સમગ્ર દેશમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે લોકો લગ્નમાં જાહોજલાલી કરવા અને લગ્નને અનોખા બનાવવા લાખો રૂપિયા ખર્ચી નાખે છે. એમાં લોકો કંકોત્રી પાછળ પણ ઘણો ખર્ચો કરતા હોય છે.
એવામાં હાલ બજારમાં એક અનોખા પ્રકારની કંકોત્રી જોવા મળે છે ત્યારે હાલ એક પક્ષી પ્રેમી યુવકે લગ્નની અનોખી કંકોત્રી બનાવડાવી છે
આપણને બધાને જ ખબર છે કે જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણ વધી રહ્યુ છે તેમ તેમ પક્ષીઓનો કલરવ ઘટી રહ્યો છે ત્યારે પક્ષી પ્રેમીઓ પણ એવા પ્રયત્ન કરી રહ્યા છે કે આવા પક્ષીઓને અને પ્રકૃતિઓને બચાવવા માટે અનોખા પ્રયત્ન કરવામાં આવે . આવા જ એક પક્ષી પ્રેમી જયરાજ રૂડાભાઈ કરગઠીયાના લગ્ન પ્રસંગમા પણ તેમને પ્રકૃતિ ને બચાવવા માટે અનોખો પ્રયાસ કર્યો છે
આ યુવાને પોતાના લગ્નના જમણવાર પ્રસંગે 451 કુંડા અને 51 જેટલા તુલસીના રોપાનું વિતરણ કરાયું હતું. જો જયરાજ રૂડાભાઈ કરગઠીયાની વાત કરવામા આવે તો તેવો પક્ષીપ્રેમી તરીકે સમગ્ર વિસ્તારમા જાણીતા છે.
જયરાજ ભાઈ છેલ્લા ચાર વર્ષથી સાઈકલ પર ચણ અને પાણી લઈ ને દૂર દરિયાકિનારાના, જંગલકાંઠાના વિસ્તારમાં પહોંચી જતા અને પક્ષીઓ માટે અનોખી સેવા કરતા. તેમના આ ઉમદા કામમા ગામના અન્ય યુવકો પણ તેમનો સાથ આપતા. જયરાજ ભાઈની નિયમિત સેવાથી જાણે પક્ષીઓ પણ જયરાજ ભાઈની રાહ જોઈ ને બેઠા હોય એવું લાગતું.
હવે જ્યારે આ યુવાનના લગ્ન થઈ રહ્યા છે ત્યારે પણ તેઓ પોતાનો પક્ષી પ્રેમ દેખાડવાનુ ચુક્યા નથી .આ માટે તેવો એ 400 જેટલી કંકોત્રી એવી રીતે છપાવી છે કે જે પુઠ્ઠાના માળા પર છપાવવામાં આવી હતી. આ ઉપરાંત યુવાનોએ જમણવારમાં ઉપસ્થિત મહેમાનોને માટી અને ફાયબરના કુંડા અને તુલસીના રોપાનું વિતરણ કરતા આ આમંત્રિતોએ આ પ્રેરણાદાયી પ્રવૃત્તિની નોંધ લીધી હતી.