આ દુનિયામાં ઘણા એવા દાનેશ્વરી લોકો હોય છે જે અઢળક રૂપિયાનું દાન કરતા હોય છે પણ આ બધામાં સૌથી મોટું દાન અંગદાન કહેવાય છે. હાલ આપણી આસપાસ ઘણા એવા કિસ્સા જોવા મળે છે જેમાં અંગદાન કરીને લોકોને જીવનદાન આપવામાં આવે છે. આવો જ એક અંગદાનનો કિસ્સો છે જેના વિશે અમે આજે તમને જણાવવાના છે.
જૂનાગઢમાં 15 વર્ષનો ફેનિલ નામનો યુવક બીમારીથી પીડાઈ રહ્યો હતો, અને એ દરમિયાન તેનું બ્રેઇનડેડ થઇ ગયું હતું, એ બાદ એના પરિવારે તેનું અંગદાન કરીને માનવતાની સુવાસ ફેલાવી છે. તમને જણાવી દઈએ કે ફેનિલને કમળાની બીમારીથી પીડાઈ રહ્યો હતો અને તેની સારવાર ચાલુ થઇ હતી પણ એ દરમિયાન જ તેનું બ્રેઇનડેડ થઇ ગયું હતું, અને એ પછી ફેનીલન પરિવારે તેની અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.
ફેનીલને આ બીમારીને લીધે લીવર અને કિડનીની સમસમ્યા થઇ હતી એટલે એની કિડની અને લીવર કોઈને દાનમાં આપવામાં નહોતું આવ્યું પણ તેની આંખોનું અને સ્કિનનું દાન કર્યું હતું. ફેનીલના અંગોનું દાન કરીને એના પરિવારે સમગ્ર સમાજ સામે એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રાજકોટમાં આજથી ૬ મહિનાથી જ ચામડીનું દાન લેવાનું ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં ફેનીલનાં પરિવારે ચામડીનું દાન કરનારા પહેલો કિસ્સો છે. જેમાં જે લોકો કોઈ કારણસર દાઝી ગયા હોય તો તેમની માટે પણ આ ચામડી ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે
પુત્રના અંગોનું દાન કરીને આખા પરિવારે સમાજને અંગદાન અંગે પ્રોત્સાહન આપ્યું છે. આપણી આસપાસ ગહન એવા લોકો છે જે આવા સેવાના કામ કરીને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે