શુ સાચ્ચે જ માં – દીકરી ગરીબ હતા?
એક ઘરમાં માં અને દીકરી રહેતા હતા, માં અને દીકરી ખુબજ ગરીબ હતા, નાના એવા ઘરમાં રહેતા હતા.
એક રાત્રે ઘરના દરવાજાનો ખટ ખટાવા નો અવાજ આવે છે.
દીકરી દરવાજો ખોલે છે પણ જુએ છે કે બહાર તો કોઈ જ નથી
દીકરી ની નજર નીચે પડે છે તો એક ચિઠ્ઠી પડી દેખાય છે, દીકરીએ ચિઠ્ઠી ખોલીને વાંચી તો હાથ ધ્રુજવા લાગ્યા,
અને જોરથી ચિખ નાખીને માં ને બોલાવે છે,
માં ને ચિઠ્ઠી વાંચીને સંભળાવે છે,ચિઠ્ઠી મા લખ્યું હોય છે, “બેટા . કાલે હું તારા ઘરે આવીશ, તને અને તારી મા ને મળવા માટે , નીચે નામ ની જગ્યા એ લખ્યું હતું “ભગવાન”.
મા એ કહ્યું આ જરૂર કોઈએ તારી છેડતી કરવા માટે મજાક કરેલ છે, પરંતુ દીકરીને માની વાત ગળે ન્હોતી બેસતી,
દીકરી એ કહ્યું મા ખબર નઈ, પણ મને આ વાત મા કંઇક સચ્ચાઈ લાગે છે, મા ને મનાવીને દીકરી અને મા કાલ ની તૈયારી માં લાગી જાય છે,
આ લોકોનું ઘર ભલે નાનું હતું પણ દિલ ખૂબ મોટું અને અમીર હતું, ઘરમાં મહેમાનો માટે એક ચટાઈ રાખેલી કબાટ માં એ કાઢે છે અને પાથરે છે, પછી રસોડા મા આંટો મારે છે, પણ આ શું રસોડા માં અન્ન નો એક દાણો નઈ , ભગવાન આવશે તો શું ખવડાવશે?
બંને એ ખૂબ વિચાર્યું અને પછી નક્કી કર્યું કે દીકરી પાસે પોતાના બચાવેલા છેલ્લા જે ૩૦૦ રૂપિયા હતા એ વાપરી નાખીએ અને બજારમાં જઈને સામાન લઈ આવીએ,
વરસાદ ની મોસમ હતી, અને ઠંડી પણ ખુબજ હતી, બંને જણા છત્રી અને ધાબળો લઈને જાય છે બજારમાં ખરીદી કરવા માટે,
એક પેકેટ દૂધ, એક નાનું મીઠાઈ નું બોક્સ, અને અનાજ વગેરે થઈને કુલ ૨૫૦ રૂપિયાની ખરીદી કરે છે,
અને ભગવાન આવે તો રાહ ના જોવી પડે એટલા માટે ફટાફટ રીક્ષા કરીને ઘર તરફ રવાના થાય છે,
ઘર થી થોડા જ નજીક પહોંચ્યા, મુશળધાર વરસાદ ચાલુ થય ગયો,
દીકરી એ રસ્તા પર જોયું તો એક ગરીબ મજૂર જેવા પતિ પત્ની ઊભા હતા, રીક્ષા એની પાસે થી નીકળી તો દીકરી એ જોયુ તો એમના હાથ માં એક બાળક હતું, અને એની હાલત થોડી ખરાબ દેખાય આવતી હતી ,
રીક્ષા ઘર ના દરવાજા પાસે પહોંચી કે મા ને ઉતારી ને દીકરી રીક્ષા વાળા ને કહે છે, “ભાઈ રીક્ષા થોડીક પાછી લઈ લોને”
અને દીકરી પહોંચી જાય છે પેલા બાળક પાસે,
દીકરી એ જોયું તો બાળક ને તો તાવ આવી રહ્યો હતો, એ લોકો પાસે ખાવાના પૈસા નહોતા અને વરસાદ થી બચવા માટે છત્રી અને ઠંડી થી બચવા ઓઢવા માટે પણ કશુજ નહોતું,
એક બાજુ ભગવાન ઘરે આવવાના હતા અને એક બાજુ આ બાળકની આવી કફોડી હાલત, દીકરી એ વિચાર્યું કે ભગવાન ને આપવા માટે કશુજ નઈ હોય તો હું એને લઈશ પરંતુ જો આ બાળક ને આવી હાલત માં છોડી દીધું તો ભગવાન ક્યારેય માફ નઈ કરે,
દીકરી એ જે જે પણ ખરીદ્યું હતું એ બધું પેલા બાળક ને આપી દીધું, ઉપરથી બચાવેલા ૫૦ રૂપિયા પણ દવા લેવા માટે આપી દીધા,
વરસાદ આવતો હતો તો છત્રી પણ આપી દિધી એને બાળક ને ઠંડી લાગતી હતી તો ઓઢવા માટે પોતાનો ધાબળો પણ આપી દીધો,
અને ફટાફટ ત્યાંથી ઘરે પહોંચે છે , ભગવાન ઘરે આવી ગયા હશે એમ વિચારીને , પરંતુ ઘરના દરવાજે તેની મા ઊભી હતી અને ભગવાન તો નહોતા આવ્યા પરંતુ એક ચિઠ્ઠી નીચે પડેલી મા ને મળી હતી ,
મા એ દીકરી ને વાંચવા માટે આપી,
દીકરી એ ચિઠ્ઠી વાંચી, એમાં લખ્યું હતું,
“દીકરી, આજે તને મળીને ખૂબ આનંદ થયો, પહેલા કરતા થોડી પાતળી થય ગઇ છો, પણ આજે પણ એટલીજ સુંદર લાગે છો,
મીઠાઈ ખૂબ સારી હતી, અને તારો ધાબળો ઓઢીને ખૂબ હળવાશ થઇ, અને હા છત્રી આપવા માટે પણ તારો આભાર !
દીકરી હવે ફરી મળીશુ ત્યારે પાછી આપી દઈશ,
દીકરીના તો હોશ ઉડી ગયા, ની:શબ્દ થઈને પાછું વળીને જુએ છે, તો સડક પર કોઈ નઈ,
ચિઠ્ઠી મા લખ્યું હતું દીકરી મને શોધવાનો પ્રયત્ન ના કર, હું તો કણ કણમાં છું, દીકરી આજે મારી ચિંતા કર્યા વગર તે એક જરૂરિયતમંદને મદદ કરીને મને સાચ્ચી ખુશી આપી છે,
દીકરી પૈસાથી ભલે તું ગરીબ હો પરંતુ તારું દિલ સૌથી અમીર છે,
દીકરી ના આંખમાંથી આંસુ આવી ગયા, માં ને બધી જ વાત કરી એને બંને ભાવુક થઈ ને એક બીજાના ગળે લાગ્યા અને પછી ભગવાનના સક્ષાત દર્શન બદલ એમનો આભાર માન્યો,
મિત્રો તમને લોકો ને એક સવાલ.શુ આ દીકરી સાચ્ચે જ ગરીબ હતી??
મિત્રો વ્યક્તિ મર્યા પછી પોતાની સાથે પૈસા નહી પરંતુ કર્મો લઈને જાય છે , પૈસાથી અમીર બનો કે ના બનો પરંતુ કર્મો થી અમીર બનજો,
હરેક જરૂરિયાતમંદ ને આપણાથી થઈ શકે તેટલી મદદ કરવી જોઈએ,
ધન્યવાદ !