દરેક વ્યક્તિની કેટલીક ખાસ આદતો હોય છે. જે અમુકને પસંદ હોય છે તો અમુકને નાપસંદ. જો તમારો પાર્ટનર તમારી કેટલીક આદતોથી ચિડાય છે તો તેને તરત જ બદલવી જરૂરી છે. કારણ કે પુરૂષો મહિલાઓની આ પ્રકારની આદતને ગુસ્સે થઈને પસાર કરે છે. જેના કારણે ઘણી વખત સંબંધ તૂટવાની અણી પર આવી જાય છે. તો ચાલો જાણીએ કઈ એવી આદતો છે જે મહિલાઓને મુશ્કેલીમાં મૂકી શકે છે.
હુકમ ચલાવવાની આદત :
સમાજ ભલે ને ગમે તેટલો આધુનિક કેમ ન બની જાય. કેટલીક વસ્તુઓ પુરુષોમાં જન્મજાત હોય છે. જેમ કે, પુરુષોને દરેક બાબતમાં સ્ત્રીઓનો હુકમ ચલાવવનો સ્વભાવ પસંદ નથી. જો તેમને ખબર પડે છે કે તેમની ગર્લફ્રેન્ડ અથવા પાર્ટનર તેમના પર હુકમ ચલાવવા માંગે છે, તો તેઓ તરત જ આ સંબંધમાંથી દૂર થઈ જાય છે..
ઇગ્નોર કરવું :
ઘણીવાર છોકરીઓ પોતાના પાર્ટનરને એટલે ઇગ્નોર કરે છે. જેથી તેઓ તેમની પાછળ પાછળ આવે. સંબંધની શરૂઆતમાં આ સ્વભાવ છોકરાઓને પસંદ આવે છે. પરંતુ ધીમે ધીમે આ આદત તેમને પરેશાન કરવા લાગે છે.
ઇર્ષ્યાની ભાવના :
કેટલીક સ્ત્રીઓ જીવનસાથી વિશે જાણતી દરેક સ્ત્રીની ઈર્ષ્યા કરે છે. સાથે જ શંકા પણ કરે છે. આ આદતો થોડા સમય પછી પુરૂષોને પરેશાન કરવા લાગે છે.
સ્પેસ ન આપવી :
કહેવાય છે કે પુરૂષો મહિલાઓની પર્સનલ સ્પેસનો નાશ કરે છે. પરંતુ ઘણી વખત મહિલાઓ પણ પાર્ટનરના અંગત જીવનમાં જરૂરિયાત કરતાં વધુ પૂછપરછ કરે છે. જેના કારણે તેમનો સંબંધ જલ્દી જ તૂટવાની અણી પર આવી જાય છે.