પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત સવજીભાઈ ધોળકિયાના નામથી તો આપણે સૌ પરિચિત છીએ. તેઓ અવારનવાર ચર્ચામાં છવાયેલા રહે છે, એવામાં હાલમાં જ તેમને લીધેલો એક નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. આ નિર્ણય પછી લોકો તેમની કામગીરીનાં વખાણ કરી રહ્યા છે.
એ વાત તો જગ જાહેર છે કે સવજીભાઈ તેમના કર્મચારીઓની ખૂબ જ સારી રીતે સાચવે છે, ત્યારે ફરી એકવાર તેમને કર્મચારીઓ માટે વખાનવાલાયક કામગીરી કરી છે.
સવજીભાઈને ઉત્તરોત્તર પ્રગતિ કરતા બિઝનેસ માટે સવજીભાઈ હંમેશા તેમના કર્મચારીઓનો જ ફાળો ગણે છે. અને હવે આ જ દિશામાં તેમને કર્મચારીઓનાં પરિવારને હિતને ધ્યાનમાં રાખી એક નવી કલ્યાણ યોજના શરૂ કરી છે.
મળેલી માહિતી અનુસાર, હરેકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા શરૂ કરાયેલી આ યોજના હેઠળ જો નોકરી દરમિયાન કોઈ કર્મચારી મૃત્યુ પામે તો તેના મૃત્યુ બાદ કર્મચારીની 58 વર્ષની નિવૃતિવયની મર્યાદાને ધ્યાને રાખી ત્યાં સુધી તેનો પગાર પરિવારને દર મહિને આપવાનું નક્કી કરાયું છે.
તમને જણાવી દઈએ કે આ કઈ પહેલીવાર નથી કે સવજીભાઈએ કર્મચારીઓનું હિત ધ્યાનમાં લઈ કોઇ કામગીરી કરી હોય, પણ આ પહેલા પણ તેઓ પોતાના કર્મચારીઓને ઘર અને કિંમતી કારો દિવાળીનાં બોનસમાં આપી ચુક્યા છે.
એવામાં હવે સવજીભાઈએ કર્મચારીઓના પરિવારનું હિત જોઈને આ યોજના બહાર પાડી છે. હાલમાં કંપની દ્વારા બે કર્મચારીઓના પરિવારને તેના લાભ આપવાનું કંપનીએ શરૂ કર્યુ છે.
મીડિયા દ્વારા સવજી ભાઈએ જણાવ્યું હતું કે, કર્મચારી મૃત્યુ પામે તો તેના પરિવારને દર મહિને તેમનો પગાર મળી જાય. તમને જણાવી દઈએ કે આ પગારની મર્યાદા 1 લાખ સુધીની છે.
આ ઉપરાંત સવજીભાઈ કર્મચારીઓને તેમના વતનમાં મકાન બાંધવા માટે 5 વર્ષ માટે વિના વ્યાજે 5 લાખની લોન પણ આપે છે. ખરેખર સવજીભાઈ દ્વારા હંમેશા ખૂબ જ મહત્વના નિર્ણય લેવામાં આવે છે, જેથી કરીને તેમની કંપનીનું હિત જળવાય રહે અને એમના લાડીલા કર્મચારીઓને પણ કોઈ તકલીફ ન જણાય.