જુદા જુદા માર્કેટયાર્ડમાં જુવારના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, આ વધારો રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયો છે, એવામાં જો જુવારના પાકની વાત કરીએ તો ખેડૂતોને આ વર્ષે જુવારના સારા ભાવ મળી રહ્યા છે.જુવારના ભાવ મોટો ઉછાળો જોવા મળ્યો છે. અમરેલી માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 2700 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2000 રૂપિયા નોંધાયો છે.
જો બનાસકાંઠા (થરા) માર્કેટયાર્ડની વાત કરીએ તો ત્યાં જુવારનો મહત્તમ ભાવ 3025 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2700 રૂપિયા નોંધાયો છે. તો ભરૂચના જંબુસર માર્કેટયાર્ડને જોઈએ તો ત્યાં જુવારનો મહત્તમ ભાવ 2200 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2000 રૂપિયા નોંધાયો છે.
આ ઉપરાંત જુવારનો માણસા માર્કેટયાર્ડમાં મહત્તમ ભાવ 2650 રૂપિયા અને સરેરાશ ભાવ 2250 રૂપિયા નોંધાયો છે. તો સાવરકુંડલા માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો જુવારનો મહત્તમ ભાવ 3225 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2425 રૂપિયા નોંધાયો છે.
તમને જણાવી દઈએ કે મહેસાણાના વિસનગર માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 3885 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2895 રૂપિયા નોંધાયો છે. રાજકોટના જસદણ માર્કેટયાર્ડની વાત કરીએ તો ત્યાં જુવારનો મહત્તમ ભાવ 2650 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2250 રૂપિયા નોંધાયો છે.
ઉપરોક્ત ભાવને જોતા એમ લાગી રહ્યું છે કે આ વર્ષે ખેડૂતોને મોટેભાગના પાકના ભાવ માર્કેટયાર્ડમાં ખૂબ જ સારા મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતો થોડી રાહત અનુભવી રહ્યા છે. આ વર્ષે ખેડૂતોને ખાસ કરીને કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા છે.