લગ્ન સંબંધ નક્કી કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. વર-કન્યાના પરિવારથી માંડીને શિક્ષણ. આ સિવાય એક બીજી બાબત પણ ધ્યાનમાં લેવામાં આવે છે કે વર અને કન્યાની ઉંમરમાં કેટલો તફાવત છે. જો કે સમયની સાથે લોકોની વિચારસરણીમાં ઘણો બદલાવ આવ્યો છે. આજે પતિ-પત્ની વચ્ચે ઉંમરનો તફાવત ઓછો હોય કે વધુ, તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ ઘરના વડીલો હજુ પણ માને છે કે છોકરાની ઉંમર છોકરી કરતા મોટી હોવી જોઈએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સફળ લગ્ન જીવન માટે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું કેટલું અંતર હોવું જોઈએ? તો ચાલો આજે અમેં તમને એ વિશે જણાવી દઈએ
સફળ લગ્ન જીવન માટે યુગલો વચ્ચે ઉંમરનું કેટલું અંતર હોવું જોઈએ તે જાણવા માટે એટલાન્ટાની એમોરી યુનિવર્સિટીએ ત્રણ હજાર લોકો પર સંશોધન કર્યું હતું. સંબંધો, લગ્ન, છૂટાછેડા અને બાળકો પર આ સંશોધનમાં કેટલાક મહત્વપૂર્ણ ડેટા પ્રાપ્ત થયા હતા. જો તમે પણ લગ્ન કરીને ઘર વસાવવાનું વિચારી રહ્યા છો તો આ સંશોધન તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ શું કહે છે રિસર્ચ
રિસર્ચ અનુસાર જો કપલ વચ્ચે 5 વર્ષનું અંતર હોય તો છૂટાછેડાની સંભાવના 18 ટકા છે. જે દંપતી માત્ર એક વર્ષનું અંતર હોય છે તેમના છૂટાછેડા થવાની શક્યતા માત્ર 3 ટકા છે. તો બીજી તરફ જો દંપતી વચ્ચે ઉંમરમાં 10 વર્ષનું અંતર હોય તો છૂટાછેડાની શક્યતા 39 ટકા વધી જાય છે, જ્યારે દંપતી વચ્ચે 20 વર્ષનો તફાવત હોય તો છૂટાછેડાની શક્યતા 95 ટકા વધી જાય છે.
આ રિસર્ચ અનુસાર કપલ વચ્ચે ઉંમરનું અંતર જેટલું વધારે છે તેટલા જ છૂટાછેડાની શક્યતાઓ વધી જાય છે. તેથી તેમની વચ્ચે ઉંમરનું અંતર જેટલું ઓછું હશે તેટલું જ લગ્નજીવન વધુ સફળ થશે. આ સિવાય રિસર્ચ એ પણ કહે છે કે જે કપલ્સમાં એક વર્ષનો તફાવત હોય છે, તેમના લગ્ન સૌથી વધુ ટકે છે. નિષ્ણાંતોના મતે, જે દંપતિને લગ્ન પછી એક બાળક હોય છે, તેમના છૂટાછેડાની સંભાવના નિઃસંતાન યુગલોની તુલનામાં 59 ટકા ઓછી હોય છે
આ રિસર્ચમાં બીજી એક ખૂબ જ રસપ્રદ વાત જાણવા મળી છે કે, જે યુગલો લગ્ન પછી બે વર્ષ સુધી સાથે રહે છે, એટલે કે જેઓ બે વર્ષ સુધી સુખી દામ્પત્ય જીવન ધરાવે છે, તેમના છૂટાછેડાની શક્યતા 43 ટકા ઘટી જાય છે, જ્યારે જે યુગલ 10 વર્ષ સુધી સાથે રહે છે તેમના છૂટાછેડાની શક્યતા 94 ટકા ઘટી જાય છે