તમે અત્યાર સુધી ઘણી લવસ્ટોરી જોઈ હશે પણ આજે અમે તમને જે લવસ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છે એવી લવસ્ટોરી વિશે તમને નહિ જ સાંભળ્યું હોય. જ્યારે તમે સમગ્ર વાત જાણશો તો તમે પણ કહેશો કે પ્રેમ કરવો તો આવો કરવો નહીં તો ન કરવો.
અનામિકા નામની છોકરીને રાહુલ નામના છોકરા સાથે પ્રેમસંબંધ હતો પણ રાહુલે અનામિકાને કહ્યું કે જ્યારે તેને જોબ મળી જશે ત્યારે તે તેની સાથે લગ્ન કરશે.પણ બંનેના લગ્ન થાય એ પહેલાં જ રાહુલનું એક્સિડન્ટ થયું અને આ એક્સિડન્ટમાં રાહુલે તેના બંને પગ ગુમાવી દીધા. પણ એ બાદ અનામિકાએ રાહુલને છોડવાને બદલે તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો
અનામિકાએ તો નિર્ણય લઈ લીધો પણ રાહુલના પરિવારે અનામિકા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. પરિવારને લાગતું હતું કે લગ્ન પછી રાહુલનું જીવન ખુબજ મુશ્કિલ થઇ જશે તે પતિ તરીકે પોતાની બધી ફરજો નહિ નિભાવી શકે.એવામાં અનામિકાના માતા પિતાનું મૃત્યુ થઇ ગયું.
માતાપિતા અવસાન પામતા અનામિકા પર જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો. આખરે ઘણું મનાવ્યા પછી રાહુલનો પરિવાર માન્યો અને બંનેના ખુબજ ધૂમધામથી લગ્ન કરાવવામાં આવ્યા કારણ કે રાહુલના પરિવારને પણ થયું કે અનામિકાથી વધુ સારી છોકરી આપણા દીકરા માટે ન મળી શકે. અનામિકા રાહુલના શરીરને નહિ પણ તેના મનને પ્રેમ કરે છે.
તમને જણાવી દઈએ કે રાહુલ પોતાની જાતે ચાલી નથી શકતો એને દરેક કામ કરવા માટે કોઈની મદદની જરૂર પડે જ છે. તો પણ અનામિકાનો રાહુલ પ્રત્યેનો પ્રેમ જરાય ઓછો ન થયો અને તેને રાહુલ સાથે જ પોતાનું આખું જીવન વિતાવવાનું નક્કી કર્યું.