દીકરા ના ઘરે શા માટે ભાડૂઆત બન્યા માતા પિતા? આવા નાલાયક દીકરા ની કહાની સાંભળી ને તમે રડી પડશો.
શર્માજી ઓ શર્માજી, મેં સાંભળ્યું છે કે તમે તમારા દિકરા સાથે રહેવા જઇ રહ્યા છો! ભઇ તમારા વગર આ સોસાયટી સુની થઇ જશે. સવારે વોક, સાંજની ચા બધુ બંધ થઇ જશે.” શર્માજીના ખાસ મિત્ર મહેતાજીએ કહ્યું.
“અરે, મેં મારા દીકરા અશ્વિનને કહ્યું કે તમે લોકો આવતા – જતા રહેજો. હવે અમારી ઉંમર પણ થઈ ગઈ છે તેથી અમે અહીં જ બરાબર છીએ. પણ તેણે કહ્યું, પિતાજી, તમે અમારી સાથે રહેજો અને આ મકાન ભાડે આપી દેજો. જો તમે સાથે રહેશો તો અમારે ચિંતા પણ નહીં રહે. અને ભાડાના પૈસા પણ કામ આવશે. એટલે આ ઘર ભાડે આપીને, અમે દિકરા અને વહૂ સાથે રહીશું. ”
શર્માજીએ તેના મિત્રને ઘર છોડવાનું કારણ જણાવ્યું.
“જો કે શ્રીમતીને ઘર છોડવાનું મન નથી, પણ પૌત્રીના મોહ નાં કારણે તેમણે પણ હા પાડી.
હવે જોઈએ કે ત્યાં બધું કેવું હશે. આમ તો અમને પણ અહીંથી જતા ખૂબ દુઃખ થાય છે. પરંતુ દીકરાનું ઘર શહેરથી દૂર છે, આડોશી- પડોશીઓ ત્યાં કેવા હશે. દીકરાએ આગ્રહથી બોલાવ્યા છે તો વિચાર્યું જવું જ પડશે. આજકાલ છોકરાઓ તેમના માતાપિતાને તેમની સાથે રાખવા માંગતા નથી. અમારો લાયક દીકરો છે જે અમને બોલાવી રહ્યો છે અને તેમ છતાં જો અમે ન જઈએ તો તેને ખોટું લાગશે, અમે આ ઘર ને ખૂબ જ મહેનતથી બનાવ્યું હતું. શર્માજીએ મહેતાજીને કહ્યું.
તેમના મિત્રોને મળ્યા પછી, શર્માજી ઘરે આવ્યા અને જોયું કે શ્રીમતીએ બધી તૈયારી કરી લીધી હતી બધો સામાન પેક કરી લીધો હતો, તેમને બીજા દિવસે નીકળવાનું હતું.
બીજે દિવસે સવારે અશ્વિન એક નાનો ટેમ્પો લઈને આવ્યો જેમાં માતાપિતાએ એની સુટકેસ, એક નાનું મંદિર અને કેટલીક જરૂરી ચીજવસ્તુઓ રાખી દીધી. બાકી બધો સામાન ઘરે જ રહેવા દીધો.
અશ્વિન નું કહેવું હતું કે જો ઘરમાં બધું રાચરચીલું હોય તો ભાડું વધારે મળશે અને અશ્વિનના ઘરે બધું જ છે, શર્મા જી પણ એ વાત માટે સંમત થયા.
અશ્વિને આવતાની સાથે જ તમામ સામાન ટેમ્પોમાં રાખ્યો અને ત્રણેય અશ્વિનના ઘરે ગયા, બે ઘર વચ્ચે લગભગ દોઢ કલાકનું અંતર હતું.
અશ્વિન શહેરથી ઘણો દૂર રહેતો હતો. ત્યાં પહોંચતાં જ પુત્રવધૂએ તેનું સ્વાગત કર્યું. અશ્વિને એમને રૂમ બતાવ્યો. આખો દિવસ ખૂબ આનંદદાયક ગયો. દાદી અને પૌત્રી આખો દિવસ ખુબ રમ્યા, પરંતુ શર્માજી હજી પણ એના મિત્રોને યાદ કરી રહ્યા હતા.
