ઘણીવાર લોકો જ્યારે એક કંપનીમાંથી જોબ બદલીને બીજી કંપનીમાં જોઈન કરે છે ત્યારે તેમનું PF બેલેન્સ ટ્રાન્સફર કરવાનું ભૂલી જાય છે, જ્યારે પછી તેઓને યાદ આવે છે, ત્યારે તેઓ એ વિચારીને ગભરાઈ જાય છે કે હવે તેમને EPF ઓફિસના ચક્કર લગાવવા પડશે.
અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે 1, 2, 3 અથવા તો 4 કંપની પણ બદલી હોય તો પણ તમે જૂની કંપનીમાંથી EPF બેલેન્સ તમારી હાલની કંપનીના PF એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો. આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે, જે તમે ઘરે બેસીને પણ આરામથી કરી શકો છો
PF ટ્રાન્સફરથી પહેલા જરૂરી જાણકારી
તમારા જૂના EPF બેલેન્સને નવા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે, પહેલા તમારી પાસે એક એક્ટિવ UAN નંબર અને પાસવર્ડ હોવો જોઈએ. એ વાતનું પણ ધ્યાન રાખો કે તમારા UAN નંબરમાં તમામ પ્રકારની માહિતી અપડેટ હોવી જોઈએ, જેમ કે બેંક એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર, આધાર નંબર, તમારે UANમાં અપડેટ કરવું જોઈએ.
જુના PF એકાઉન્ટ બેલેન્સને કઈ રીતે જોશો
1. તમારા જૂના પીએફ બેલેન્સને નવા પીએફ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે, તમારે EPFOની ઓફિશિયલ વેબસાઇટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જવાનું છે
2. આ પછી તમારે UAN નંબર અને પાસવર્ડ અને કેપ્ચા દાખલ કર્યા પછી લોગ ઇન કરવાનું છે
3. લોગ ઇન કર્યા પછી, તમે હોમ પેજ પર આવશો. અહીં તમારે મેમ્બર પ્રોફાઇલ પર જવું પડશે. જ્યાં તમારે તમારી તમામ પર્સનલ ડિટેલ્સ ચેક કરવાની છે. તમારું નામ, આધાર ડિટેલ્સ, પાન કાર્ડ વેરીફાઈ હોવું જોઈએ. આ સિવાય ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને બેંક ખાતાની વિગતો પણ યોગ્ય રીતે ભરેલી હોવી જોઈએ
4. પીએફ ટ્રાન્સફર કરતા પહેલા તમારે તમારી પાસબુક ચેક કરવી જોઈએ. આ માટે તમારે viewમાં જવું પડશે જ્યાં પાસબુકનો ઓપશન દેખાશે.
5. પાસબુક પર ક્લિક કર્યા પછી તમારે ફરી એકવાર લોગ ઇન કરવું પડશે
6. લોગ ઇન કર્યા પછી, તમે સિલેક્ટ મેમ્બર આઈડી પર ક્લિક કરશો કે તરત જ એક સંપૂર્ણ લિસ્ટ ખુલશે. તમે જે કંપનીઓમાં કામ કર્યું છે તે તમામ કંપનીના મેમ્બર આઈડી દેખાશે. જે સૌથી નીચે ID હોય છે એ તમારી વર્તમાન કંપનીની છે. અહીં તમે view passbook પર જઈને તમારી તમામ કંપનીઓમાં PF બેલેન્સ ચેક કરી શકો છો.
જુના EPFને નવમા કઈ રીતે ટ્રાન્સફર કરશો
1. જૂનો PF ટ્રાન્સફર કરતા પહેલા, જરૂર ચેક કરો કે તમારી જૂની કંપનીએ તમારી એન્ટ્રી ડેટ અને એક્ઝિટ ડેટ અપડેટ કરી છે. આ માટે તમે વ્યૂ પર જાઓ અને સર્વિસ હિસ્ટ્રી ઓપ્શન પર ક્લિક કરો.
2. જો જૂની કંપનીએ બંનેની તારીખો અપડેટ કરી છે, તો તમારું PF સરળતાથી ટ્રાન્સફર થઈ જશે, નહીં તો મુશ્કેલી પડશે.
3. હવે તમારે ઑનલાઇન સર્વિસ પર જવું પડશે અને one member one EPF account (ટ્રાન્સફર રિકવેસ્ટ) પર ક્લિક કરવું પડશે.
4. તમારી સામે એક નવું પેજ ખુલશે જ્યાં તમને તમારી પર્સનલ ઇન્ફોર્મેશન મળશે, હાલની કંપનીના પીએફ ખાતાની ડિટેલ્સ મળી જશે. જેમાં તમને જૂના પીએફના પૈસા મળવાના છે.
5. તેની નીચે જ જૂના એમ્પ્લોયરની વિગતો હશે જેની પાસેથી PF ટ્રાન્સફર કરવાનો છે. ધ્યાનમાં રાખો કે તમે અહીં જે પીએફ ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છો તે તમારા વર્તમાન અથવા જૂના એમ્પ્લોયર દ્વારા અપ્રુવ કરેલું હોવું જોઈએ. હાલની કંપની પાસેથી મંજૂરી મેળવવી હંમેશા સરળ હોય છે. તેથી આ વિકલ્પ પસંદ કરો
6. આ પછી તમારે તમારી UAN ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે, આવું કરતા જ તમારી અગાઉની તમામ કંપનીઓના PF ID આવી જશે. તમે જેના પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો તેને સિલેક્ટ કરો
7. આ પછી તમારે તેને OTP દ્વારા ઓથેન્ટિક કરવું પડશે. GET OTP પર ક્લિક કરો. OTP દાખલ કરો.
8. અહીં તમને દેખાશે THE CLAIM HAS BEEN SUCESSFULLY SUNMITTED
9. તમે ટ્રાન્સફર ક્લેમનું સ્ટેટ્સ દેખાશે. અટેસ્ટેશન માટે, તમારે પ્રિન્ટ કાઢીને તમારી કંપનીને આપવી પડશે, તે પીએફ ઓફિસમાં મોકલવામાં આવશે.
10. તમારું જૂનું પીએફ બેલેન્સ 7 થી 30 દિવસમાં નવા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે