માતા પિતા ને હેરાન કરતી દીકરી સાથે જે થયું! જાણી ને ચોકી જશો. વાર્તા અંત સુધી જરૂર જુઓ
છેલ્લા એક બે મહિનાથી મેઘના લગભગ બધો સમય લેપટોપ અને ફોનમાં જ કાઢતી હતી. કોલેજ થી આવી ને ના તો ઘરમાં કોઈ સાથે વાત કરતી કે ના તો એની સહેલીઓ સાથે ક્યાંય બહાર જતી.
આજે પણ મેઘના કોલેજ થી આવીને એના રૂમમાં જઈને સીધી ફોનમાં લાગી ગઈ.
મમ્મી ની ધીરજ હવે ખૂટી ગઈ, આજે એમણે રૂમમાં જઈને પૂછી લીધું.. “બેટા, આ બધું શું ચાલે છે?? તું આખરે શું કર્યા કરે છે? આખો દિવસ ફોન અને લેપટોપ મા જ પડી રહે છે ?”
મેઘનાએ ગુસ્સા થી કહ્યું.. “મમ્મી કોલેજ ના પ્રોજેક્ટ જ કરું છું, જોવા હોય તો ખુદ જોઈ લો, જો મારા પર વિશ્વાસ ન હોય તો.
એટલામાં પપ્પાએ આવીને કહ્યું .. “અરે ! ના ના મેઘના, મમ્મી નો એવો મતલબ નથી. તું ખૂબ મન લગાવીને ભણ.”
મેઘના નો નાનો ભાઈ પણ ઘણીવાર મેઘના ને ચેટિંગ કરતા જોતો પણ એને લાગતું કે દીદી કોઈ કામ ની વાત કરતી હશે.
બે મહિના વિતી ગયા. કોલેજ ની પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું. મેઘના પરીક્ષા માં ફેલ થઈ હતી. હવે તો મમ્મી પપ્પા ને ચિંતા થવા લાગી. દરેક માતા પિતા ઈચ્છતા હોય છે કે સંતાનો ની સુખ સુવિધા માટે બધી વસ્તુ હાજર કરી દે. માતા પિતા સંતાન ના ખાવા પીવાનું અને બધી વસ્તુ સમય પર મળે એ વાત નું પૂરું ધ્યાન રાખે છે અને એના સુખદ ભવિષ્ય માટે ખુદ ની ઈચ્છાઓ દબાવી દે છે.
પપ્પાએ મેઘના ને પ્રેમ થી પૂછ્યું.. “બેટા, શું થઈ ગયું છે? તું તો ભણવામાં હોશિયાર છે. કહેતી હોય તો ટ્યુશન ક્લાસ રખાવી દવ. શું ચાલી રહ્યું છે બેટા કહે તો ખરા.”
મેઘના બોલી.. “પપ્પા, મારે આગળ નથી ભણવું, હું રોહિત સાથે લગ્ન કરવા માગું છું.” માતા પિતા દીકરી ની આવી વાત સાંભળીને દંગ રહી ગયા.
મમ્મી ગુસ્સાથી બોલી.. “આ બધું શું બોલે છે? અત્યારે તારે અભ્યાસ માં ધ્યાન રાખવું જોઈએ. કોલેજ નું છેલ્લું વર્ષ છે. જો પહેલા ભણવાનું પૂરું કર પછી એ બધું અમે જોઈ લેશું.”
પપ્પા તો બાજુ માં પડેલી ખુરશી પર ફસડાઈ પડ્યા. એમણે ક્યારેય નોહ્તું વિચાર્યું કે જે દીકરી ના ભવિષ્ય માટે એમણે સોનેરી સપના જોયા હતા એ દીકરી તો કઈક બીજુ જ વિચારી ને બેઠી છે.
મેઘના એ કહ્યું.. “મમ્મી,હવે હું નાની છોકરી નથી. હું રોહિત ને પ્રેમ કરું છું. એ પણ મારી સાથે લગ્ન કરવા માગે છે. તો પછી તમને લોકોને શું વાંધો છે. હવે હું મારી જિંદગીના નિર્ણય મારી જાતે લઇ શકું છુ.”
પપ્પા એ પૂછ્યું… “મેઘના, રોહિત કોણ છે ?”
“પપ્પા , રોહિત એક મોડલ છે .
