પહેલા આ એક્ટર્સને મળ્યું હતું જેઠાલાલનું પાત્ર ઓફર, પણ બાજી મારી ગયા દિલીપ જોશી
ટીવીની સૌથી લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દર્શકો વર્ષોથી જોઈ રહ્યાં છે અને લોકોને આ સિરિયલ ખૂબ જ ગમે છે. આ સિરિયલના તમામ પાત્રો દર્શકોના દિલ પર રાજ કરે છે. જો કે આ શોના તમામ કલાકારો મહત્વના છે, પરંતુ જેઠાલાલનું પાત્ર ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે, જે અભિનેતા દિલીપ જોશીએ ભજવ્યું છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે જેઠાલાલના પાત્ર માટે શોના નિર્માતા અસિત મોદીને ઘણા પાપડ વણવા પડ્યા હતા.અને દિલીપ જોશી પહેલા આ રોલ માટે ઘણા કલાકારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ એ કલાકારોના નામ, જેમને જેઠાલાલની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ દિલીપ જોશી બાજી મારી ગયા
યોગેશ ત્રિપાઠી :
અહેવાલો અનુસાર, અસિત મોદીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની ભૂમિકા માટે સૌપ્રથમ યોગેશ ત્રિપાઠીનો સંપર્ક કર્યો હતો. ટીવીના હપ્પુ સિંહ એટલે કે એક્ટર યોગેશ ત્રિપાઠીએ જેઠાલાલનું પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી.
રાજપાલ યાદવ :
કહેવાય છે કે જ્યારે અસિત મોદી બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ પાસે જેઠાલાલના રોલની ઓફર લઈને પહોંચ્યા તો તેમણે પણ આ પાત્ર ભજવવાની ના પાડી દીધી. રાજપાલે કારણ આપ્યું હતું અને કહ્યું હતું કે તે અત્યારે તેની ફિલ્મી કરિયર પર ધ્યાન આપવા માંગે છે, તેથી તે ટીવી સિરિયલોમાં કામ કરવા માંગતો નથી.
અહેસાન કુરેશી :
ટીવીના જાણીતા કોમેડિયન એહસાન કુરેશીને પણ જેઠાલાલનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જો કે, તેણે આ ઓફર સ્વીકારી ન હતી અને આ રોલ કરવાની ના પાડી દીધી હતી.
કિકુ શારદા :
ટીવી એક્ટર અને કોમેડિયન કીકુ શારદાને પણ જેઠાલાલની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે પણ આ પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી. તેણે દલીલ કરી હતી કે તે તેના નવા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે, તેથી તે આ પાત્ર કરી શકશે નહીં
દિલીપ જોશી :
આખરે અસિત મોદી આ પાત્રની ઓફર લઈને અભિનેતા દિલીપ જોશી પાસે પહોંચ્યા. જ્યારે તે આ ઓફર લઈને પહોંચ્યો ત્યારે તેણે ફિલ્મો અને સિરિયલોમાં નાના-નાના રોલ કર્યા હતા. આવી સ્થિતિમાં જ્યારે તેને જેઠાલાલના પાત્રની ઓફર મળી તો તેણે તરત જ હા પાડી દીધી.
તમને જણાવી દઈએ કે વર્ષ 1989માં દિલીપ જોશીએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ તેમના કરિયરમાં એક એવો તબક્કો આવ્યો જ્યારે તેમને એક વર્ષ સુધી કામ વગર ઘરે બેસી રહેવું પડ્યું. જ્યારે આસિત મોદીને આ વાતની ખબર પડી ત્યારે તેણે દિલીપ જોશીને જેઠાલાલનું પાત્ર ઑફર કર્યું અને તેણે તરત જ હા પાડી દીધી, ત્યારપછી તેણે ક્યારેય પાછું વળીને જોવું પડ્યું નહીં અને આજે જેઠાલાલ દર્શકોના સૌથી પ્રિય પાત્ર બની ગયા છે.