમેકને માફ કરી શકાય તો કરજો અને જરૂર પડે ત્યાં માફી માંગી લેજો, સંબંધોમાં ખટ્ટા મીઠા તો ચાલ્યા જ કરશે. પરંતુ સાચી સમજણ થી વિચારીને નિર્ણયો લેવામાં આવે તો કોઈ સમસ્યા રહેશે નહીં.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
છૂટાછેડા લેતા પહેલા આ વાર્તા ખાસ જોઈ લેજો. દરેક પતિ પત્ની આ વાર્તા ખાંસ વાંચે.
Next Article શુ સાચ્ચે જ માં – દીકરી ગરીબ હતા?
Related Posts
Add A Comment