સાંજ પડતા જ વહુ ચા લઈને આવી. ચા દરમિયાન પણ શર્મા જી તેમના મિત્રોને યાદ કરતા હતા.
ચા પીધા પછી શર્માજી બોલ્યા “દીકરા, હું થોડી વાર બહાર ફરવા જાવ છું, તું મારી સાથે આવ. એક -બે દિવસમાં અમને આવવા-જવાનો રસ્તો ખબર પડી જશે, પછી અમે બંને એકલા જઈશું. “અશ્વિને કહ્યું …” પપ્પા આજે રહેવા દો. હું પણ ખૂબ થાકી ગયો છું. રવિવારે હું તમને બધા રસ્તા બતાવી દઈશ, પછી તમે અને મમ્મી બહાર જજો.” થોડા સમય માટે બધું ખૂબ જ સારૂ ચાલતુ રહ્યું.
ઘરમાં બધા સાથે જ જમવા બેસતા. શર્માજીને હવે બધા રસ્તાની માહીતી પણ હતી.
તેની પત્નીને પણ પૌત્રી સાથે રહેવાની મજા આવતી હતી. એક મહિનો પસાર થયો ત્યાં જ દિકરા અને વહુ માં પરીવર્તન આવવા લાગ્યું.
થોડા દિવસો પહેલા જ્યાં ગરમ નાસ્તો મળતો હતો, ત્યાં હવે રાતની વધેલી રોટલી ચા સાથે આપવામાં આવતી હતી.બપોરે બધા સાથે બેસીને જમતા હતા, પરંતુ હવે સાસુ-સસરાને પહેલાં જમાડી વહું તેની થાળી પોતાના રૂમ લઈ જઈ જમતી. સાસુને રસોડામાં જવા માટે પણ વહુ ની રજા લેવી પડતી.
પહેલા સાંજે દીકરો ઘરે આવતો ત્યારે સાથે ફરવા આવતો પણ હવે તે થાકનું બહાનું બનાવવા લાગ્યો.
આ બધી વાત શર્માજીને મનમાં ખુચવા લાગી. પરંતુ કશું બોલતા નહીં.
પોતાનું ઘર દીકરાએ ભાડે આપી દીધુ હતું. સારું એવુ ભાડુ આવતું હતું.
શર્માજીને અશ્વિનના ઘરે એવું લાગવા માંડ્યું જાણે કે તેઓ એના દિકરાની ઘરે ભાડૂત તરીકે રહેતા હોય.
જેવું વિચારીને અહીં આવ્યા હતા તેવુ કંઈ ન હતું.
પરંતુ હવે પાછા કેવી રીતે જવું, ઘર એક યુવાન દંપતીને ભાડે આપી દિધું હતું.
જેઓ ખૂબ જ સારા હતા.તેઓ સમયસર ભાડુ પણ ચૂકવતા હતા અને વ્યવહારકુશળ હતા.તેમને આમ અધવચ્ચે કેમ કહેવુ કે મકાન ખાલી કરો.
આ વિચારતા 6 થી 8 મહિના થઈ ગયા.
શર્માજીની પત્નીએ કહ્યું … “સાંભળો, કાલે અલકાજીના ઘરે માતાનું જાગરણ છે. ખૂબ પ્રેમ થી બોલાવ્યા છે એમણે. ચાલો ને આપણે જઈએ.
” જ્યારે વહુએ સાંભળ્યું, તો તેણે કહ્યું .. “મમ્મી, તમને ખબર છે જૂના ઘરે આવવા-જવા માટે ટેક્સીનું ભાડું કેટલું છે, એક હજાર રૂપિયા થશે. તમે તેમની પાસેથી વિડિયો મંગાવીને જોઈ લેજો, ત્યાં જવાની શું જરૂર છે .”
શર્માજી એ ઉગ્ર અવાજમાં કહ્યું .. “ભાડુ હું આપીશ દઈશ, પછી શું વાંધો છે ??”
