હેલ્થ ઇસ વેલ્થ…એ વિશે તો આપણે બધા જાણીએ જ છે…જેમનું શરીર તંદુરસ્ત હોય એને દુનિયાની સૌથી સુખી વ્યક્તિ ગણવામાં આવે છે. પણ જો કોઈ વ્યક્તિના શરીરમાં રોગનો પગ પેસારો થઈ જાય પછી એને દવાખાનાના સતત ધક્કા ખાતા રહેવા પડે છે. એમાં માણસો શારીરિક રીતે તો હેરાન થાય છે જ પણ હોસ્પિટલમાં મોટા મોટા બિલ આર્થિક રીતે પણ એમની કમર ભાંગી નાખે છે. આજે અમે તમને એવી એક હોસ્પિટલ વિશે જણાવવા જઈ રહ્યા છે જે આંખને લાગતા કોઈપણ રોગનો મફતમાં ઈલાજ કરે છે એટલું જ નહીં અહીંયા ઓપરેશનના લાખો રૂપિયા પણ નથી ખર્ચવા પડતા કારણ કે અહીંયા એ બધા જ ઓપરેશન પણ સાવ મફત થાય છે.
તમને જણાવી દઈએ કે અમે જે હોસ્પિટલની વાત કરી રહ્યા છે એનું નામ નામ શેઠ રતનજી નથ્થુભાઈ ચાવસારેવાલા છે તે RNC હોસ્પિટલના નામે જાણીતું છે. આ હોસ્પિટલ વલસાડમાં આવેલી છે. ગુજરાત સિવાય રાજસ્થાન અને મધ્યપ્રદેશ થી પણ મોટા પ્રમાણમાં લોકો આંખના ઈલાજ માટે આ હોસ્પિટલમાં આવે છે.
આ હોસ્પિટલ વર્ષો પહેલા સેવાના આશયથી બનાવવામાં આવી હતી ને આ હોસ્પિટલમાં આજે આંખોને લગતા દરેક જાતના રોગોનો સારવાર કરવામાં આવે છે. એટલું જ નહીં અહીંયા દરરોજ 70-80 જેટલા આંખોના મોતીયા ઉતારવના પણ ઓપરેશન પણ એકદમ મફતમાં અહીંયા થાય છે
નોંધનીય વાત એ છે કે કોઈપમ મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં જે અદ્યતન સાધનો વસાવવામાં આવે છે એ બધા જ સાધનો અને સેવા આ હોસ્પિટલમાં મળી રહે છે. આ હોસ્પિટલમાં 8 એક્સપર્ટ ડોકટર દર્દીઓની સેવા માટે દરરોજ હાજર રહે છે.
આ ઉપરાંત આ હોસ્પિટલમાં 12 જેટલા વિઝીટિંગ ડોકટરો દર્દીઓની સેવા આપવા આવે છે. મોતીયાના ઓપરેશન તો અહીં થાય જ છે પણ એ સિવાય ઝામર, આંખોનો પડદો સાફ કરવા જેવા અત્યંત મોંઘા ઓપરેશન પણ અહીં સાવ મફતમાં કરવામાં આવે છે.