કોઈપણ વ્યક્તિ જ્યારે શહેરનો મેયર બને છે ત્યારે સૌપ્રથમ એની લાઇફસ્ટાઇલમાં બદલાવ આવી જાય છે. જે તે વ્યક્તિ મેયરને મળતા આલિશાન બંગલામાં રહેવા જતો રહે છે પણ એક રિપોર્ટ અનુસાર અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર મેયર બન્યા ત્યારથી આલિશાન બંગલામાં રહેવા જ્વામે બદલે પોતાના ચાલીવાળા જુના ઘરમાં જ રહે છે. તો ચાલો જાણી લઈએ એમના વિશે વધુ માહિતી
અમદાવાદમાં આજ થી એક વર્ષ પહેલા ચુંટણી પછી શહેરના નવા મેયર તરીકે કીરીટભાઇ પરમારની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે તેમની પસંદગી થઈ ત્યારે તેમને એ જણાવ્યુ હતુ કે તેઓ મેયરના બંગલામા રહેવા ને બદલે પોતાના ઘરે જ રહેવાનુ પસંદ કરશે. તમને જણાવી દઈએ કે કિરીટ ભાઓ અમદાવાદના તબાપુનગર વિસ્તારમા હીરા ભગતની ચાલીમા પોતાના માલિકીના ઘરમાં રહે છે.
જો તમે કિરીટ ભાઈનું ઘર જોશો તો તમને વિશ્વાસ જ નહીં થાય કે આ એક મેયરનું ઘર છે. કિરીટભાઈ અમદાવાદ શહેરના મેયર હોવા છતાં એકદમ સામાન્ય જીવન જીવી રહ્યા છે અને સામાન્ય લોકોની વચ્ચે જ રહી રહ્યા છે. આજે પણ જો કોઈ પણ વ્યક્તિને મેયરનું કઈ કામ હોય તો એમને મેયરને મળવા એમના ચાલીવાળા ઘરમાં જ જવું પડે છે
તમને જણાવી દઈએ કે અમદાવાદના મેયરનો બંગલો મનમોહી લે તેવો છે. આ બંગલો અમદાવાદના પોષ વિસ્તાર ગણાતા લો ગાર્ડનમા આવેલો છે. આ બંગલાનું ચાર વર્ષ પહેલા જ રીનોવેશન કરવામાં આવ્યું છે અને બંગલો એક હજાર વાર જગ્યામા વિસ્તરેલો છે. પહેલી નજરે જોતા જ કોઈ ને પણ ગમી જાય એવુ આ બાંગ્લાનું એલિવેશન છે. આ ઉપરાંત બંગલાનો વોલ પેઈન્ટ પણ ખૂબ જ આકર્ષક છે. પણ આવા આલિશાન બંગલામાં અમદાવાદના મેયર કીરીટભાઈ પરમાર ક્યારેય રહેવા ગયા જ નથી.
કિરીટ ભાઈ પહેલાના અમદાવાદના મેયરની વાત કરીએ તો વર્ષ 2008મા ભાજપના જ મેયર કાનાજી ઠાકોરે આ ભવ્ય બંગલામાં રહેવા જવાની ના પાડી દીધી હતી. કાનાજી માધુપુરા વોર્ડના કોર્પોરેટર હતા અને 2008ની સાલમાં અમદાવાદના 37મા મેયર બન્યા હતા. અને તેવો પણ ચાલીમા જ રહેતા હતા