દરેક બાળક માટે માતા અને પિતા બંનેનો પ્રેમ મહત્વનો હોય છે. એક બાળક માટે માતા પિતા વગરના જીવનની કલ્પના કરવી પણ અઘરી છે. આપણે બધા જાણીએ જ છીએ કે જે બાળકો માતા પિતાની છત્રછાયામાં ઉછેરાયું હોય છે. તેની કેળવણી ખુબજ સારી હોય છે. એવામાં ભરૂચ જિલ્લાથી દિલને ખુશ કરી દે તેવી એક ઘટના સામે આવી છે.
ભરૂચમાં એક પતિ પત્ની વચ્ચે સતત ઝગડો થતા અને એટલે જ એ બંનેએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. છૂટાછેડાની અરજી કરનાર દંપતીના ત્રણ બાળકો પણ હતા. તમને જણાવી દઈએ કે આ કપલ છેલ્લા ૫ વર્ષથી અલગ અલગ રહી રહયા હતા.
અલગ રહેવા દરમિયાન તેમને નોંધ્યું કે એમના છૂટાછેડાના ચક્કરમાં તેમના ત્રણેય બાળકોનું જીવન બગડી રહ્યું છે. બાળકો પોતાના માતા પિતા બંનેને ખુબજ યાદ કરી રહયા હતા અને માતા પિતા માંથી જો કોઈ એકપણની ગેરહાજરી હોય તો જીવવાનું અઘરું થઈ જાય છે.
આખરે આ કપલે પોતાના બાળકોની પરિસ્થિતિનસ જોઈને નક્કી કર્યું કે તેઓ બન્ને બાળકોના સારા ભવિષ્ય માટે એમની વચ્ચે થયેલા મનભેદ ભૂલી જશે ને એકસાથે જ રહેશે જેથી તેમના બાળકોનો ઉછેર સારી રીતે થઈ શકે
રવિવારે ભરૂચ ફેમીલી કોર્ટનું સેશન યોજવામાં આવ્યું હતુ જેમાં આ દંપતીએ જણાવ્યું હતું કે તેઓ એમના બાળકોના સારા ભવિષ્ય માટે એકસાથે રહેવા માંગે છે. અને એ જ કારણસર તેઓ પોતાની છૂટાછેડાની અરજી પણ પાછી લેવા માંગે છે.
આ વાત સાંભળીને બધા જ લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. આ કપલે જ્યારે 5 વર્ષ પહેલાં છૂટાછેડાની અરજી કરી ત્યારે એમના કુટુંબીજનોને ખૂબ આઘાત લાગ્યો હતો પણ આજે બધા જ એમને ફરી એકવાર સાથે જોઈને ઘણા ખુશ છે.