ગુજરાતના જાણીતા લોક ગાયિકા ગીતાબેન રબારી અને રાજ ભા ગઢવી હાલમાં જ લંડન ગયા છે, એવામાં હવે ગીતાબેને વિદેશની ધરતી પર ગુજરાતી ભજનો અને લોકગીતોની ધૂમ મચાવી છે એની સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચારે તરફ થઈ રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, બે ત્રણ મહિલા પહેલા જ ગીતાબેન રબારી અમેરિકામાં પ્રોગામ માટે ગયા હતા.
વિદેશની ધરતી પર આપણા ગુજરાતીઓને ગીતા બેને વિદેશની ધરતી પર ગુજરાતી ગીતો દ્વારા મંત્રમુગ્ધ બની જાય છે. જે રીતે આપણે ત્યાં એમના ગીતો પર રૂપિયાનો વરસાદ થાય છે એવી જ રીતે અમેરિકાની ધરતી પર ડોલરોનો વરસાદ થયો હતો અને આવો જ માહોલ ફરી એકવાર લંડનમાં પણ જોવા મળ્યો છે. સમય કેવો બળવાન હોય છે એક સમય એવો હતો જ્યારે કચ્છના નાનકડા ગામમાં જન્મેલ ગીતા રબારીને કોઈ ઓળખતું ના હતું પણ આજે તેઓ આખા વિશ્વમાં પોતાના ગીતોથી ધૂમ મચાવી રહ્યા છે
તમને જણાવી દઈએ કે જ્યારે અમેરિકામાં ગીતાબેનનો ડાયરો યોજાયો હતો. ગીતાબેને પોતાના સુરીલા અવાજમાં યુક્રેનના પીડિત લોકો માટે ગીતો ગાઈ મંત્રમુગ્ધ બનીને લોકોએ ડોલરોનો વરસાદ કર્યો છે. અત્યાર સુધીમાં 3 લાખ કરોડ ડોલર એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે સવા બે કરોડ જેટલી કિંમત ભેગી થઈ હતી. હવે ફરી એકવાર લંડનની ધરતી પર ગીતાબેનના ગીતોની રમઝટ પર લોકોએ પાઉન્ડનો વરસાદ કર્યો છે.
સોશિયલ મીડિયા પર હાલમાં થોડા દિવસ પહેલા જ ગીતાબેન પૃથ્વી તેમજ રાજભા ગઢવી સાથે તસ્વીર શેર કરી હતી. હાલમાં તેઓ લંડનમાં મજા માણી રહ્યા છે, સાથો સાથ ગુજરાતી ગીતો અને ભજનનો ની રઝઝટ બોલાવીને લોકોના દિલ જીતી રહ્યા છે.