દુનિયાની સૌથી ઊંચી ઇમારત વિશે તમે સાંભળ્યું જ હશે અને એની સાથે જોડાયેલી સમસ્યાને પણ તમે જાણતા જ હશો પણ શું તમે એ ઇમારત વિશે જાણો છો જે દુનિયાની સૌથી પાતળી છે? એ ઇમારત જે હવાના ઝડપથી ફૂંકાવાથી પણ ડોલવા લાગે છે. આવી ઇમારત અમેરિકાના મેનહેટનમાં આવેલી છે. પણ શું કોઈ અહીંયા રહેવાની હિંમત કરી શકે?
84 ફ્લોરની આ બિલ્ડીંગનો રેશિયો 24:1 છે અને આ દુનિયાની સૌથી પાતળી ઇમારત બતાવવામાં આવી રહી છે. Steinway tower નામની આ બિલ્ડીંગ એન્જીનીયરીંગનો બહેતરીન નમૂનો છે. અમેરિકામાં વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને સેન્ટ્રલ પાર્ક ટાવર પછી આ ત્રીજી સૌથી ઊંચી બિલ્ડીંગ છે અને દુનિયાની આટલી ઊંચી ઇમારતોમાં સૌથી પાતળી પણ. 1428 ફૂટ ઊંચી આ ઇમારતની પહોળાઈ ફક્ત 60 ફૂટ છે જે પોતાનામાં જ એક અજુબો છે
Steinway Tower આર્કિટેક્ચરની બાબતમાં હેરાન કરી દે તેવી બિલ્ડીંગ છે. ધ ગારજીયન ન્યૂઝપેપરે એની તુલના કોફી સ્ટરર સાથે કરી છે. આ બિલ્ડિંગ દુનિયાના સૌથી મજબૂત કોન્ક્રીટથી બનાવવામાં આવી છે. વર્ષ 2015માં ન્યુયોર્ક ટાઈમ્સ સાથે વાત કરતા એના એન્જીનીયર રોવન વિલિયમ્સએ કહ્યું હતું કે 1000 ફૂટ ઊંચા ટાવર 100 માઈલ/ કલાકની ઝડપે ચાલતી હવામાં લહેરાઈ શકે છે. જો કે એની અંદર રહેનાર લોકો એને મહેસુસ નહિ કરી શકે
પાતળી અને ઊંચી ઈમારતોનું ચલણ 1970માં હોંગકોંગમાં શરૂ થયો હતો, પરંતુ હવે તે અમેરિકામાં પણ બનાવવામાં આવી રહી છે. જો કે આ ઈમારતોમાં રહેતા લોકોને આખા શહેરનો સુંદર વ્યુ જોવા મળે છે, પરંતુ તે જોખમી પણ હોઈ શકે છે. આ પહેલા, પાતળી ઇમારતોને કવર્કની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. આ બિલ્ડિંગમાં એક સ્ટુડિયો એપાર્ટમેન્ટની કિંમત પણ $7.75 મિલિયન છે, જ્યારે પેન્ટહાઉસની કિંમત $66 મિલિયન છે. એટલે કે અહીં રહેતા લોકો માટે અમીર હોવાની સાથે સાથે બહાદુર પણ હોવું જરૂરી છે.