“પપ્પા, પૈસા તમે આપો કે અમે તે બધું એક જ છે. જ્યારે અશ્વિન તમારી અને મમ્મીની દવા લાવે છે, ક્યારેય હિસાબ કર્યો છે ? બધુ એક જ છે ને …”
આટલું કહીને તે અંદર ચાલી ગઈ. અશ્વિને આ બધું સાંભળ્યું પણ ચૂપ રહ્યો.
શર્માજી અને તેમની પત્ની એકબીજાના ચહેરા તરફ જોવા લાગ્યા.
પત્ની બોલી .. “હે રામ !!! શું આ દિવસ જોવા માટે આપણે ઘર છોડી અહીં આવ્યા હતાં …..
અશ્વિનના સપના પૂરા કરવા માટે તમે ખૂબ મહેનત કરી બચત કરી અને ઘર ચલાવ્યું. એને મનાલી ટ્રીપ પર મોકલી શકો, એ માટે તમે તમારી પસંદની મોંઘી ઘડિયાળ પણ ખરીદી ન હતી. તેની જરૂરિયાતો અને શોખ આપણે પૂરા કર્યા અને આજે અમારી દવા તેના માટે મજબૂરી છે અને આપણે કોઈના ઘરે જવું તેને નકામો ખર્ચ લાગે છે. ”
“હા, હવે હું સમજી ગયો કે અશ્વિને આપણને અહીં કેમ બોલાવ્યા … તે આપણા થી અલગ રહી શકે એટલે તેણે આ ઘર લોન પર ખરીદી લીધું. પરંતુ હવે તે લોનનો હપ્તો ચૂકવી શકતો નથી, તેથી તેણે આપણને અહીં બોલાવી લીધા જેથી આપણા પોતાના ઘરના ભાડામાંથી તેના ઘરનો હપ્તો ભરી શકે. વાહ !!!! રે કલિયુગ …. ”
શર્માજી ચશ્માં સાફ કરતા કરતા બોલ્યા.
તેણે તરત જ એક ફોન કર્યો.
થોડા અઠવાડિયા પછી, સવાર સવાર માં એક ઓટો રીક્ષા ઘરની સામે આવી.
અશ્વિને કહ્યું .. “અરે !!! આ ઓટો રીક્ષા આપણા ઘરની સામે કેમ આવી છે ? મેં તો નથી બોલાવી.
શર્માજીએ કહ્યું..” આ ઓટો મેં બોલાવી છે.બેટા અમે અમારા જૂના ઘરે પાછા જઈ રહ્યા છીએ. અમારો જમવાનો અને દવાનો ખર્ચ મારા પેન્શન દ્વારા સરળતાથી નીકળી જશે.
” પણ પપ્પા તે ઘર તો આપણે ભાડેઆપી દીધું છે. તમે આવી રીતે કેમ જઈ શકો છો..”
મેં તે ભાડુઆત સાથે વાત કરી લીધી છે. જે દિવસ થી તે અમારા આવવા-જવા પર રોક ટોક લગાવી રૂપિયા નો હિસાબ સંભળાવ્યો હતો. તે દિવસે જ મેં ફોન કરી તેમને કહી દીધું હતું કે અમને અમારૂં મકાન બે-ત્રણ મહિનામાં ખાલી કરી આપજો. અને તેઓ પણ મારી વાત ને સમજી ગયા. ખૂબ સારા અને સમજદાર છે તે લોકો , અને એમણે પરમ દિવસે જ ફોન કરીને કહ્યું કે અમે ઘર ખાલી કરી દિધું છે. એટલે આજે અમે અહીંથી જઈએ છીએ અમારા ઘર.”
“પપ્પા , આ પણ તમારૂં જ ઘર છે..” દિકરો બોલ્યો.
“દિકરાના ઘરમાં ભાડુઆત ની જેમ રહેવા કરતાં સારું છે કે અમે અમારા ઘરે રહીએ. હા પણ હવેથી તને ભાડા ના પૈસા નહી મળે તો વિચારી લેજે તારા આ ઘરનો હપ્તો કઈ રીતે ભરી શકીશ ?”
પિતાજીની વાત પુરી થતાં જ દિકરો અને વહુ માથું નમાવી ઉભા રહી ગયા અને શર્મા દંપતિ એના ઘરે જવા નીકળી ગયા.