આજકાલ સેવાકાર્ય કરનાર લોકોના અનોખા કિસ્સા આપણને સાંભળવા મળે જ છે, ભુખ્યાને ભોજન, તરસ્યાને પાણી, પહેરવાને કપડાં, ને અન્ય ઘણી જીવન જરૂરિયાતની વસ્તુઓ જરૂરિયાતમંદ સુધી પહોંચાડનાર દાતાઓને ખરેખર શત શત વંદન કરવા જેવા, હવે આવું જ કામ આપના ગુજ્જુ મોટીવેશનના તુષાર ભાઈ અને ગૌતમભાઈ દ્વારા પણ કરવામાં આવ્યું છે
ગુજ્જુ_મોટીવેશન YouTube ચેનલના MD એવા સમાજના ગૌરવ દાતાશ્રી તુષારભાઈ વિનુભાઈ તેજાણી અને ગૌતમભાઈ આંબાભાઈ મિયાણી એ હેલ્પીંગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નિરાધારનો આધાર લોન્ચિંગ કાર્યક્રમ દરમ્યાન સેવાની શુભ શરૂઆત કરીને જરૂરીયાતમંદ પરિવારને રાસન કીટ આપવા માટે અનુદાન પેટે રૂપિયા 21111/- રૂપિયાનું દાન આપ્યું છે
તુષારભાઈ અને ગૌતમભાઈએ કરેલું આ કામ ખરેખર બિરદાવવા લાયક છે, હવે જો તુષાર ભાઈ અને ગૌતમભાઈની વાત કરીએ તો તેઓ બંને ભેગા મળીને યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે યુટ્યુબ પર તેઓ ચારથી પાંચ ચેનલ ધરાવે છે. આ ચેનલના માધ્યમથી તેઓ સમાજને મોટિવેશન પૂરું પાડી રહ્યા છે.
આ ઉપરાંત તેઓ ફેસબુક પર ગુજ્જુ મોટિવેશન નામે એક પેજ પણ ધરાવે છે જેના માધ્યમથી તેઓ લોકો સુધી પ્રેરણાદાયી વાર્તાઓને ઓડિયો દ્વારા પહોંચાડે છે. હાલમાં જ તેઓની યુટ્યુબ ચેનલે 2 લાખ સબ્સ્ક્રાઇબર પુરા કર્યા છે.


સફળતાનું આ મુકામ હાંસલ કરનાર તુષારભાઈ અને ગૌતમભાઈની અત્યાર સુધીની સફર દેખાય એટલી સરળ નહોતી. સુરતના રહેવાસી એવા તુષારભાઈ અને ગૌતમભાઈ બંને મિત્રો છે, આજના જમાનામાં બે સગા ભાઈઓ પણ એકબીજાની વિરુદ્ધ થઈ જાય એવા સમયમાં આ બન્ને મિત્રોએ જે રીતે પ્રગતિના પગલે એકબીજાને સાથ આપ્યો છે એ મિત્રતાની એક મિશાલ સમાન છે
તુષારભાઈ અને ગૌતમભાઈ બન્નેએ પોતાના સ્ટરગલિંગ દિવસોમાં સુરતના જાણીતા હીરા ઉદ્યોગમાં નોકરી કરેલી છે, દીવસ દરમિયાન નોકરી કર્યા બાદ બાકીના સમયમાં એમને પોતાના લક્ષય તરીકે યુટ્યુબ ચેનલ બનાવી હતી અને એ બાદ જ્યારે એમના લક્ષય પ્રત્યે એમનું ઘેલું વધ્યું એ પછી એ બંનેએ જોબ છોડી દીધી હતી અને પોતાનો બધો જ સમય એમના લક્ષયને આપવાનું નક્કી કર્યું હતું. અને પરિણામ શુ મળ્યું એ તો આપ સૌને ખબર જ છે.
તુષારભાઈ અને ગૌતમભાઈની સફળતામાં એમના પરિવારના સભ્યો અને ગુજ્જુ મોટીવેશનની એમની ટીમે પણ એમને સતત સાથ સહકાર આપ્યો છે. હવે જ્યારે આ બે ભાઈઓ જેવા મિત્રો સમાજ સેવા અંગે જંપ લાવી રહ્યા છે તો એમને અભિનંદન ન પાઠવવામાં આવે તો તો અધૂરું લાગે. આ બન્ને ભવિષ્યમાં પણ સમાજને આમ જ ઉપયોગી નીવડે એવી આપણે સૌ આશા રાખીએ