કરણ સિંહ ગ્રોવર :
કરણ સિંહ ગ્રોવરે જેટલી વાર રિલેશન બનાવ્યા તેટલી વાર પોતાના પાર્ટનરને છેતર્યા, પછી તે શ્રદ્ધા નિગમ હોય કે જેનિફર. હાલમાં કરણ બિપાશા સાથે લગ્ન કરીને સેટલ થઈ ગયો છે.
કરણ પટેલ :
કરણ પટેલ પણ છેતરપિંડી કરવામાં કોઈથી ઓછો નથી. કામ્યા પંજાબી સાથે રિલેશનશિપમાં હતો ત્યારે તેનું અંકિતા ભાર્ગવ સાથે અફેર પણ હતું અને પછી અચાનક કામ્યાને છોડીને અંકિતા સાથે લગ્ન કરી લીધા હતા.
પ્રિયાંક શર્મા :
જ્યારે પ્રિયંક શર્મા બિગ બોસમાં ગયો ત્યારે તેની પાર્ટનર દિવ્યા હતી, પરંતુ શો દરમિયાન જ બેનાફશાએ તેના દિલ અને દિમાગ પર એવું પ્રભુત્વ જમાવ્યું કે તેણે તેની ગર્લફ્રેન્ડને છોડીને બેન સાથે સંબંધ બાંધી લીધો
એઝાંઝ ખાન :
એજાઝ ખાન અને અનીતા હસનંદાની એક ફેમસ કપલ હતા, પરંતુ એજાઝે કેનેડિયન ગાયક માટે અનિતા સાથે છેતરપિંડી કરી અને બંને અલગ થઈ ગયા.
કૃષ્ણા અભિષેક :
કૃષ્ણા અભિષેક અને કશ્મીરા હાલમાં તેમના લગ્નજીવનમાં ખુશ છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે કૃષ્ણાનું અફેર તનુશ્રી દત્તા સાથે શરૂ થયું હતું. જ્યારે કાશ્મીરને આ વાતની જાણ થઈ તો એમને કૃષ્ણાને અલ્ટીમેટમ આપી દીધું કે એ એમની સાથે લગ્ન કરી લે
દીપિકા કક્કર :
દીપિકા કક્કર પણ કોઈ કરતા પાછળ નથી. જ્યારે તેણે સસુરાલ સિમર કા શો કર્યો ત્યારે તેના લગ્ન થઈ ગયા હતા, પરંતુ તેને તેના રીલ લાઈફ પાર્ટનર શોએબ એટલો ગમ્યો કે તેણે તેની સાથે લગ્ન કરવા માટે પોતાના પહેલા લગ્ન તોડી નાખ્યા. જોકે, દીપિકાએ હંમેશા એ વાતનો ઇનકાર કર્યો હતો કે તેણે શોએબના કારણે તેના પહેલા લગ્ન તોડી નાખ્યા હતા.
અંકિત ગેરા :
અંકિત ગેરાએ તેના ઓનસ્ક્રીન પાર્ટનર રૂપલ ત્યાગી માટે અદા ખાનને છેતરી હતી
અવિનાશ સચદેવ :
અવિનાશ સચદેવ અને રૂબીના દિલાઈક તેમના શો છોટી બહુથી દરેકના દિલ પર રાજ કરતા હતા અને બંને વાસ્તવિક જીવનમાં પણ હિટ હતા.પણ અવિનાશે બીજે ક્યાંક પણ દિલ લગાવી લીધું અને બન્ને અલગ થઈ ગયા