ગુજરાતની ધરતી એટલે જાણે કલાકારોની ધરતી. ગુજરાતની આ માટીએ ઘણા એવા કલાકારો દુનિયાને આપ્યા છે પણ મોટાભાગના કલાકારોની સફળતા પાછળ એક સંઘર્ષ ગાથા છે. આજે અમે તમને એવા જ એક કલાકાર વિશે જણાવીશું જેમને એમના જીવનમાં ખૂબ કપરો સમય જોયો છે પણ પોતાની મહેનત અને આવડત થકી આજે સફળતાનાં શિખરે બેઠા છે.
અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતી ગાયક કલાકાર વિવેક સાંચલ વિશે, જેઓ આજે ગુજરાતના એક લોકપ્રિય કલાકાર બની ગયા છે. તો ચાલો જાણી લઈએ એમની સક્સેસ સ્ટોરી વિશે. આપણે ગુજરાતના જાણીતા કલાકરો જેવા કે ગીતાબેન રબારી, કિંજલ દવે, કીર્તિદાન ગઢવી વગેરેની સ્ટોરી તો સાંભળી જ હશે પણ વિવેક સાંચલા જેવું કપરું જીવન કોઈનું નથી રહ્યું
વિવેક સાંચાલાના પડદાદા થી લઈને તેમના દાદા અને પિતા પણ સંગીત સાથે જોડાયેલા હતા એટલે વિવેકને સંગીતનો વારસો જન્મથી જ મળ્યો છે એમ કહેવું ખોટું નથી. વિવેક એ સંગીતની કલા પોતાના દાદા પાસેથી શીખી હતી અને આજે એક ઉમદા કલાકાર છે. તેમના અંગત જીવનની વાત કરીએ તો વિવેક હાલ સુરતમાં રહે છે પણ તેઓ મૂળ જામગર શહેરનાં છે. તેમનો જન્મ જામનગર પાસે આવેલ હળીયાણા ગામમાં થયો છે.
વિવેક આમ તો દરજી જ્ઞાતિમાંથી આવે છે પણ તેમના પરિવારમાં સંગીતનો વારસો હોવાથી બાળપણ થી સંગીત સાથે જોડાઇ ગયા હતા..વિવેકે સૌપ્રથમ વાર એમના ગામના હનુમાન મંદીરે હનુમાન ચાલીસા ગાઈને પોતાના સંગીતની સફર શરૂ કરેલી અને ત્યારબાદ સંપૂર્ણ તાલીમ મેળવી હતી. અને એ પછી એમની સફળતા આપણે સૌએ જોઈ છે..
તેમને પોતાના જીવનમાં એવા કપરા દિવસો જોયા છે કે એ દરમિયાન એમને ફક્ત પારલે બીસ્કીટ અને પાણી ખાઈને સુઈ જવું પડતું હતું.
વિવેક પોતાની કારકિર્દીની શરૂઆત નાના નાનાં પ્રોગામમાં ગાવાથી કરી અને પછી લોકોને તેમનો અવાજ ખૂબ જ પસંદ આવ્યો. તેમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે તેમને અલ્પાબેન પટેલ સાથેની તેમની જુગલબંધી લોકોને ખૂબ જ પસંદ આવી અને તેમના બંને એ સાથે ગાયેલું સોંગ ખૂબ જ વાયરલ થયું હતું
આ વાયરલ સોંગ હતું, 3 ઇડિયટ્સ ફિલ્મનું સોંગ ” બહેતી હવા સો વોહ ખ્વાબ ” તેમના અવાજમાં રહેલો જાદુ લોકો પર ચાલી ગયો. આ સોંગના લીધે તેમને ખૂબ જ લોક ચાહના મેળવી અને ગુજરાત ભરમાં એક લોકપ્રિય ગાયક તરીકે નામ મળ્યું.આજે વિવેક યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. ઇન્સ્ટા અને યુટ્યૂબમાં તેમની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે