વિદેશોમાં જઈને પોતાના દેશને, પોતાના વતનને ભૂલી જાય એવા તો તમે ઘણા લોકો જોયા હશે પણ બધા લોકો એવા નથી હોતા. આજે અમે તમને એક એવા જ ગુજરાતી વિશે જણાવવા જઈ રહ્યા છે કે જેઓ વિદેશમાં ગયા બાદ પણ પોતાના વતનની માટીને ભૂલ્યા નથી. આ વ્યક્તિનું નામ છે ઘનશ્યામજી ઝાલા.
ઘનશ્યામજી ઝાલા મૂળ ઝીંઝુવાડાના રહેવાસી છે, પણ હાલ ઘનશ્યામ ભાઈ પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહે છે. તેઓ હવે અમેરીકામાં સ્થાયી થઈ ગયા છે તેમ છતાં એ પોતાના વતનના લોકોની સેવા કરવાનું ચુકતા નથી. ઘનશ્યામ ભાઈને વતનની યાદ આવતા જ એમને પોતાના વતનના 120 જેટલા લોકોને ચારધામ યાત્રા કરાવવાનો નિર્ણય કર્યો.
અને પછી શું, એમના આ નિર્ણયને સાર્થક કરતા એમને ૧૨૦ લોકોને પોતાના ખર્ચે ચારધામની યાત્રા પર મોકલી દીધા અને સમાજ સેવાનું ખુબજ મોટું કામ કર્યું છે. જયારે ઘનશ્યામ ભાઈના આ સેવા કાર્યની જાણ તેમના ગામના લોકોને થઈ ત્યારે એમની ખુશી કોઈ પાર નહોતો રહ્યો.
ઘનશ્યામ ભાઈએ જ્યારે આ સારું કાર્ય કરવાનું નક્કી કર્યું ત્યારે ચારધામ પર જવા ઇચ્છુક લોકોએ પોતાનું નામ લખાવ્યું અને કુલ 120 લોકો યાત્રા પર જવા તૈયાર થયા. ઘનશ્યામ ભાઈએ આ તમામ 120 લોકોના જમવાની, રહેવાની ફરવાની બધી જ વ્યવસ્થા એમના ખર્ચે કરી.
એમને એ આ બધા જ લોકોને અમદાવાદ રેલવે સ્ટેશન પર બોલાવ્યા હતા. અમદાવાદ રેલ્વે સ્ટેશન પર આ યાત્રાનો ભાગ બનવા પહોંચેલા તમામ લોકોના ચહેરા પર અનેરો આનંદ હતો. તેઓ ઘનશ્યામભાઈનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા. ઘનશ્યામભાઈ પ્રમુખસ્વામી મહારાજને ખૂબ જ માને છે અને એમની પુણ્યતિથિએ તેમને આ 120 લોકોને ચારધામ યાત્રા કરાવી એક અનેરી લોક સેવાનું કામ કર્યું હતું