ખૂબ જલ્દી એને પ્રોજેક્ટ મળવાનો છે. આવતા વિક માં જ એ અહી આવવાનો છે. અમે ઇન્ટરનેટ પર મળ્યા અને દોસ્તી થઈ અને પછી પ્યાર. પપ્પા એના પરિવાર ને એ મોડેલિંગ કરે એ પસંદ નથી. એટલે રોહિત અલગ રહે છે.” મેઘનાએ લેપટોપ મા રોહિત ના ફોટા બતાવ્યા.
મમ્મીએ કહ્યું.. “મેઘના તું એને મળી પણ નથી અને બરાબર ઓળખતી પણ નથી અને લગ્નની વાત કરે છે… તારું મગજ ખરાબ થઈ ગયુ છે…”
“તમને લોકોને જેમ લાગે એમ. પણ લગ્ન તો હું રોહિત સાથે જ કરીશ. તમે માનો તોયે ભલે અને ના માનો તોયે ભલે.” મેઘનાએ એક ક્ષણ મા બાવીસ વરસ ના સબંધ ના છેદ ઉડાડી દીધા.
માતા પિતા એ છતાં પણ દીકરીને સાથ આપ્યો અને રોહિત ને ઘરે બોલાવવા કહ્યું.
રોહિત ઘરે આવ્યો.
છ ફૂટ ની લંબાઈ, સુડોળ શરીર,ઉજળો વાન અને ચાલ ચલન બિલકુલ એક હીરો ની માફક. મેઘના તો એને જોઈને પાગલ થઈ ગઈ.
માતા પિતા એ રોહિત સાથે વાત કરવાની શરૂ કરી તો ધીમે ધીમે રોહિત ની અસલિયત દેખાવા લાગી. રોહિત પાસે કોઈ કામ ન હતું. એક દોસ્ત ના ઘરમાં રહેતો હતો. લગ્ન પછી મેઘના ને ક્યાં રાખશે એ વિશે એણે કાઈ વિચાર્યું નોહ્તું. બંને નું ગુજરાન કેમ ચાલશે એનું ઠેકાણું નોહ્તું.
બસ બંને ને લગ્ન કરવા હતા.
માતા પિતા એ બંને ને સમજાવ્યા કે પહેલા મેઘના નો અભ્યાસ પુરો થઈ જાય અને રોહિત મોડેલિંગ માં કઈક પ્રોજેક્ટ કરી લે પછી લગ્ન કરજો.
પરંતુ મેઘના પર તો જાણે રોહિત નું ભૂત સવાર હતુ. એ કંઈ સમજવા તૈયાર જ નોહતી.
લગભગ પંદર દિવસ પછી મેઘના એની મમ્મી ના ઘરેણાં અને પપ્પા નુ ક્રેડિટ કાર્ડ લઈને ઘરેથી ભાગી ગઈ અને મંદિર મા રોહિત સાથે લગ્ન કરી લીધા.
માતા પિતા એ મેઘના ની ઘણી શોધખોળ કરી પણ પરિણામ શૂન્ય.
રોહિતે એક ઘર ભાડે રાખી લીધું. મેઘના એ ક્રેડિટ કાર્ડ થી ઘરનો બધો સામાન ખરીદી લીધો. પપ્પાને ખબર પડી ગઈ કે મેઘના એનું કાર્ડ યુઝ કરે છે. પછી એમણે કાર્ડ બ્લોક કરાવી દીધું.
બે મહિના રોહિત અને મેઘના એ ખૂબ જ મોજ મસ્તી મા કાઢ્યા.
કાર્ડ બ્લોક થતાં જ બંને ને ખાવાના ફાફા પડવા લાગ્યા. અને પ્રેમનો નશો ઉતરવા લાગ્યો.
મેઘના એ રોહિત ને કહ્યું.. “તમારા પ્રોજેક્ટ નું શું થયુ? આવતા મહિના નું ભાડુ કઈ રીતે ચૂકવશું ??
રોહિત ગુસ્સાથી બોલી પડ્યો.. “મેં શું ભાડુ દેવાનો ઠેકો રાખ્યો છે?
તું પણ કઈક કામ કર. આખો દિવસ ઘરમાં બેઠી રહે છે. હું પણ કોશિશ કરુ છું. કાઈ કામ મળતું નથી તો હું શું કરુ ??”
મેઘના સાથે આવી રીતે કોઈએ વાત કરી નોહતી. એને મમ્મી પપ્પા અને ભાઈ યાદ આવવા લાગ્યા.
