આપણા સમગ્ર દેશમાં હજારો મંદિરો આવેલા છે અને એમાંય આપના ગુજરાતની તો વાત જ શુ કરવી. આ બધા જ મંદિરોમાં રોજેરોજ હજારો ભાવિક ભક્તો મંદિરમાં બિરાજમાન હાજરા હાજુર ભગવાનના દર્શન માટે આવે છે અને પોતાની મનોકામના પુરી કરવા માટે પ્રાર્થના કરતા હોય છે. અને ભગવાન આ સમગ્ર ભક્તોની આસ્થા પણ ખરા ઉતરતા હોય છે.
આજે અમે તમને વાછરાદાદાના મંદિર વિષે જણાવીશું. તમને જણાવી દઈએ કે વાછરા દાદાએ ગાયો માટે તેમનું બલિદાન આપ્યું હતું. એટલું જ નહીં એમને પોતાનું માથું ધડથી અલગ થઇ ગયા પછી પણ ગાયો માટે લડ્યા હતા. અને એટલે જ એમનું મસ્તક જ્યાં હતું એ જગ્યા પર વાછરા દાદાનું મસ્તક મંદિર આવેલું છે.
તમને જણાવી દઈએ કે ૯૬૦ વર્ષ પહેલા સોલંકી કુલભૂષણ વીરસિંહ વાછરા દાદાએ ગાયોના રક્ષણ માટે લૂંટારુઓ સામે મોટી લડાઈ કરી હતી.આ લડાઈમાં તેઓનું મસ્તક ધડથી અલગ થઈ ગયું હતું અને એ વચ્છરાજપુરમાં આવીને પડ્યું હતું.
મસ્તક છેદાઇ ગયા પછી પણ વાછરા દાદાએ એકલા હાથે મસ્તક વગર અહીંથી ૧૮ કિલોમીટર દૂર વચ્છરાજ બેટ સુધી એકલા હાથે જ લૂંટારૂઓનો સામનો કર્યો હતો. ગાયોના રક્ષણ કરીને તેઓ દેવ થયા હતા, એ બાદ ૧૫ વર્ષ પછી એક ૨૫ વર્ષના યુવકને એમને સપનામાં દર્શન આપ્યા હતા અને એમની જગ્યા જણાવી હતી.
એ ઘટના બાદ અહીંયા દાદાની એક શીલાની સ્થાપના કરવામાં આવી હતી અને પછી ત્યાં એક મોટું મંદિર બનાવવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે આ મંદિરમાં એક ઝાડ આવેલું છે તેના પાનની પ્રસાદી લેવાથી ગમે તેવી ખાંસી મટી જાય છે. આમ અહીંયા મોટી સંખ્યામાં દાદાના દર્શને ભક્તો આવે છે.