ખજૂર ભાઈથી તો આપણે સૌ કોઈ પરિચિત છીએ જ, એવામાં હવે ખજૂરભાઈએ દુબઈમાં પણ પોતાનો ઝંડો લહેરાવ્યો છે. એમને દુબઈમાં એવી સિદ્ધિ મેળવી છે કે લોકો એમને અભિનંદન આપી રહ્યા છે અને એમના વખાણ કરતા થાકતા નથી. તમને જણાવી દઈએ કે ખજૂરભાઈએ એક કૉમેડિયન તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી પણ આજે તેમની દાનવીરતાને લોકો કર્ણ સાથે સરખાવે છે
ખજૂરભાઈ જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ જ ઉમદા કામ કરી રહ્યા છે, તેઓ દુખિયાના બેલી થઈને લોકોની મદદે દોડી જાય છે. કોરોનાકાળમાં થયેલા લોકડાઉન વખતે પણ ખજૂરભાઈએ ખડે પગે રહી લોકોની સેવા કરી હતી અને હવે એમના આ સેવા કાર્યનું તેમને ફળ મળ્યું છે. લોકોના આશીર્વાદ એમને ફળ્યા છે
ખજૂરભાઈ હાલમાં જ બે ત્રણ મહિના પહેલા પોતાના ટિમ મેમ્બર સાથે દુબઈ ગયા હતા જ્યાં તેમણે 200 ઘર બનાવવાનું સેલિબ્રેશન કર્યું હતું. ખરેખર આ સિદ્ધિ ખૂબ જ ઉમદા હતી કારણ કે ખજૂર ભાઈએ ગરીબ લોકો માટે દિવસ રાત એક કરીને ઘર બનાવી આપ્યું અને એ પણ માત્ર એક બે ઘર નહીં પરંતુ 200 જેટલા ઘર
ખજૂરભાઈને હાલમાં જ ફરી એકવાર દુબઈમાં ખૂબ જ એક અનોખું સન્માન મળ્યું છે. તેમને કરેલા સેવાકાર્ય અને સમાજસેવા માટે એમને આ સન્માન મળ્યા છે ત્યારે ચાલો અમે તમને જણાવી દઈએ કે ખજૂર ભાઈને દુબઈમાં કઈ સિદ્ધિ મળી છે
સોશિયલ મીડિયા પર ખજૂરભાઈએ જાતે જ એમના ફેન્સ સાથે આ ગુડન્યુઝ શેર કરી છે. એમને દુબઈમાં મળેલા સમ્માનની તસવીરો પોસ્ટ કરીને એ સન્માન મળવાનું કારણ પણ જણાવ્યું છે. તેમને લખ્યું છે કે, અમારા માટે આજે સન્માન ની વાત કહેવાય, કે આજે અમે ગુજરાત ના પહેલા Social Worker / Youtuber છીયે કે જેને દુબઈ પોલીસ, દુબઈ ગવર્નમેંટ દ્વારા “Esaad Privilege” સન્માન થી નવાઝવામા આવ્યા છે…
ખજૂરભાઈને મળેલા આ સમ્માન બાદ લોકો તમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. અને ખજૂરભાઈ પર ગર્વ અનુભવી રહ્યા છે. એમને લોકોની એટલા નિસ્વાર્થ ભાવે સેવા કરી છે કે હવે તેમને લોકોના હૃદયમાં પોતાનું આગવું સ્થાન જમાવી લીધું છે.