રોહિતે કહ્યું.. “તું મમ્મી ની સોનાની ચેન લઇ આવી હતી ને, મને આપ, એને વેચીને કઈક વ્યવસ્થા કરું.”
મેઘના એ રડતા રડતા ચેન આપી દીધી.
આજે એને અહેસાસ થઈ ગયો કે માતા પિતા જે કહેતા હોય એ સાચું જ કહેતા હોય.
રોહિત ને રોજ દોસ્તો સાથે દારૂ પીવા ની આદત પડી ગઈ હતી. ઘરે મોડો આવતો અને પછી મેઘના પર બૂમ બરાડા પાડતો.
મેઘના એ બીજા દિવસે રોહિત ને કહ્યું.. “રોહિત, તમને મોડેલિંગ માં કોઈ કામ નથી મળતું તો કોઈ બીજી નોકરી શોધી લો. થોડા પૈસા તો આવશે. હું પણ કઈક કામ કરીશ.”
“હું અને બીજુ કોઈ કામ ?? પાગલ છો ? મારું કોઈ સ્ટાન્ડર્ડ નથી ?? હું એવી કોઈ ફાલતુ નોકરી નહી કરું.” રોહિત અહંકાર થી બોલ્યો
હવે તો મેઘનાએ જ કાઈક કરવું પડે એમ હતું.
મેઘનાએ ઘણી કોશિશ કરી પણ કોઈ કામ ના મળ્યું.
કોલેજ ની બહાર એક રેસ્ટોરન્ટ માં વેઇટ્રેસ ની નોકરી મળી.
મજબૂરી શું નથી કરાવતી.
મેઘના એ ત્યાં નોકરી શરૂ કરી.
લગભગ એક મહિના પછી હાથ માં કોફી લઈને ટેબલ પર કસ્ટમર ને કોફી સર્વ કરતી હતી તો એની નજર શાલિની પર પડી .
શાલિની ને જોઇને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
શાલિની એ એને ઘરે પાછી જવાની સલાહ આપી.
પણ મેઘના એ ના પાડી.
બે દિવસ પછી મેઘના રેસ્ટોરન્ટ માં ટેબલ પર ટિશ્યુ પેપર મૂકતી હતી કે એના માથે કોઈએ હાથ મૂક્યો.
પાછું વળીને જોયું તો એના મમ્મી પપ્પા હતા.
પપ્પાને જોઈને એના પગમાં ફાળ પડી ગઈ અને ખૂબ રડી.
મમ્મીએ ગળે લગાડી અને કહ્યું.. “બેટા, અમે તો ક્યારેય તને પારકી નથી કરી તે જ અમને પોતાના સમજ્યા નહિ. હજુપણ મોડું નથી થયું. ચાલ આપણે ઘરે.
મમ્મી પપ્પા તમે લોકોએ મને માફ કરી દીધી?? મેઘનાએ રડતા રડતા કહ્યું.
“મેઘના, માતા પિતા નો ગુસ્સો, પ્રેમ, શિખામણ, ખીજાવું એ બધું સંતાન ના ભલા માટે જ હોય છે.
સંતાન માટે માતા પિતા થી વધારે શુભચિંતક બીજુ કોઈ ના હોય શકે.
જે સંતાન ના જન્મ થી જ માતા પિતા ની આંખોમાં સંતાન માટે લાખો સપના આવી જાય છે એ માતા પિતા સંતાન માટે ખરાબ કેવી રીતે વિચારી શકે. માતા પિતા નારાજ થઈ જાય પણ સંતાનને તકલીફ માં ક્યારેય ન જોઈ શકે.
“હું સમજી ગઈ છું કે મેં બોવ મોટી ભૂલ કરી હતી. તમારી વાત સમજી નહી. તમારી સાથે દગો કર્યો,પરેશાન કર્યા,તકલીફ આપી.હું ઘણી બઉ ખરાબ દીકરી છું.” મેઘના ના આંસુ બંધ નોહતા થતા.
માં એ એના પાલવ થી દીકરી ના આંસુ લૂછ્યા અને કહ્યું.. “બધું ભૂલી જા, જ્યાં સુધી અમે છીએ તારી આંખમાં આંસુ નહી આવવા દઈએ.
ચાલ બેટા, આપણી ઘરે ચાલ”.
(માતા પિતા નું સન્માન કરો.એમની કહેલી વાતો ને સમજો.માતા પિતા થી દુર કે અલગ થઈને ખુશી શોધવાનો વ્યર્થ પ્રયાસ ન કરો.)