તમે માઁ મોગલના ઘણા પરચાઓ વિશે સાંભળ્યું હશે. માઁ મોગલની મહિમા ખરેખર અપરંપાર છે મોગલધામ સૌરાષ્ટ્રના કબરાઈમાં આવેલુ છે. મોગલમાં પોતાના એકપણ ભક્તને નિરાશ નથી કરતા ને બધા જ ભક્તોને કષ્ટમાંથી મુક્ત કરે છે.
માઁ મોગલ હંમેશા એમના ભક્તોની વાત સાંભળે છે અને એટલે જ માતાજી પ્રત્યેની ભક્તોની શ્રધ્ધા વધતી કાય છે. માઁ મોગલ ભક્તોનું દુઃખ જોઈ શકતા નથી અને એટલે જ માઁ મોગલ લોકોને ઘણા પરચા બતાવ્યા છે.
આજે અમે તમને એવા જ એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છે જ્યાં એક દંપતી માતાજીના દર્શન કરવા અને મણીધર બાપુના આશીર્વાદ લેવા માટે મોગલ ધામમાં આવ્યા હતા. એ મણિધર બાપુ સાથે વાત કરે છે અને જણાવે છે કે એ ભારે આર્થિક સંકડામણમાં છે, તે માતા મોગલને ખૂબ માને છે પણ એની પાસે રહેવા માટે યોગ્ય ઘર પણ નથી
જ્યારે તેઓ આર્થિક સંકડામણના કારણે ખૂબ જ થાકેલા અને મૂંઝવણમાં હતા ત્યારે તેમને કોઈ મિત્ર દ્વારા સલાહ આપવામાં આવે છે કે મોગલ માતામાં વિશ્વાસ રાખો અને મોગલ માતામાં વિશ્વાસ રાખો અને એ તમારી દરેક ઈચ્છા પૂરી કરશે. તેમને માતા મોગલમાં શ્રદ્ધા રાખી ને આજે તેઓ આર્થિક તંગીમાંથી બહાર આવી ગયા. માતાજીના પ્રતાપે પહેલાની જેમ સારું જીવન જીવી રહ્યા છે. અને એ બદલ માતા મોગલનો આભાર માનવા મોગલ ધામ આવ્યા હતા
એવું માનવામાં આવે છે કે એમની 11,000 રૂપિયા હતા અને મોગલ ધામ આવીને તેમને માતાજીના ચરણોમાં પૈસા ધર્યા ત્યારે મણીધર બાપુએ એ 11000 રૂપિયા તેમને પરત કર્યા અને કહ્યું કે જેને જરૂર હોય એને આ પૈસા આપજો અને સમજજો કે માતા મોગલ સુધી એ પહોંચી ગયા. મોગલ માતાજીમાં વિશ્વાસ રાખો તો ક્યારેય દુઃખી નહિ થાવ