આખી દુનિયામાં ઘણા પ્રકારના મસાલા મળી આવે છે જેનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે. બધા મસાલાની કિંમત અલગ અલગ હોય છે. આ મસાલા એમના ઉમદા સ્વાદ અને અલગ અલગ કારણોથી આખી દુનિયામાં જાણીતા છે. તમને એવા જ એક મસાલા વિશે જણાવીએ જે દુનિયામાં મળતા મસાલાઓમાં સૌથી મોંઘો છે. આ મસાલાની કિંમત બજારમાં એટલી છે જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે
દુનિયામાં સૌથી મોંઘા વેચાતા મસાલાને લોકો રેડ ગોલ્ડ લન કહે છે. આ મસાલા વિશે આપણે બધા જાણીએ જ છીએ. આ મસાલાનું નામ બીજું કંઈ નહીં પણ કેસર છે. હાલના સમયમાં બજારમાં કેસર સૌથી મોંઘું છે. એક કિલોગ્રામ કેસરની કિમત અઢી લાખ રૂપિયાથી ત્રણ લાખ રૂપિયા સુધી હોય છે. તો ચાલો જાણી લઈએ આખરે આ મસાલામાં એવું તો શું છે જેના કારણે એ દુનિયામાં સૌથી મોંઘો મસાલો છે.
કેસરની કિમી હીરાની જેટલી હોવાના ઘણા કારણો છે.કેસર પેદા કરવામાં ઘણી મહેનત કરવી પડે છે. કેસરના છોડ પરથી હાથથી ફૂલ તોડવામાં આવે છે. ફૂલને 4 થી 5 કલાક છાયામાં સૂકવવામાં આવે છે. જણાવવા આવે છે કે એનો છોડના દોઢ લાખ ફૂલોથી માત્ર એક કિલો કેસર નીકળે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે એના એક ફુલમાંથી ફક્ત ત્રણ કેસરના તાંતના જ મળે છે.
એ પણ જાણીને બધાને નવાઈ લાગશે કે કેસરનો છોડ પણ બહુ મોંઘો વેચાય છે. કેસરના છોડને દુનિયાનો સૌથી મોંઘો છોડ કહેવામાં આવે છે..જમ્મુ કશ્મીરના અમુક વિસ્તારમાં કેસરની ખેતી થાય છે.
આ વિશે કોઈ પાસે જાણકારી નથી કે સૌથી પહેલા કેસરની ખેતી ક્યાં થઈ હતી. જણાવવામાં આવે છે કે લગભગ 2300 વર્ષ પહેલાં ગ્રીસમાં સિકંદર મહાનની સેનાએ સૌથી પહેલા એની ખેતી કરી હતી. કેસરનો મસાલા સિવાય બીજી ઘણી વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે કેસરને ગુણકારી માનવામાં આવે છે. એનો ઉપયોગ ચહેરા પર લગાવવાની ક્રીમમાં પણ કરવામાં આવે છે. કેસરનો અલગ અલગ વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવે છે.